Multibagger Stock : 5 વર્ષમાં રોકાણકારોને બનાવ્યા કરોડપતિ....3 વર્ષમાં આપ્યું 3700 ટકા રિટર્ન

Multibagger Stock : જો તમે ઓછા સમયમાં સ્ટોક માર્કેટમાંથી મોટું વળતર આપતા મલ્ટિબેગર સ્ટોકની શોધમાં છો, તો આ સમાચાર તમારા માટે ઉપયોગી થઈ શકે છે. એરોસ્પેસ અને ડિફેન્સ સેક્ટરની કંપનીના આ શેરે છેલ્લા 5 વર્ષમાં રોકાણકારોને લગભગ 13600 ટકા જેટલું જંગી વળતર આપ્યું છે. માત્ર 2 વર્ષમાં સ્ટોકમાં લગભગ 250 ટકાનો વધારો જોવા મળ્યો છે. 

1/6
image

2/6
image

સારા શેરો રોકાણકારોને લાંબા ગાળામાં બેસ્ટ વળતર આપે છે.  Nibe Limited તે શેરોમાંથી એક હોવાનું સામે આવ્યું છે. કંપનીએ છેલ્લા 5 વર્ષમાં શાનદાર વળતર આપ્યું છે. આ પેની સ્ટોકે રોકાણકારોને કરોડપતિ બનાવ્યા છે. 

3/6
image

આ મલ્ટિબેગર સ્ટોક Nibe Limited છે. કંપની ફેબ્રિકેશન અને મશીનિંગના વ્યવસાયમાં છે. Nibe લિમિટેડ લો અને મીડિયમ વોલ્ટેજ લાઇન્સની ડિઝાઇન, સપ્લાય, બાંધકામ અને કમિશનિંગ સંબંધિત સેવાઓ પ્રદાન કરે છે. તે સંરક્ષણ, ઇલેક્ટ્રિક વાહનો માટેના મહત્વપૂર્ણ ઘટકોનું ઉત્પાદન પણ કરે છે અને સોફ્ટવેર ડેવલપમેન્ટમાં પણ છે. કંપનીનું માર્કેટ કેપ 2200 કરોડ રૂપિયા છે.

4/6
image

10 ફેબ્રુઆરી, 2020 ના રોજ BSE પર NIBE લિમિટેડના શેરની કિંમત રૂપિયા 11.62 હતી. જ્યારે 7 ફેબ્રુઆરી, 2025ના રોજ આ શેર રૂપિયા 1591.40 પર હતો. આ રીતે 5 વર્ષમાં શેરે 13595.35 ટકા વળતર આપ્યું હતું. જો કોઈ વ્યક્તિએ 5 વર્ષ પહેલા શેરમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હશે તો આજે તે રકમ 1 કરોડ રૂપિયાથી વધુ થઈ ગઈ હશે.

5/6
image

BSE ડેટા અનુસાર, NIBE લિમિટેડનો શેર છેલ્લા 3 વર્ષમાં 3700 ટકાથી વધુ મજબૂત થયો છે. માત્ર એક સપ્તાહમાં તેમાં 9 ટકાનો વધારો જોવા મળ્યો છે. ડિસેમ્બર 2024ના અંત સુધીમાં પ્રમોટરો પાસે કંપનીમાં 53.08 ટકા હિસ્સો હતો. શેરનો 52-સપ્તાહનો હાઈ રૂપિયા 2,245.40 અને લો રૂપિયા 1,100.05 છે.

6/6
image

(ડિસ્ક્લેમરઃ અહીં માત્ર શેરના પરફોર્મંસની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેરબજારમાં રોકાણ જોખમો અધીન હોય છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય એડવાઇઝરની સલાહ લો)