ભયાનક તોફાન, ભારેથી અતિભારે વરસાદ...240 કિ.મીની ઝડપે ફૂંકાશે પવન, આ રાજ્યોમાં એલર્ટ
Ambalal Patel Forecast: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર, 19 ફેબ્રુઆરીથી ગરમીની શક્યતા દેખાઈ રહી છે. 19 ફેબ્રુઆરીથી 14 એપ્રિલ સુધી રોગીસ્ટ હવામાન રહેશે, જેથી લોકોએ સાવચેતી રાખવી જરૂરી છે. 23 થી ફેબ્રુઆરીના અંત સુધીમાં વાદળવાયુ અને કમોસમી વરસાદના એંધાણ છે.
ગુજરાતના વાતાવરણમાં હાલ મોટી હલચલ જોવા મળી રહી છે. ઠંડીનો પારો અપડાઉન થઈ રહ્યો છે. આવામાં 15 ફેબ્રુઆરીથી વાતાવરણમાં મોટો પલટો આવવા જઈ રહ્યો છે. કારણ કે, એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાતને ઘેરી વળશે, અને હવામાનના મોટા પલટામાં પરિણમશે.
આ રાજ્યોમાં વરસાદની ચેતવણી
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પૂર્વોત્તર આસામ અને ટ્રોપોસ્ફિયરના નીચલા સ્તર પર ચક્રવાતી પરિભ્રમણ સક્રિય છે. ઉત્તર પશ્ચિમ ભારતના મેદાની વિસ્તારોમાં પૂર્વ તરફના પવનો ફૂંકાઈ રહ્યા છે. 130 નોટ (240 કિલોમીટર પ્રતિ કલાક)ની ઝડપ સાથેનું ચક્રવાત દરિયાની સપાટીથી 12.6 કિલોમીટર ઉપર રચાય છે. આ સિવાય 16-17 ફેબ્રુઆરીની રાત્રે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ સક્રિય થઈ રહ્યું છે, જે પશ્ચિમી હિમાલયન ક્ષેત્રને અસર કરી શકે છે.
આ હવામાન પરિસ્થિતિઓની અસરને કારણે આજે અને આવતીકાલે અરુણાચલ પ્રદેશમાં ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, સબ-હિમાલયન પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં પણ વરસાદની શક્યતા છે.
આવતીકાલે સવારે ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ, સિક્કિમમાં ગાઢ ધુમ્મસ થઈ શકે છે. ઉત્તર-પશ્ચિમ, મધ્ય અને પૂર્વ ભારતમાં 21 ફેબ્રુઆરી સુધીમાં લઘુત્તમ તાપમાન ઘટી શકે છે. 16 થી 17 ફેબ્રુઆરીના રોજ ઉત્તર ભારત અને ઉત્તર-પશ્ચિમ ભારતમાં વાદળછાયું આકાશ અને હળવા વરસાદની સંભાવના છે. 19, 20 અને 21 ફેબ્રુઆરીએ પણ વરસાદ પડી શકે છે.
રાજ્યમાં એક જ દિવસમાં તાપમાન 2 થી 5 ડિગ્રી વધી ગયુ છે. પવનની દિશા બદલાતા તાપમાનમાં વધારો થયો છે. જમ્મૂ-કાશ્મીરમાં નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા ગુજરાત પર તેની મોટી અસર જોવા મળી છે. અમદાવાદના લઘુત્તમ તાપમાનમાં એક દિવસમાં 3.5 ડિગ્રીનો વધારો થયો છે. વહેલી સવારે લાગતી ઠંડીના પ્રમાણમાં ઘટાડો થયો છે. પરંતું ત્રણ દિવસ બાદ ફરી ઠંડીમાં સામાન્ય વધારો થઈ શકે છે. જો કે, હાલના દિવસોમાં મિશ્ર ઋતુ રહેતી હોવાના કારણે રોગચાળાના પ્રમાણમાં વધારો થયો છે. સવારે અને રાત્રે ઠંડી તો દિવસના ભાગમાં ગરમીનો અનુભવ થઈ રહ્યો છે.
હવામાને તેના તેવર બતાવવાનું શરૂ થયું અને ઘણા રાજ્યોમાં ભારે વરસાદ થયો. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ સક્રિય છે, જેના કારણે પશ્ચિમ હિમાલયના ક્ષેત્રમાં વાવાઝોડું અને હિમવર્ષા અને વરસાદની શક્યતા છે. આ સંદર્ભે ભારતીય હવામાન વિભાગ (IMD) એ વરસાદને લઈને એલર્ટ જાહેર કર્યું છે. પૂર્વોત્તર બાંગ્લાદેશ પર એક ચક્રવાતી પરિભ્રમણ આવેલું છે, જેના પ્રભાવ હેઠળ અરુણાચલ પ્રદેશમાં 15 ફેબ્રુઆરી સુધી વાદળો અને હિમવર્ષા જોવા મળશે.
ચક્રવાતી પરિભ્રમણના રૂપમાં પશ્ચિમી વિક્ષેપ ઉત્તર અફઘાનિસ્તાનમાં અને તેની આસપાસ સક્રિય છે, જેના કારણે ઉત્તરપૂર્વ ભારતમાં દરિયાની સપાટીથી 12.6 કિમી ઉપર કલાકના 203 કિલોમીટર (110 નોટ)ની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે. આ અસરને કારણે પૃથ્વી પર ઠંડી વધશે. તેની અસરને કારણે, 10-11 ફેબ્રુઆરીના રોજ પશ્ચિમ હિમાલયના ક્ષેત્રમાં તીવ્ર વાવાઝોડા અને પવન સાથે હિમવર્ષા અને વરસાદની સંભાવના છે.
પશ્ચિમ હિમાલય પ્રદેશમાં જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ રાજ્યોનો સમાવેશ થાય છે. હવામાન વિભાગે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ચક્રવાતની ચેતવણી જાહેર કરવામાં આવી છે. જેના કારણે દેશના 10 રાજ્યોમાં વરસાદ સાથે શીત લહેર જોવા મળી શકે છે. દિલ્હીથી અરુણાચલ પ્રદેશ સુધી વરસાદ અને હિમવર્ષાની અસર જોવા મળશે. લઘુત્તમ તાપમાનમાં એકથી બે ડિગ્રીનો ઘટાડો જોવા મળી શકે છે. IMD અનુસાર, હિમાયલ પ્રદેશના વિવિધ વિસ્તારોમાં કોલ્ડવેવની સ્થિતિ યથાવત છે.
હવામાન વિભાગે ઉત્તર-પૂર્વ અને પૂર્વ ભારતના 7 રાજ્યોમાં વરસાદની ચેતવણી આપી છે. પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં 11 થી 15 ફેબ્રુઆરી વચ્ચે વરસાદની શક્યતા. આસામ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરા - હળવો વરસાદ અને તેજ પવનની અપેક્ષા છે રાત્રી અને સવારના સમયે હળવી ઠંડી રહેશે.
દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 24-26 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેવાની ધારણા છે. ઘુમ્મસની શક્યતા ઓછી છે, પરંતુ કેટલાક વિસ્તારોમાં હળવા ઝાકળ રહી શકે છે. હવામાન વિભાગે કહ્યું કે ઉત્તર ભારતમાં ધીમે ધીમે ઠંડી ઓછી થશે અને દિવસ તડકો રહેશે. ઉત્તરપૂર્વ ભારત અને બંગાળમાં 15 ફેબ્રુઆરી સુધી વરસાદ અને હિમવર્ષા ચાલુ રહી શકે છે.
Trending Photos