Love Life Of Rekha: અમિતાભ બચ્ચન જ નહીં રેખાના અફેરનું લિસ્ટ છે લાંબુ, 18 વર્ષના નાના હીરો સાથે પણ ચાલ્યું હતું ચક્કર
Love Life Of Actress Rekha: બોલીવુડની સદાબહાર અભિનેત્રી રેખાનું જીવન રહસ્યમયી રહ્યું છે. ખાસ કરીને તેની લવ લાઈફ હંમેશા ચર્ચામાં રહી છે. રેખા અને અમિતાભ બચ્ચની લવ સ્ટોરી સૌથી વધુ ચર્ચામાં રહી છે. પરંતુ ફક્ત બીગ બી જ નહીં રેખાનું નામ અન્ય કલાકારો સાથે પણ જોડાયું છે. એક વખત તો રેખા પોતાનાથી 13 વર્ષ નાના એક્ટરના પ્રેમમાં પડી હતી.
રેખા-અમિતાભ બચ્ચન
રેખા અને અમિતાભ બચ્ચનના અફેરની ચર્ચા સૌથી વધુ થઈ હતી. રેખાના કારણે બચ્ચન પરિવારમાં ભારે સમસ્યાઓ સર્જાઈ હતી. જો કે તેમના પ્રેમને નામ ન મળ્યું કારણ કે અમિતાભ બચ્ચન પરિણીત હતા અને તે પોતાના પરિવારને છોડી શકે તેમ ન હતા.
રેખા અને વિનોદ મેહરા
રેખાનું નામ તેના કો-સ્ટાર વિનોદ મેહરા સાથે પણ જોડાયું છે. તેમણે છુપાઈને લગ્ન પણ કરી લીધા હતા. પરંતુ વિનોદ મેહરાની માતાએ રેખાને સ્વીકારી નહીં તેથી તેઓ અલગ થઈ ગયા.
રેખા અને સંજય દત્ત
રેખા અને સંજય દત્ત પણ એકબીજાની નજીક આવી ગયા હતા. પરંતુ આ સંબંધોની ખબર નરગિસની પડી ગઈ હતી. નરગિસે રેખાને ખરી-ખોટી સંભળાવી અને બંનેના સંબંધ પુરા થઈ ગયા.
રેખા અને અક્ષય કુમાર
1996 માં રેખા અને અક્ષય કુમારે ખિલાડિયો કા ખિલાડી ફિલ્મમાં સાથે કામ કર્યું હતું. આ દરમિયાન તેમના અફેરની અફવા ઊડી હતી. રેખાનું તેનાથી 13 વર્ષ નાના અક્ષય કુમાર સાથે અફેર ચાલ્યું હતું. રેખા અક્ષય કુમાર માટે જમવાનું પણ લઈ જતી. આ વાત રવિનાને પસંદ ન હતી કારણ કે તે સમયે રવિના અને અક્ષય કુમાર એકબીજા સાથે રિલેશનશીપમાં હતા.
Trending Photos