ICCએ કરી મોટી જાહેરાત...ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા શુભમન ગિલને મળી મોટી ભેટ
Shubman Gill : ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ભારતના દિગ્ગજ બેટ્સમેન શુભમન ગિલને મોટી ભેટ મળી છે. શુભમન ગિલે તાજેતરમાં ઈંગ્લેન્ડ સામે રમાયેલી ત્રણ મેચની વન ડે શ્રેણીમાં ધમાકેદાર બેટિંગ કરી હતી. જેના કારણે તેને મોટો ફાયદો થયો છે.
Shubman Gill : ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ભારતના દિગ્ગજ બેટ્સમેન શુભમન ગિલને મોટી ભેટ મળી છે. ICC એ એક મોટી જાહેરાત કરી છે. ICC એ તેની તાજેતરની ODI રેન્કિંગ જાહેર કરી છે.
ટીમ ઈન્ડિયાના ઓપનર શુભમન ગીલે તાજેતરની ICC ODI રેન્કિંગમાં મોટો ફાયદો થયો છે. શુભમન ગિલ તાજેતરની ICC ODI રેન્કિંગમાં વિશ્વનો નંબર-2 બેટ્સમેન બની ગયો છે. શુભમન ગિલ 781 રેટિંગ પોઈન્ટ સાથે ODI રેન્કિંગમાં બીજા સ્થાને આવી ગયો છે.
શુભમન ગિલ તાજેતરમાં ઈંગ્લેન્ડ સામે રમાયેલી ત્રણ મેચની વનડે શ્રેણીમાં ધમાકેદાર બેટિંગ કરી હતી. શુભમન ગિલે ઈંગ્લેન્ડ વિરુદ્ધ 3 વનડે મેચમાં 86.33ની એવરેજથી 259 રન બનાવ્યા હતા. શુભમન ગિલને તેના શ્રેષ્ઠ પ્રદર્શન માટે 'મેન ઓફ ધ સિરીઝ' જાહેર કરવામાં આવ્યો હતો. શુભમન ગીલે હવે ODI રેન્કિંગમાં ટોપ પર રહેલા પાકિસ્તાની બેટ્સમેન બાબર આઝમથી થોડોક જ દૂર છે.
તાજેતરની ICC ODI રેન્કિંગમાં પાકિસ્તાની બેટ્સમેન બાબર આઝમ 786 રેટિંગ પોઈન્ટ સાથે ટોપ પર છે. ભારતીય બેટ્સમેન શુભમન ગિલ 781 રેટિંગ પોઈન્ટ સાથે બીજા સ્થાને છે. ત્રીજા નંબર પર ભારતીય કેપ્ટન રોહિત શર્માનું નામ આવે છે. તાજેતરની ICC ODI રેન્કિંગમાં રોહિત શર્માના 773 રેટિંગ પોઈન્ટ છે.
ICC ચેમ્પિયન્સ ટ્રોફી 19 ફેબ્રુઆરીથી પાકિસ્તાન અને UAEની ધરતી પર શરૂ થશે. આ દરમિયાન ODI રેન્કિંગમાં ભારત અને પાકિસ્તાનના બેટ્સમેનો વચ્ચે જોરદાર જંગ જોવા મળશે. ભારત 20 ફેબ્રુઆરીએ બાંગ્લાદેશ સામેની મેચ સાથે ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ટૂર્નામેન્ટમાં તેની શરૂઆત કરશે.
ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ 23 ફેબ્રુઆરીએ દુબઈમાં રમાશે. 2 માર્ચે ટીમ ઈન્ડિયા ન્યૂઝીલેન્ડ સામે ટકરાશે. જો ભારત ચેમ્પિયન્સ ટ્રોફી ટૂર્નામેન્ટમાં આગળ વધે છે, તો તે દુબઈમાં સેમી ફાઈનલ અને ફાઈનલ સહિત તેની તમામ મેચ રમશે.
Trending Photos