1 કલાક 26 મિનિટની ભયંકર હોરર ફિલ્મ..., બોક્સઓફિસ પર ટંકશાળ પડી, 6 લાખનો ખર્ચો અને કમાણી 800 કરોડ
Biggest Blockbuster Movie: આજે અમે તમને 18 વર્ષ જૂની એક એવી ફિલ્મ વિશે જણાવીશું જે અત્યાર સુધીની સૌથી હિટ ફિલ્મ કહી શકાય. આ ફિલ્મના અનેક પાર્ટ આવી ગયા છે અને બધાએ છપ્પરફાડ કમાણી કરીને બોક્સઓફિસ ગજવેલી છે. જો કે આ ફિલ્મ એકલા જોવાની તો ભૂલેચૂકે હિંમત ન કરતા. કારણ કે બની શકે કે પછી તમને એવો અહેસાસ થાય કે મારી આજુબાજુ કોઈ છે. આવું અમે નથી કહેતા પરંતુ ફિલ્મમાં દેખાડવામાં આવ્યું છે. જાણો આ ફિલ્મ વિશે.
સૌથી વધુ કમાણી
1 કલાક 26 મિનિટની આ ફિલ્મ આજથી લગભગ 18 વર્ષ પહેલા રિલીઝ થઈ હતી. 2007માં આવેલી આ ફિલ્મમાં કઈક એવું દેખાડવામાં આવ્યું છે જેને જોયા બાદ તમે ખૌફમાં આવી જશો. આ ફિલ્મમાં કેટલાક દ્રશ્યો તો એટલા ખતરનાક છે કે તમે રાતે એક રૂમમાંથી બીજા રૂમમાં જતા પણ દસ વાર વિચાર કરશો.
રૂવાડાં ઊભા થઈ જશે
આ અમેરિકન ફિલ્મનું નામ છે પેરાનોર્મલ એક્ટિવિટી. જે એક હોરર ફિલ્મ છે. આ ફિલ્મ ઓરન પેલીએ બનાવી હતી. ફિલ્મના અત્યાર સુધીમાં સાત પાર્ટ આવી ગયા છે. આ સાતેય પાર્ટમાં અલગ અલગ કહાની દેખાડવામાં આવી છે. જે એવા દહેશતભર્યા મંજર દેખાડશે કે તમે દિવસના પણ ધ્રુજી જશો.
શું છે કહાની
પેરાનોર્મલ એક્ટિવિટીના પહેલા પાર્ટમાં એક કપલની કહાની છે. આ બંનેના નામ કેટી અને મીકા છે. બંને કેલિફોર્નિયાના એક ઘરમાં નવા નવા શિફ્ટ થયા છે. ફિલ્મમાં આ બંનેને અજીબ ચીજોનો અહેસાસ થાય છે. ઘરમાં ઘટતી આ વાતોને રેકોર્ડ કરવા માટે બંનેએ સીસીટીવી કેમેરા લગાવ્યા. જેમ જેમ ફિલ્મ આગળ વધે છે કહાની અને રહસ્ય બંને ગૂંચવાતા જાય છે.
6 લાખના બજેટની ફિલ્મ
પેરાનોર્મલ એક્ટિવિટીના બાકી પાર્ટ્સની વાત કરીએ તો 2007 બાદ 2010, 2011,2012,2014, 2015 અને છેલ્લી ફિલ્મ 2021માં રિલીઝ થઈ હતી. ખાસ વાત છે એ છે કે આ ફિલ્મનું કુલ બજેટ માત્ર 6 લાખ હતું. આવું એટલા માટે કારણ કે ફિલ્મના ક્રુ અને ચાર કલાકારોને લઈને આ ફિલ્મ બની હતી. જેના કારણે બજેટ લિમિટેડ રહ્યું.
મોસ્ટ પ્રોફિટેબલ ફિલ્મ
આ ફિલ્મે લગભગ 800 કરોડનું કલેક્શન કર્યું હતું. કોઈ પણ હોરર ફિલ્મથી આટલું કલેક્શન થવું એ મોટી વાત કહી શકાય. પૂરી સિક્વલની વાત કરીએ તો કુલ 230 કરોડમાં ફિલ્મ બની અને ટોટલ કલેક્શન 7320 કરોડ રૂપિયાનું થયું. આથી આ ફિલ્મ દુનિયાની મોસ્ટ પ્રોફિટેબલ હોરર ફિલ્મ બની.
Trending Photos