આખરે બની ગયો સફળતા અપાવનારો ઈત્થશાલ યોગ, 5 રાશિઓનું ભાગ્ય સોના જેવું ચમકશે, ધનના ઢગલા કરાવશે!

બુધવારે 12 ફેબ્રુઆરીના રોજ સૂર્ય પણ કુંભ રાશિમાં ગોચર કરી ચૂક્યા છે. આ રાશિમાં પહેલેથી શનિ બિરાજમાન છે અને માર્ચના અંત સુધી રહેશે. શનિ ગ્રહ સ્વરાશિમાં છે એટલે અહીં તેઓ મજબૂત સ્થિતિમાં રહે છે. જ્યોતિષાચાર્યોના જણાવ્યાં મુજબ 12 ફેબ્રુઆરીના રોજ કુંભ રાશિમાં સૂર્ય અને શનિની આ યુતિ એક ખગોળીય ઘટના છે. જ્યોતિષ ભાષામાં આ પ્રકારની યુતિને ઈત્થશાલ યોગ પણ કહે છે. સૂર્ય અને શનિની આ યુતિને મહાયુતિ પણ કહેવાય છે. જે કુંભ રાશિમાં 12 મહિના બાદ બની છે. આ યુતિ અનુશાસન, નવી સોચ, આર્થિક ફેરફારનો સંકેત દર્શાવે છે. 

કુંભ રાશિમાં સૂર્ય શનિની યુતિનું મહત્વ

1/8
image

વૈદિક જ્યોતિષ મુજબ કુંભ રાશિચક્રની 11મી રાશિ છે જે વાયુ તત્વ પ્રધાન હોય છે. આ રાશિમાં સૂર્ય શનિની યુતિ નવી વિચારધારા અને ઈનોવેશન માટે લાભકારી હોય છે. આથી આ યુતિ સમાજ અને ટેક્નોલોજીના ક્ષેત્રોમાં નવા ફેરફાર લાવનારી રહેશે. રોકાણ અને ટેક્નોલોજીના ક્ષેત્રોમાં સકારાત્મક ફેરફાર જોવા મળી શકે છે. વ્યક્તિગત અને વ્યવસાયિક અનુશાસનની સાથે કાર્યક્ષેત્રમાં અનુશાસન અને કર્મઠતા વધશે. આ સમય લોકોએ પોતાની ભૂલોમાંથી શીખવાનો અને લાંબા ગાળાના લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રિત કરવાની તક આપનારો રહેશે. આ ઉપરાંત આ યુતિ સરકાર અને પ્રશાસનમાં સુધારનો સંકેત દર્શાવે છે અને ન્યાય તથા કાયદા વ્યવસ્થામાં સુધારાની સંભાવના રહેશે.   

કુંભ રાશિમાં સૂર્ય-શનિના ઈત્થશાલની રાશિઓ પર અસર

2/8
image

સૂર્ય અને શનિ વચ્ચે ઈત્થશાલ યોગ બનવાથી એક વિશેષ જ્યોતિષીય સંયોગ ઊભો થશે જે તમામ રાશિઓ માટે સૌભાગ્યદાયક સિદધ થઈ શકે છે. આ યોગ કર્મ, નેતૃત્વ, અનુશાસન અને પ્રતિષ્ઠાને બળ આપશે અને 5 રાશિઓને તે અપાર સફળતા અપાવી શકે છે. સૂર્ય શનિના ઈચ્થશાલ યોગના કારણે કેટલીક રાશિઓને આર્થિક, કરિયર અને સામાજિક ક્ષેત્રે જબરદસ્ત સફળતા મળી શકે છે. આ યોગ નેતૃત્વ, અનુશાસન અને લાંબા ગાળાની સફળતાને પ્રોત્સાહન આપશે. આ રાશિના જાતકો જો સમયનો યોગ્ય ઉપયોગ કરે તો આવનારા સમયમાં તેમને ધન, સન્માન અને પ્રસિદ્ધિ મળશે. જાણો આ લકી રાશિઓ વિશે...

વૃષભ રાશિ

3/8
image

સૂર્ય શનિના ઈત્થશાલ યોગથી વૃષભ રાશિના જાતકોની કરિયરમાં ઉન્નતિ થશે. જે લોકો સરકારી નોકરી કે પ્રશાસનિક સેવાઓમાં છે તેમને પ્રમોશન કે સન્માન મળવાના યોગ છે. તમને મોટો આર્થિક લાભ થાય તેવા યોગ છે. રોકાણ અને વેપારમાં લાભ થઈ શકે છે. ખાસ કરીને ટેક્નોલોજી અને શિક્ષણના ક્ષેત્રોમાં.  કોઈ જૂનો વિવાદ ઉકેલાઈ શકે છે. જેનાથી માનસિક રાહત મળશે. વિદેશ મુસાફરી કે ઉચ્ચ શિક્ષણની તકો મળી શકે છે. આ મુસાફરી વ્યાપારિક કે શૈક્ષણિક હેતુથી થઈ શકે છે. 

મિથુન રાશિ

4/8
image

મિથુન રાશિના જાતકોને જીવનમાં અનેક નવી તકો મળી શકે છે. નોકરી અને બિઝનેસમાં સારી તકો મળી શકે છે. ખાસ કરીને ક્રિએટિવ ફિલ્ડમાં. આ યોગની અસરથી ધનમાં વધારાના પ્રબળ સંકેત છે. આવકના નવા નવા સ્ત્રોત ખુલી શકે છે. પ્રોપર્ટી અને શેર બજારથી શાનદાર નફો થઈ શકે છે. આ સમય કરિયરમાં ઉન્નતિ માટે સારો છે. જો તમે વિદેશમાં કામ કે અભ્યાસ કરવા માંગતા હોવ તો આ સમય અનુકૂળ રહેશે. 

સિંહ રાશિ

5/8
image

સિંહ રાશિના જાતકો માટે આ સફળતાનો સમય છે. સિંહ આત્મા, આત્મબળ, હાજસી કર્મના સ્વામી સૂર્યની રાશિ છે. જેનાથી આ રાશિવાળાને પોતાના પરિશ્રમનું પૂરેપૂરું ફળ મળશે. કોઈ નવો પ્રોજેક્ટ કે બિઝનેસમાં નવા કોન્ટ્રાક્ટ મળી શકે છે. જેનાથી આર્થિક મજબૂતી આવશે. કૌટુંબિક અને સામાજિક ક્ષેત્રમાં પ્રતિષ્ઠા અને માન સન્માન વધશે. કરિયરમાં મોટી જવાબદારી મળવાના સંકેત છે. જે ભવિષ્ય માટે લાભકારી સાબિત થશે. 

કુંભ રાશિ

6/8
image

કુંભ રાશિ શનિદેવની મૂળ ત્રિકોણ રાશિ છે. આ રાશિમાં સૂર્ય અને શનિની યુતિ એટલે ઈત્થશાલ યોગથી આ રાશિના જાતકોમાં દ્રઢ નિશ્ચય અને આત્મવિશ્વાસ વધશે. સૂર્ય અને શનિનો આ યોગ તમારા આત્મબળને વધારશે અને નેતૃત્વ ક્ષમતાને નિખારશે. કરિયરના ક્ષેત્રમાં સફળતા અને પ્રમોશનના યોગ બની રહ્યા છે. લોંગ ટર્મ પ્લાનિંગ માટે આ યોગ્ય સમય છે. જો કોઈ મોટો નિર્ણય લેવા માંગતા હોવ તો આ સમય અનુકૂળ રહેશે. 

મીન રાશિ

7/8
image

મીન રાશિના જાતકોમાં આ યોગથી સાહસ અને નિર્ણય ક્ષમતાનો વધારો થઈ શકે છે. આ સમય તમને કોઈ મોટા નિર્ણય લેવાની હિંમત આપશે, જેનાથી કરિયર અને વ્યવસાયમાં લાભ થશે. તમારી અંતર નેતૃત્વ ક્ષમતા વિક્સિત થશે, જેનાથી નોકરી કે રાજકારમમાં ઉન્નતિ થશે. શત્રુઓ પર વિજય મળશે. જે લોકો કોર્ટ કેસ કે કોઈ કાનૂની મામલામાં ગૂંચવાયા છે તેમને રાહત મળશે. ઉચ્ચ શિક્ષણના ઈચ્છુક લોકોને સારી તકો મળી શકે છે. 

Disclaimer:

8/8
image

અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.