શનિ-મંગળ બનાવશે શક્તિશાળી રાજયોગ, આ રાશિના જાતકોને ચાંદી જ ચાંદી, ધનલાભ સાથે નોકરી-ધંધામાં મળશે સફળતા
Navpancham Rajyog 2025: એપ્રિલ મહિનામાં મંગળ અને શનિ એકબીજાથી 120 ડિગ્રી પર હશે. જેનાથી નવપંચમ રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે. તેવામાં આ ત્રણ રાશિના જાતકોને ખુબ લાભ મળી શકે છે.
નવપંચમ રાજયોગ 2025
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિને સૌથી શક્તિશાળી ગ્રહોમાં માનવામાં આવે છે, કારણ કે તે સૌથી વધુ સમય લઈને રાશિ પરિવર્તન કરે છે. આ સમયે શનિ કુંભ રાશિમાં બિરાજમાન છે. શનિ દેવ હોળી બાદ નવપંચમ રાજયોગનું નિર્માણ કરી રહ્યાં છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 5 એપ્રિલ સવારે 6 કલાક 31 મિનિટે શનિ અને મંગળ એકબીજાથી 120 ડિગ્રી પર હશે, જેનાથી નવપંચમ રાજયોગનું નિર્માણ થશે. આ રાજયોગનું નિર્માણ થવાથી કેટલાક જાતકોને લાભ મળશે, તો કેટલીક રાશિઓએ સંભાળીને ચાલવાની જરૂર છે. આવો જાણીએ હોળી બાદ બનનાર નવપંચમ રાજયોગથી કયા જાતકોને લાભ થઈ શકે છે.
મેષ રાશિ
મેષ રાશિના જાતકો માટે નવપંચમ રાજયોગ ખુબ લાભકારી સાબિત થઈ શકે છે. આ સમયે તમે યાત્રા કરી શકો છો. જેનાથી લાભ થઈ શકે છે. લાંબા સમયથી અટવાયેલા કામ થઈ શકે છે. નાના ભાઈની સાથે કોઈ વાતને લઈને વિવાદ થઈ શકે છે. તેનાથી તમને ખુબ લાભ મળી શકે છે. માતા-પિતા, ગુરૂનો સહયોગ મળશે, જેનાથી તમે તમારૂ લક્ષ્ય હાસિલ કરી શકો છો. નોકરી શોધી રહેલા જાતકોને પણ નવી તક મળી શકે છે. જો તમે વેપાર કરો છો તો તેમાં પણ સારો લાભ થઈ શકે છે.
સિંહ રાશિ
આ રાશિના જાતકો માટે પણ મંગળ-શનિનો નવપંચમ રાજયોગ ખુશીઓ લઈને આવશે. તમને ભૌતિક સુખની પ્રાપ્તિ થશે. આ સાથે આવકના નવા સ્ત્રોત ખુલશે. ભાઈ-બહેન સાથે સારો સમય પસાર થશે. આર્થિક સ્થિતિ સારી રહેવાની છે. આ સાથે તમે બચત કરવામાં સફળ થશો. કરિયરના ક્ષેત્રમાં તમને લાભ મળી શકે છે. પગાર વધારા સાથે તમારૂ પ્રમોશન થઈ શકે છે. પરિવારની સાથે સમય પસાર થશે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા જાતકોને સફળતા મળી શકે છે.
કન્યા રાશિ
આ રાશિના જાતકોના જીવનમાં ખુશીઓનું આગમન થશે. આ રાશિના જાતકો પોતાના કરિયર પર ફોકસ કરશે. આ સાથે તમારા કામને જોઈને ઉચ્ચઅધિકારીઓ પ્રસન્ન થઈ શકે છે. તેવામાં તમને વધારાની જવાબદારી સોંપી શકે છે. સમાજમાં તમારા માન-સન્માનમાં વધારો થશે. બિઝનેસમાં વિસ્તાર જોવા મળી શક છે. જીવમાં તમે કંઈક સારૂ કરવા વિશે વિચારી શકો છો. લવ લાઇફ સારી રહેવાની છે.
ડિસ્ક્લેમર
આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.
Trending Photos