ગુજરાતમાં ફરી 16 કરોડનું ઇન્જેક્શન અપાયું; અમેરિકાથી કોલ્ડચેઇન બનાવી 72 કલાકમાં અમદાવાદ પહોંચ્યું!

ગુજરાતમાં બેસી પણ ન શકતું બાળક ઈન્જેકશન બાદ સ્વસ્થ થયું. 20 મહિનાના બાળકને બચાવવા લોકોએ ફંડ ભેગું કરી ૧૬ કરોડનું ઈન્જેક્શન અપાવ્યું. યુએસથી કોલ્ડચેઈન બનાવી ૭૨ કલાકમાં ઈન્જેક્શન અમદાવાદ લવાયું.

ગુજરાતમાં ફરી 16 કરોડનું ઇન્જેક્શન અપાયું; અમેરિકાથી કોલ્ડચેઇન બનાવી 72 કલાકમાં અમદાવાદ પહોંચ્યું!

ઝી બ્યુરો/સાબરકાંઠા: આજથી આશરે 4 વર્ષ પહેલાં ધૈર્યરાજસિંહ રાઠોડને બચાવવા આખું ગુજરાતે માનવતાના દર્શન કરાવીને 16 કરોડ રૂપિયા ભેગા કરીને બાળકનો જીવ બચાવ્યો હતો. હવે હિંમતનગરના મુસ્લિમ પરિવારનું 20 મહિનાનું બાળક દુર્લભ બીમારીથી ગ્રસ્ત હતો. આ કિસ્સામાં પણ લોકોએ ફંડ ભેગું કરીને 16 કરોડ રૂપિયાની રકમ ભેગી કરીને અમેરિકાથી કોલ્ડચેઈન બનાવીને 72 કલાકમાં ઈન્જેક્શન ગુજરાત પહોંચ્યું હતું અને બાળકનો જીવ બચાવવામાં આવ્યો હતો. ઈન્જેક્શન અપાયા બાદ બાળકની તબિયત સુધારા પર છે.

આ ઈન્જેક્શન માઈનસ 70 ડિગ્રીમાં વિમાન મારફતે ગુજરાત લવાયું
આ ઘટના વિશે વાત કરતા જણાવ્યું હતું કે, હિંમતનગરના મુસ્લિમ પરિવારના 20 મહિનાના બાળકનો જીવ બચાવવા ગુજરાતીઓએ ફરી એકવાર દિલ ખોલીને મદદ કરી છે. 13મી ફેબ્રુઆરીએ અમદાવાદની હોસ્પિટલમાં અમેરિકાથી આવેલું ઈન્જેક્શન અપાયું હતું. USથી કોલ્ડચેઇન બનાવી 72 કલાકમાં ઈન્જેક્શન ગુજરાત પહોંચાડવામાં આવ્યું હતું. તમને જણાવી દઈએ કે આ ઈન્જેક્શન માઈનસ 70 ડિગ્રીમાં તાપમાનમાં વિમાન મારફત લવાયું હતું. 

બાળકને એસએમએ ટાઈપ-1ની બીમારી
20 મહિનાના બાળકના પરિવારજનો કહી રહ્યા છે કે, બાળકનો જન્મ થયો ત્યારે પરિવારને આ ગંભીર બીમારી વિશે જાણ નહોતી, પરંતુ રિપોર્ટ કરાવ્યા બાદ પરિવારજનોના હોંશ ઉડી ગયા હતા. બાળકને એસએમએ ટાઈપ-1ની બીમારી હોવાનું સામે આવ્યું હતું. 

ઈન્જેક્શનના ચાર કલાક પછી બાળક સ્વસ્થ થયું
ઈન્જેક્શન આપતાં પહેલાં બાળકને આઈસીયુમાં વેન્ટિલેટર બેકઅપ સાથે રખાયું હતું. ધીમે ધીમે દોઢેક કલાક નસ મારકતે બાળકને ઈન્જેક્શન અપાયું હતું. ચાર કલાક પછી બાળક સ્વસ્થ થયું હતું અને હવે ત્રણ મહિના નિરીક્ષણ પર રખાશે. આ બીમારીમાં બાળક બેસી શકતું નથી પણ ઈન્જેક્શન અપાયા બાદ બેસી શકે છે. અમુક બાળકો પોતાની રીતે ચાલતાં થાય છે. ડોક્ટરો જણાવે છે કે દર 40માંથી એક વ્યક્તિમાં એસએમએ રોગના જીન્સ હોય છે. એવા દંપતી ભેગા થાય કે જે બંનેમાં આ રોગના જીન્સ હોય તો તેમને જે સંતાન થાય તેને આ રોગ થવાની શક્યતા 25 ટકા હોય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news