પ્રયાગરાજમાં ગમખ્વાર અકસ્માત, બસ અને બોલેરો કાર વચ્ચે અથડામણમાં 10 શ્રદ્ધાળુઓના મોત, 19 ઘાયલ
મહાકુંભમાં સંગમ સ્નાન કરવા જઈ રહેલા શ્રદ્ધાળુઓ આ અકસ્માતનો ભોગ બન્યા. બસ અને કાર વચ્ચે અથડામણ થઈ જેમાં 10 લોકોના જીવ ગયા અને અનેક ઘાયલ થયા.
Trending Photos
પ્રયાગરાજમાં હાલ મહાકુંભ યોજાયેલો છે. આ દરમિયાન પ્રયાગરાજ-મિર્જાપુર હાઈવે પર શુક્રવારે રાતે બોલેરો કાર અને બસમાં જોરદાર અથડામણ થઈ. આ અકસ્માતમાં 10 લોકોના મોત થયા. જ્યારે 19 લોકો ઘાયલ થયા છે. અકસ્માતનો ભોગ બનેલા લોકો છત્તીસગઢના કોરબા જિલ્લાના રહીશ હતા. બોલેરો સવાર તમામ 10 શ્રદ્ધાળુઓ સંગમ સ્નાન માટે આવી રહ્યા હતા. અકસ્માતમાં બસમાં સવાર 19 શ્રદ્ધાળુઓ પણ ઘાયલ થયા છે. જે સંગમ સ્નાન બાદ વારાણસી જઈ રહ્યા હતા. તમામ ઘાયલોને સીએચસી રામનગરમાં ભરતી કરાયા છે. બસમાં સવાર તમામ શ્રદ્ધાળુઓ મધ્ય પ્રદેશના રાજગઢ જિલ્લાના રહીશ છે.
અકસ્માત બાદ સૂચના મળતા અધિકારીઓ પહોંચી ગયા અને તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવાયા છે. ઘાયલોને હોસ્પિટલ ખસેડાયા છે. બસ્તીમાં પણ ભીષણ રોડ અકસ્માત થઈ ગયો. એવું કહેવાય છે કે મૃતકોમાં તમામ પુરુષો સામેલ છે. તમામની ઉંમર 25 વર્ષથી 45 વર્ષ વચ્ચે હોવાનું કહેવાય છે.
બસ્તીના પેકવાલિયા પોલીસ મથક વિસ્તારના ગૌર બભનાન માર્ગ પર ટ્રેક્ટર-ટ્રોલીમાં પૂરપાટ ઝડપે કારને પાછળથી ટક્કર મારી દીધી. અકસ્માતમાં ચાર લોકોના મોત થયા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે