8 મહિના બાદ સુનીતા વિલિયમ્સ ધરતી પર પરત ફરશે, Elon Susk નું 'ડ્રેગન' પરત લાવશે
અવકાશમાં ફસાયેલા સુનીતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર જલ્દી ધરતી પર પરત આવશે. તાજેતરમાં એક ટીવી ચેનલ સાથે થયેલી વાતચીતમાં બુચ વિલ્મોરે જણાવ્યું કે આગામી મહિને ક્રૂ-10ને લઈ એક સ્પેસક્રાફ્ટ આવશે, જે તેમને પૃથ્વી પર પરત લાવશે.
Trending Photos
નવી દિલ્હીઃ ભારતની દીકરી સુનીતા વિલિયમ્સ અંગે આખરે મોટા સમાચાર સામે આવ્યા... અમેરિકાની સ્પેસ એજન્સી નાસાએ જાહેરાત કરી કે 19 માર્ચે સુનીતા અને બુચ વિલ્મરને ધરતી પર પાછા લાવવામાં આવશે... ત્યારે નાસા કઈ રીતે બંને અવકાશયાત્રીને પૃથ્વી પર લાવશે?... સ્પેસ એક્સની ક્રૂ ડ્રેગન કેપ્સૂલ શું છે?... જોઈશું આ રિપોર્ટમાં...
કહેવત છે કે ન જાણ્યું જાનકીનાથે કાલ સવારે શું થવાનું છે?... આવું જ કંઈક ભારતની દીકરી અને એસ્ટ્રોનોટ સુનીતા વિલિયમ્સ સાથે થયું... જૂન મહિનામાં માત્ર 8 દિવસના મિશન માટે અવકાશમાં ગયેલી સુનીતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર ફસાઈ ગયા... જોકે આઠ મહિનાનો લાંબો સમચ પસાર કર્યા પછી નાસાના અનુભવી અંતરિક્ષયાત્રી સુનીતાનું મિશન માર્ચમાં પૂરું થઈ રહ્યું છે...
અંતરિક્ષમાં સાથી યાત્રી બુચ વિલ્મોરે જણાવ્યું કે....
ક્રૂ-10 મિશન 12 માર્ચે પૃથ્વી પરથી લોન્ચ થશે...
તે ISS પર 6 મહિનાના મિશન માટે ડોક કરશે....
સુનીતા વિલિયમ્સ હાલમાં પ્રયોગશાળાના કમાન્ડર છે...
તેમનું કામ નવા અંતરિક્ષ સ્ટેશન કમાન્ડરને સોંપવામાં આવશે...
આ હસ્તાંતરણ 1 અઠવાડિયાની અંદર પૂરું થશે...
ત્યારબાદ બંને અવકાશયાત્રી ડ્રેગન સ્પેસ યાનમાં સવાર થશે...
ડ્રેગન યાન 19 માર્ચે પૃથ્વી પર પાછું આવશે.
અમેરિકામાં હવે ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર છે... તેમણે સ્પેસ એક્સના માલિક એલન મસ્કને અપીલ કરી હતી કે વિલ્મોર અને સુનીતાને ઝડપથી પૃથ્વી પર લાવવામાં મદદ કરે... બસ પછી શું જોઈએ?... સ્પેસએક્સ અને નાસાએ આ મિશન ઝડપથી શરૂ કરવાનું નક્કી કર્યુ...
હવે તમારા મનમાં સવાલ થતો હશે કે સ્પેસ એક્સની ક્રૂ ડ્રેગન કેપ્સૂલ શું છે?...
સ્પેસ એક્સની ડ્રેગન ક્રૂ ખાસ પ્રકારની કેપ્સૂલ છે...
તેને ફાલ્કન-9 રોકેટથી લોન્ચ કરવામાં આવે છે...
તેમાં એક વખતમાં 7 અવકાશયાત્રી મોકલી શકાય છે..
તે રી-યુઝેબલ એટલે ફરી ઉપયોગમાં લઈ શકાય છે..
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે