બર્થડે કેક કાપવાના બહાને હેવાન શિક્ષકે યુવતી સાથે હોટલમાં માણ્યું શરીરસુખ, અચાનક તબિયત લથડતાં...

હિંમતનગર તાલુકાના એક ગામની હાઈસ્કૂલના શિક્ષકે ધો-10ની સગીર વિદ્યાર્થિનીને બર્થડે હોવાથી કેક કાપવાની છે. કહી દરામલી બસ સ્ટેન્ડ બોલાવડાવી ઈડર રોડ પરના ગેસ્ટ હાઉસમાં લઈ જઈ દુષ્કર્મ આચરી સગીરાને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા બાદ ધમકી આપી એકલી મૂકી ફરાર થઈ ગયો હતો.

બર્થડે કેક કાપવાના બહાને હેવાન શિક્ષકે યુવતી સાથે હોટલમાં માણ્યું શરીરસુખ, અચાનક તબિયત લથડતાં...

શૈલેષ ચૌહાણ/સાબરકાંઠા: શિક્ષણ જગતને લાંછન રૂપ કિસ્સો હિંમતનગર ખાતે સામે આવ્યો છે. હિંમતનગરના ગ્રામ્ય પંથકની એક હાઈસ્કૂલના શિક્ષક દ્વારા એ હાઈસ્કૂલમાં જ અભ્યાસ કરતી ધોરણ.10ની વિદ્યાર્થીનીને પિંખી નાખી છે. વિદ્યાર્થીનીના પરિવાર દ્વારા પોલીસને જાણ કરાતા પોલીસે આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. 

હિંમતનગર તાલુકાના ગ્રામ્ય પોલીસ મથકની હદમાં આવતા એક ગામમાં ત્રણ દિવસ અગાઉ હાઈ સ્કૂલમાં ફરજ બજાવતા શિક્ષક દ્વારા એ જ હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને લલચાવી ફોસલાવી હિંમતનગર ઇડર હાઇ-વે પર આવેલા એક ગેસ્ટ હાઉસમાં લઈ જવામાં આવી હતી અને ત્યાં વિદ્યાર્થીની સાથે હેવાન શિક્ષક દ્વારા દુષ્કર્મ આચારવામાં આવ્યું હતું. જો કે શિક્ષક દ્વારા જન્મદિવસની પાર્ટી હોવાનું કહી વિદ્યાર્થીનીને ખોટું આઈકાર્ડ બતાવી ગેસ્ટ હાઉસમાં લઈ જવામાં આવી હતી અને ગેસ્ટ હાઉસમાં વિદ્યાર્થીની સાથે હેવાન શિક્ષકે દુષ્કર્મ હતું. 

જો કે આ સમય દરમિયાન વિદ્યાર્થીનીની શારીરિક સ્થિતિ નાજુક થતા તેને હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં મૂકી શિક્ષક ફરાર થઈ ચૂક્યો હતો. જોકે સમગ્ર બાબતેની જાણ પરિવારજનોને થતા પરિવારજનોએ શિક્ષક વિરુદ્ધ હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જોકે ફરિયાદના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી અને આરોપીની ધરપકડ કરી હતી.

હાઈસ્કૂલમાં ફરજ બજાવતો નરાધમ શિક્ષક રાહુલ પરમાર શાળાના વિદ્યાર્થીઓને અંગ્રેજી તેમજ સંસ્કૃત વિષયનું અભ્યાસ કરાવતો હતો. પરંતુ વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચરનાર શિક્ષક સામે ગ્રામજનો તેમજ હિંમતનગર સહિત સાબરકાંઠા જિલ્લામાં તમામ વાલીઓનો આક્રોશ જોવા મળ્યો હતો. એટલું જ નહીં પરંતુ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા પણ તાત્કાલિક ધોરણે હાઈસ્કૂલમાં ફરજ બજાવતા હેવાન શિક્ષક રાહુલ પરમારને તાત્કાલિક છૂટો કરી દેવામાં આવ્યો હતો અને સમગ્ર શિક્ષા વિભાગમાં પણ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા અહેવાલ રજૂ કરી દેવામાં આવ્યો હતો.

શિક્ષકો આમ તો આવનારા ભવિષ્યનું ઘડતર કરતા હોય છે પરંતુ આવા હેવાન શિક્ષકો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે પણ છેડા કરી રહ્યા છે. જોકે આ દુષ્કર્મની ઘટના સામે આવતા જ સમગ્ર જિલ્લામાં વાલીઓમાં રોજ જોવા મળી રહ્યું છે. જોકે પોલીસ દ્વારા આરોપી શિક્ષકની ધરપકડ કરી લેવામાં આવી છે અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news