આ કંપનીની શાનદાર ઓફર, માત્ર 445 રૂપિયામાં ડેટા, કોલિંગ સાથે મળશે 9 OTT ની મજા

જો તમને ઓટીટી પર કન્ટેન્ટ જોવાનો શોખ છે તો જિયોનો 445 રૂપિયાવાળો પ્લાન તમારા માટે બેસ્ટ સાબિત થઈ શકે છે. આ પ્લાનમાં 9 OTT પ્લેટફોર્મનું એક્સેસ આપવામાં આવી રહ્યું છે.

આ કંપનીની શાનદાર ઓફર, માત્ર 445 રૂપિયામાં ડેટા, કોલિંગ સાથે મળશે 9 OTT ની મજા

જો તમને પણ OTT પ્લેટફોર્મ પર કન્ટેન્ટ જોવાનો શોખ હોય તો અમે તમારા માટે સારા સમાચાર લાવ્યા છીએ. આજે અમે તમને એક એવા પ્લાન વિશે માહિતી આપી રહ્યાં છીએ જેનું રિચાર્જ કરાવવાથી તમને 9 OTT પ્લેટફોર્મ પર કન્ટેન્ટ જોવા મળશે અને કોઈ સબ્સક્રિપ્શન ખરીદવાની જરૂર પડશે નહીં. આ સાથે પ્લાનમાં કન્ટેન્ટ જોવા માટે હાઈ સ્પીડ ડેટા ઓફર કરવામાં આવી રહ્યો છે. આવો આ પ્લાન વિશે જણાવીએ.

Jio નો 445 રૂપિયાવાળો પ્લાન
આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે. આ દરમિયાન યુઝર્સને દરરોજ 2GB ડેટા મળે છે. આ પ્લાનમાં કુલ 56GB ડેટા કંપની દ્વારા આપવામાં આવે છે. આ સાથે અનલિમિટેડ 5જી ડેટાનો લાભ પણ મળશે. આ પ્લાનમાં કંપની અનલિમિટેડ ફ્રી કોલિંગ અને દરરોજ 100 SMS આપી રહી છે.

પ્લાનમાં મળશે આ 9 OTT
જિયોના આ પ્લાનના અન્ય બેનિફિટ્સની વાત કરીએ તો 9 ઓટીટી પ્લેટફોર્મ પર ફિલ્મ, ટીવી શો અને વેબ સિરીઝ જોવા મળશે. કંપનીના આ પ્લાનમાં સોની લિવ, ઝી5, લાયંસગેટ પ્લે, ડિસ્કવરી પ્લસ, સનનેક્સ્ટ, કાંચા લંકા, પ્લેનેટ મરાઠી, ચૌપાલ, ફેનકોડ અને હાઈચોઇનું એક્સેસ મળી રહ્યું છે. આ OTT પ્લેટફોર્મ પર જિયો ટીવી એપ દ્વારા કન્ટેન્ટ એક્સેસ કરી શકાય છે. આ સિવાય પ્લાનમાં જિયો ક્લાઉડનું એક્સેસ ફ્રીમાં આપવામાં આવી રહ્યો છે. 

Airtel નો 429 રૂપિયાનો પ્લાન
Airtel પણ લગભગ આ રેન્જમાં એક પ્લાન ઓફર કરે છે. એરટેલના 429 રૂપિયાવાળા પ્લાનની વેલિડિટી 30 દિવસની છે. આ દરમિયાન યુઝર્સને દરરોજ 2.5GB ડેટા, 100 SMS, ફ્રી અનલિમિટેડ કોલિંગ અને 5 રૂપિયાનો ટોકટાઈમ મળી રહ્યો છે. કંપની આ પ્લાનમાં યુઝર્સને અનલિમિટેડ 5જી ડેટા, સ્પેમ એલર્ટ અને ફ્રી હેલોટ્યુન્સ જેવા બેનિફિટ્સ આપી રહી છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news