Skin Care: એલોવેરા જેલમાં આ વસ્તુ ઉમેરી રોજ લગાડો ચહેરા પર, ડાઘ સહિતની ત્વચાની 5 સમસ્યા દવા વિના દુર થઈ જશે

Aloe Vera-Vitamin E Benefits: એલોવેરા જેલ અને વિટામિન ઈ કેપ્સૂલ બંને સ્કિન માટે સૌથી સારી વસ્તુઓ છે. આ વસ્તુઓને મિક્સ કરીને સ્કિન પર અપ્લાય કરશો તો ત્વચાની 5 સૌથી વધુ જોવા મળતી સમસ્યાઓ ઘરબેઠાં દુર થઈ જશે.

Skin Care: એલોવેરા જેલમાં આ વસ્તુ ઉમેરી રોજ લગાડો ચહેરા પર, ડાઘ સહિતની ત્વચાની 5 સમસ્યા દવા વિના દુર થઈ જશે

Aloe Vera-Vitamin E Benefits: ત્વચાની સુંદરતા વધારવા માટે એલોવેરા જેલનો ઉપયોગ મોટાભાગની યુવતીઓ કરે છે. એલોવેરા જેલ વાળ અને ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે. આ એલોવેરા જેલ સ્કિન પરના ડાઘ પણ દૂર કરી શકે છે. તેના માટે એલોવેરા જેલમાં તમારે એક વસ્તુ ઉમેરી દેવાની રહેશે. એલોવેરા જેલ અને વિટામિન ઈ ની કેપ્સુલને એક સાથે મિક્સ કરીને ચહેરા પર અપ્લાય કરશો તો ચહેરાની સુંદરતા પર ચાર ચાંદ લાગી જશે. 

જો તમે રોજ સવારે ફેસવોશ કર્યા પછી એલોવેરા જેલ અને વિટામિન ઈ ની કેપ્સુલ ચહેરા પર લગાવો છો. તો ચહેરા પરની ગંદકી સાફ થઈ જશે અને ત્વચા પર નિખાર આવશે. આ બંને વસ્તુ ચહેરાની ત્વચાને અંદરથી સાફ કરે છે. જો તમે નિયમિત તેનો ઉપયોગ કરશો તો થોડા જ દિવસોમાં ફરક તમને દેખાવા લાગશે. 

એલોવેરા જેલ અને વિટામિન ઈ લગાડવાના ફાયદા 

1. નિયમિત રીતે એલોવેરા જેલમાં વિટામિન ઈની કેપ્સુલ ઉમેરીને લગાડવાથી ત્વચાની રંગત સુધરે છે. રોજ સવારે એલોવેરા અને વિટામિન ઈ મિક્સ કરીને લગાડવાથી ત્વચા પર નિખાર દેખાશે અને ત્વચાની ચમક પણ વધી જશે. 

2. ત્વચા પર જો ખીલ થયા હોય અને તેના ડાઘા રહેતા હોય તો એલોવેરા જેલ અને વિટામિન ઈ ની કેપ્સુલ લગાડવી ફાયદાકારક રહેશે. તેના એન્ટિઓક્સિડન્ટ તત્વ ત્વચાની બળતરાને શાંત કરે છે અને ડાઘ પણ દૂર કરે છે. 

3. રોજ સવારે એલોવેરા જેલ અને વિટામિન ઈ ની કેપ્સુલ ચહેરા પર લગાડવાથી ચહેરાના ડાઘ અને પીગ્મેન્ટેશન દૂર થઈ જાય છે. આંખની નીચેના ડાર્ક સર્કલને દૂર કરવામાં પણ આ બંને વસ્તુ ફાયદો કરે છે. 

4. જે લોકોની ત્વચા હદ કરતાં વધારે ડ્રાય હોય તેમના માટે આ બંને વસ્તુ વરદાન સાબિત થશે. એલોવેરા જેલમાં વિટામિન ઈની કેપ્સ્યુલ મિક્સ કરીને ચહેરા પર લગાડવાથી ત્વચાને પોષણ મળે છે અને ત્વચાની ડ્રાયનેસ દૂર થઈ જાય છે. તેનાથી ત્વચા મુલાયમ બને છે. 

5. એલોવેરા જેલ અને વિટામીન ઈ મિક્સ કરીને ચહેરા પર લગાડવાથી એજિંગના લક્ષણો ઓછા થાય છે. આ મિશ્રણને ચહેરા પર લગાડીને મસાજ કરવું. તેનાથી ત્વચા પર પડતી કરચલીઓ ઓછી થઈ જાય છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news