11 રૂપિયાનો શેર પહોંચ્યો 1200 પાર, રોકાણકારો બની ગયા કરોડપતિ, મળ્યું 10934% રિટર્ન
શેર બજારમાં ઘણા એવા શેર છે જેણે ઈન્વેસ્ટરોનું ભાગ્ય ચમકાવી દીધું છે. આવા પેની સ્ટોકમાં રોકાણ કરી ઘણા ઈન્વેસ્ટરો કરોડપતિ બની ગયા છે. Nibe પણ તેમાંથી એક શેર છે, જેણે પોતાના ઈન્વેસ્ટરોને છપ્પરફાડ રિટર્ન આપ્યું છે.
Trending Photos
Business News: સારા શેર લાંબાગાળામાં રોકાણકારોને બમ્પર રિટર્ન આપે છે. Nibe તેમાંથી એક શેર છે. કંપનીના સ્ટોકે છેલ્લા પાંચ વર્ષ દરમિયાન 10934 ટકાનું રિટર્ન આપ્યું છે. આ પેની સ્ટોકે ઈન્વેસ્ટરોને કરોડપતિ બનાવી દીધા છે.
1 લાખનું રોકાણ થયું 1.10 કરોડ રૂપિયા
5 વર્ષ પહેલા ફેબ્રુઆરી 2020માં Nibe ના શેરની કિંમત 11.60 રૂપિયા હતી. હવે તેનો ભાવ વધીને 1280 રૂપિયા પર પહોંચી ગયો છે. જેના કારણે પોઝીશનલ ઈન્વેસ્ટરોને 10,000 ટકાથી વધુનો ફાયદો થયો છે. 5 વર્ષ પહેલા કોઈએ આ શેરમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત તો આજે તેની વેલ્યુ 1.10 કરોડ રૂપિયા થઈ ગઈ હોત.
શોર્ટ ટર્મમાં સંઘર્ષ કરી રહ્યો છે શેર
ભલે કંપનીએ લાંબાગાળામાં શાનદાર રિટર્ન આપ્યું હોય પરંતુ આ શેર શોર્ટ ટર્મમાં સંઘર્ષ કરી રહ્યો છે. છેલ્લા એક વર્ષમાં આ મલ્ટીબેગર સ્ટોક માત્ર 9 ટકાનું રિટર્ન આપવામાં સફળ રહ્યો છે. તો 2025 કંપનીના શેર માટે ખરાબ રહ્યું છે. આ વર્ષે કંપનીના શેરમાં 30 ટકાનો ઘટાડો થયો છે. માત્ર ફેબ્રુઆરીમાં Nibe નો શેર 18 ટકા નીચે ગયો છે. આ સતત પાંચમો મહિનો છે, જ્યારે કંપનીના શેરની કિંમત ઘટી છે.
Nibe નો 52 વીક હાઈ 2245.40 રૂપિયા છે અને 52 વીકનું લો લેવલ 1171 રૂપિયા છે. કંપનીના શેર 52 વીક હાઈની તુલનામાં 43 ટકાના ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યો છે. તો 52 વીકના લો લેવલથી માત્ર 9 ટકાના વધારા સાથે ટ્રેડ થઈ રહ્યો છે.
(ડિસ્ક્લેમરઃ અહીં માત્ર શેરના પરફોર્મંસની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેરબજારમાં રોકાણ જોખમો અધીન હોય છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય એડવાઇઝરની સલાહ લો)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે