Mangal Margi 2025: 24 ફેબ્રુઆરીથી મંગળની બદલશે ચાલ, આ 5 રાશિના લોકોએ પૈસા બાબતે રહેવું સતર્ક, આર્થિક નુકસાનની સંભાવના

Mangal Margi 2025: ગ્રહોના સેનાપતિ મંગળ મિથુન રાશિમાં માર્ગી થવાના છે. મહાશિવરાત્રી પહેલા મંગળની ચાલ બદલશે. મંગળનું માર્ગી થવું કેટલીક રાશિના લોકો માટે ખરાબ સમયની શરુઆત સાબિત થશે. આ રાશિઓ કઈ કઈ છે ચાલો તમને જણાવીએ.
 

Mangal Margi 2025: 24 ફેબ્રુઆરીથી મંગળની બદલશે ચાલ, આ 5 રાશિના લોકોએ પૈસા બાબતે રહેવું સતર્ક, આર્થિક નુકસાનની સંભાવના

Mangal Margi 2025: જ્યોતિષશાસ્ત્રમાં મંગળ ગ્રહને ગ્રહોના સેનાપતિ માનવામાં આવે છે. મંગળ ગ્રહ સાહસ, ઉર્જા, પરાક્રમ અને શક્તિનો કારક ગ્રહ છે. આગામી 24 ફેબ્રુઆરી 2025 ના રોજ મંગળ મિથુન રાશિમાં માર્ગી થશે. હાલ મંગળ વક્રી છે પરંતુ 24 તારીખથી મંગળ સીધી ચાલ ચાલશે.. 

મિથુન રાશિમાં મંગળના માર્ગી થવાથી કેટલીક રાશિના લોકોને અઢળક લાભ થવાની શરૂઆત થઈ જશે. તો સાથે જ કેટલીક રાશિના લોકોએ સતર્ક રહેવાની જરૂર પડશે. 24 ફેબ્રુઆરીએ સવારે 5.17 મિનિટે મંગળ ગ્રહ માર્ગી થશે. ત્યાર પછી આ રાશિના લોકોએ સાવધાની રાખવી પડશે. 

મંગળના માર્ગી થવાથી આ રાશિઓની વધશે મુશ્કેલી 

કર્ક રાશિ 

મંગળના માર્ગી થવાથી કર્ક રાશિના લોકોનો ખર્ચો વધી શકે છે. વિદેશ યાત્રાની તૈયારી કરતા લોકોને સમસ્યાઓ આવી શકે છે. કોર્ટ સંબંધિત બાબતોમાં ખર્ચ વધી શકે છે. સ્વાસ્થ્ય સમસ્યા અને માનસિક ચિંતા વધવાની પણ સંભાવના. મંગળના અશુભ પ્રભાવથી બચવા માટે શિવજીની પૂજા કરવાથી લાભ થશે.

કન્યા રાશિ 

કન્યા રાશિના લોકો માટે પણ મંગળનું માર્ગી થવું મુશ્કેલીનું કારણ રહેશે. આ સમય દરમિયાન સ્વભાવમાં આક્રમકતા વધી શકે છે. પ્રોફેશનલ લાઇફમાં પણ સમસ્યાનો અનુભવ થઈ શકે છે. ઓફિસમાં બોસ સાથે વિવાદ થવાની સંભાવના પણ સર્જાઈ શકે છે. નોકરીમાં ટ્રાન્સફર થાય તેવું પણ બને. આ સમય દરમિયાન વાણી પર સંયમ રાખવો અને કોઈ સાથે વિવાદ ન કરવો. 

વૃશ્ચિક રાશિ 

આ રાશિના લોકોને મંગળ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા આપી શકે છે. આ સમય દરમિયાન ઈજા થઈ શકે છે અથવા તો સર્જરીની સંભાવના. વાહન સંભાળીને ચલાવવું. કરજ લેવાનું અને દેવાનું ટાળવું. 24 ફેબ્રુઆરી પછીનો સમય નાણાકીય રીતે સારો નથી. મોટું નુકસાન કે દુર્ઘટના થઈ શકે છે. 24 તારીખથી હનુમાનજીની પૂજા કરો અને જોખમભર્યા કાર્ય કરવાથી બચવું. 

ધન રાશિ

ધન રાશિના લોકો માટે પણ 24 ફેબ્રુઆરી પછીનો સમય મુશ્કેલી ભર્યો હોઈ શકે છે. ખાસ તો પરણિત કપલ માટે આ સમય ખરાબ સાબિત થઈ શકે છે. રિલેશનશિપમાં ઝઘડા થઈ શકે છે. બિઝનેસમાં સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. કોર્ટ કચેરીના મામલામાં સંભાળીને નિર્ણય લેવો. 

મીન રાશિ 

મીન રાશિના લોકોને પણ માર્ગી મંગળ ઉતાર ચઢાવનો સામનો કરાવશે. માથાના સ્વાસ્થ્યની ચિંતા વધી શકે છે. પ્રોપર્ટી સંબંધિત વિવાદનો સામનો કરવો પડી શકે છે. માનસિક તણાવ અને ચીડીયાપણું અનુભવાય. માતા પિતાની સેવા કરવી અને આ સમય દરમિયાન ઉતાવળમાં કોઈપણ પ્રકારનો નિર્ણય કરવો નહીં.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news