ભારતના આ રાજ્યોમાં ક્યારેય નથી લાગ્યું રાષ્ટ્રપતિ શાસન, તમે પણ જાણી લો નામ
Manipur President Rule: આ પહેલીવાર નથી જ્યારે ભારતના કોઈપણ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું હોય. દેશના અલગ-અલગ રાજ્યોમાં અત્યાર સુધીમાં બંધારણની કલમ 356નો 134 વખત ઉપયોગ કરવામાં આવ્યો છે.
Trending Photos
Manipur President Rule: મણિપુરમાં છેલ્લા બે વર્ષથી ચાલી રહેલી હિંસા વચ્ચે બે મોટા રાજકીય ઘટનાક્રમ જોવા મળ્યા છે. રવિવારે મુખ્યમંત્રી એન બીરેન સિંહે અચાનક પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. તેના ત્રણ દિવસ બાદ એટલે કે ગુરૂવારે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લગાવી દેવામાં આવ્યું છે. આ ઘટનાક્રમ એટલે મહત્વપૂર્ણ છે, કારણ કે વિપક્ષ લાંબા સમયથી તેની માંગ કરી રહ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે બીરેન સિંહના રાજીનામા બાદ ભાજપ સર્વસંમત્તિથી સીએમ ઉમેદવાર નક્કી ન કરી શક્યું, ત્યારબાદ રાજ્યપાલની ભલામણ બાદ રાષ્ટ્રપતિ શાસન લાગૂ કરી દેવામાં આવ્યું છે.
આ પ્રથમવાર નથી જ્યારે ભારતના કોઈ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગૂ થયું હોય. બંધારણના આર્ટિકલ 356નો પ્રયોગ કે સીધા શબ્દોમાં કહીએ તો રાષ્ટ્રપતિ શાસન દેશના અલગ-અલગ ભાગમાં અત્યાર સુધી 134 વખત લાગૂ કરવામાં આવ્યું છે. તેમાં સૌથી વધુ મણિપુર અને ઉત્તર પ્રદેશમાં લગાવવામાં આવ્યું છે. મણિપુરમાં 11 તો ઉત્તરપ્રદેશમાં 10 વખત રાષ્ટ્રપતિ શાસન લાગ્યું છે. પરંતુ આજે અમે તમને દેશના એવા રાજ્ય વિશે જણાવીશું, જ્યાં ક્યારેય રાષ્ટ્રપતિ શાસન લાગ્યું નથી.
આ રાજ્યોમાં લાગ્યું સૌથી લાંબુ રાષ્ટ્રપતિ શાસન
ભારતના ત્રણ રાજ્યો જમ્મુ અને કાશ્મીર, પંજાબ અને પુડુચેરીમાં સૌથી લાંબા સમય સુધી રાષ્ટ્રપતિ શાસન છે. 1950 થી, મણિપુરમાં 11 વખત, ઉત્તર પ્રદેશમાં 10 વખત અને પંજાબ અને જમ્મુ અને કાશ્મીરમાં 9 વખત રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું છે. દેશના બંધારણના અમલ પછી, જમ્મુ અને કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન હેઠળ 12 વર્ષથી વધુ (4668 દિવસ) પસાર થયા છે. આ પછી પંજાબ આવે છે, જેણે રાષ્ટ્રપતિ શાસન હેઠળ તેના ઇતિહાસમાં 10 વર્ષ (3878 દિવસ) વિતાવ્યા છે જ્યારે પુડુચેરીએ તેના ઇતિહાસમાં 2739 દિવસ (7 વર્ષ) કરતાં વધુ સમય પસાર કર્યો છે.
ઈન્દિરા ગાંધીએ સૌથી વધુ વખત લગાવ્યું રાષ્ટ્રપતિ શાસન
1950 બાદથી અત્યાર સુધી રાષ્ટ્રપતિ શાસન સૌથી વધુ ઈન્દિરા ગાંધીના સમયમાં લગાવવામાં આવ્યું છે. ઈન્દિરા ગાંધીના બે કાર્યકાળમાં 51 વખત રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મોરારજી દેસાઈનું નામ આવે છે. તેમના કાર્યકાળમાં 17 વખત રાષ્ટ્રપતિ શાસન લાગૂ થયું હતું. નરસિમ્હા રાવના કાર્યકાળમાં 12 વખત, મનમોહન સિંહના કાર્યકાળમાં 12, નરેન્દ્ર મોદીના કાર્યકાળમાં 10 વખત તો અટલ બિહારી વાજપેયીના કાર્યકાળમાં 5 વખત રાષ્ટ્રપતિ શાસન લગાવવામાં આવ્યું હતું.
આ રાજ્યોમાં ક્યારેય નથી લાગ્યું રાષ્ટ્રપતિ શાસન
આઝાદી બાદથી ભારતના મોટા ભાગના રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થયું છે. માત્ર બે એવા રાજ્યો છે જ્યાં આજ સુધી રાષ્ટ્રપતિ શાસન લાગુ થયું નથી. આ રાજ્યો છત્તીસગઢ અને તેલંગણા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે