એકવારમાં હવસ ન સંતોષાતાં મહિલા પર બે કલાકમાં ત્રણવાર શરીર સંબધ બાંધ્યા, પ્રાઇવેટ પાર્ટમાં...!
શહેરના પુણાગામ વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેના વિશે સાંભળીને તમે પણ 2 ઘડી ચોંકી જશો. પુણાગામ વિસ્તારમાં આવેલ ગીતા નગર સોસાયટીમાં આ બનાવ બન્યો છે. જેમાં વિથ ગેંગરેપની ઘટના સામે આવી છે.
Trending Photos
ઝી બ્યૂરો/સુરત: શહેરમાં ગુનાખોરીનો ગ્રાફ હવે ચિંતાનો વિષય બન્યો છે. શહેરના પુણાગામ વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક સોસાયટીમાં મોડીરાત્રે લૂંટ વિથ ગેંગરેપનો બનાવ બનતા ખળભળાટ મચી જવા પામ્યો છે. સુરત પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી CCTVના આધારે તપાસ હાથ ધરી મુખ્ય આરોપીની ધરપકડ કરી હતી. બીજી બાજુ લૂંટ વિથ ગેંગરેપના બંને આરોપી ઝડપાઈ ચૂક્યો છે.
આ ઘટનાની વાત કરીએ તો પુણાગામ વિસ્તારની પુણાગામ સીતાનગરના એક ઘરમાં લૂંટ વિથ ગેંગરેપનો બનાવ બન્યો છે. જેમાં એક યુવક ઘરમાં આવી લૂંટ ચાલવી મહિલા સાથે દુષ્કર્મ કર્યાની વાત સામે આવી છે. આ ઘટના બાદ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. સુરત ક્રાઇમ બ્રાન્ચ, સ્થાનિક પોલીસ સહિતનો કાફલો પહોંચ્યો હતો. જેમાં આરોપીઓએ 25 હજારની લૂંટ પણ કરી હોવાની વાત સામે આવી છે. પોલીસ દ્વારા ઘટનાની ખરાઈ કરવામાં આવી રહી છે.
ઘટનામાં પોલીસને શંકા સેવાઈ રહી છે. પોલીસ ઘટનાને લઈ કોઈ ફોડ પાડી રહી નથી. આ ઘટનામાં એવું પણ જાણવા મળી રહ્યું છે કે આરોપીઓની એકવારમાં હવસ ન સંતોષાતાં મહિલા પર બે કલાકમાં ત્રણવાર દુષ્કર્મ આચર્યું હતું. જેના કારણે મહિલાના પ્રાઇવેટ પાર્ટમાં ગંભીર ઇજાઓ પહોંચી છે.
સુરતમાં બનેલી ઘટનાના કારણે શહેરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉભા થયા છે. મહિલા સાથે સામૂહિક દુષ્કર્મ અને લૂંટની ઘટના હાલ શહેરમાં ચર્ચાનું કેન્દ્ર બની ગઈ છે. ઉલ્લેખનીય છે કે આ ઘટનામાં શંકાસ્પદ સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં ઘરમાં ઘૂસતા અને બહાર નીકળતા 2 શખ્સો નજરે પડી રહ્યા છે. આ ઘટનાને લઈને આસપાસના વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. સાથે જ પોલીસ પણ દોડતી થઈ ગઈ છે. આરોપીઓએ ઘરમાં ઘૂસીને મહિલા સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું અને બાદમાં 25 હજારની લૂંટ કરી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે