આ દિવસે લોન્ચ થશે સૌથી સસ્તો iPhone, કંપનીના CEOએ કરી પુષ્ટિ

iPhone SE 4 Launch Date : એપલે તેની નવી પ્રોડક્ટની લોન્ચ ડેટની પુષ્ટિ કરી છે. કંપનીના સીઈઓ ટિમ કુકે ઓફિશિયલ એક્સ હેન્ડલ પરથી આ જાણકારી આપી છે. એપલની આ નવી ઈવેન્ટનું આયોજન આવતા અઠવાડિયે કરવામાં આવશે. જેની લાંબા સમયથી રાહ જોવાતી હતી એ iPhone SE 4 લોન્ચ કરવામાં આવશે. આ સિવાય આ ઇવેન્ટમાં M4 MacBook Air પણ લોન્ચ કરવામાં આવશે. 

આ દિવસે લોન્ચ થશે સૌથી સસ્તો iPhone, કંપનીના CEOએ કરી પુષ્ટિ

iPhone SE 4 Launch Date : એપલે તેની નવી પ્રોડક્ટની લોન્ચ ડેટની પુષ્ટિ કરી છે. કંપનીના સીઈઓ ટિમ કુકે ઓફિશિયલ એક્સ હેન્ડલ પરથી આ જાણકારી આપી છે. એપલની આ નવી ઈવેન્ટનું આયોજન આવતા અઠવાડિયે કરવામાં આવશે. લાંબા સમયથી રાહ જોવાતો iPhone SE 4 લોન્ચ કરવામાં આવશે. આ સિવાય આ ઇવેન્ટમાં M4 MacBook Air પણ લોન્ચ કરવામાં આવશે. હાલમાં જ એપલના એફોર્ડેબલ iPhone SEના લોન્ચને લઈને સમાચાર આવ્યા હતા, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે તે આવતા અઠવાડિયે વૈશ્વિક સ્તરે લોન્ચ કરવામાં આવશે. iPhone SE 4 સાથે iPad 11 (2025) અને Apple Vision Pro પણ લોન્ચ કરી શકે છે.

લોન્ચ ડેટની પુષ્ટિ

એપલના સીઈઓ ટિમ કુકે તેમની આગામી ઈવેન્ટની વિગતો શેર કરી છે. X પર એક પોસ્ટમાં, ટિમ કૂકે Apple ઇવેન્ટની તારીખની પુષ્ટિ કરી અને કહ્યું કે, એપલના નવા પ્રોડક્ટ માટે તૈયાર રહો. બુધવારે 19 ફેબ્રુઆરીના રોજ લોન્ચ કરવામાં આવશે. iPhone SEનું અગાઉનું મોડલ 2022માં લોન્ચ થયું હતું. એપલના ચાહકો છેલ્લા 3 વર્ષથી અફોર્ડેબલ iPhoneની રાહ જોઈ રહ્યા છે.

 

Wednesday, February 19. #AppleLaunch pic.twitter.com/0ML0NfMedu

— Tim Cook (@tim_cook) February 13, 2025

iPhone SE 4ના ફીચર્સ

નવા iPhone SE 4 ને ઘણા પાવરફુલ ફીચર્સ અને નવીનતમ A18 Bionic ચિપસેટ, Apple Intelligence સહિત સુધારેલ ડિઝાઇન સાથે લોન્ચ કરવામાં આવી શકે છે. તાજેતરમાં, ઇવાન બ્લાસ દ્વારા iPhone SE 4 નું નવું રેન્ડર શેર કરવામાં આવ્યું હતું. આમાં, ફોનની ફ્રન્ટ પેનલની ડિઝાઇન રેગ્યુલર iPhone 15 જેવી લાગે છે, એટલે કે સસ્તા iPhone SEમાં ડાયનેમિક આઇલેન્ડ ડિસ્પ્લે પણ મળી શકે છે. Appleએ iPhone 14 Pro સિરીઝમાં Dynamic Island ફીચર આપ્યું હતું. આ પહેલું SE મોડલ હશે જેમાં નોચ ફીચર આપવામાં આવશે નહીં.

Apple પોતાના આગામી iPhoneમાં પહેલીવાર હોમ બટનને હટાવી શકે છે. આ સિવાય યુઝર્સ એજ-ટુ-એજ ડિસ્પ્લે અને ફેસ આઈડીનો અનુભવ મેળવી શકે છે. Apple iPhone SE 4 માં, યુઝર્સને બેઝલ-લેસ ડિઝાઇન સાથે ડિસ્પ્લે મળશે. iPhone SE 4ના પાછળના ભાગમાં સિંગલ કેમેરા મળી શકે છે. આમાં કંપની 48MP પ્રાઇમરી કેમેરા આપશે. અત્યાર સુધી લોન્ચ થયેલા કોઈપણ SE મોડલની સરખામણીમાં આ સૌથી મજબૂત કેમેરા સેટઅપ હશે. એપલ આ ફોનને અમેરિકામાં 499 ડોલરમાં લોન્ચ કરી શકે છે, જેની ભારતમાં કિંમત 50 હજારની આસપાસ હશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news