વિટામિન બી12 ની કમીથી વધુ ભયંકર હાઈ LDL કોલેસ્ટ્રોલ, નસોમાં ભરાયેલી આ ગંદકીના લક્ષણને ન કરો નજરઅંદાજ
Warning Sign Of LDL Cholesterol: ઉચ્ચ કોલેસ્ટ્રોલ હૃદય રોગ અને સ્ટ્રોક જેવા જીવલેણ રોગોનું જોખમ વધારે છે. આવી સ્થિતિમાં, સમયસર તેની ઓળખ કરવી અને સારવાર શરૂ કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.
Trending Photos
Health News: એલડીએલ કોલેસ્ટ્રોલના હાઈ લેવલનો મતલબ લોહીની નસોમાં ખરાબ ફેટની વધારાની માત્રાથી હોય છે. તેના કારણે શરીરમાં બ્લડ સર્કુલેશન સારી રીતે થઈ શકતું નથી. તેના કારણે હાર્ટ એટેક, સ્ટ્રોકનું જોખમ અનેક ગણું વધી જાય છે, જે એક જીવલેણ સ્થિતિ છે.
હાઈ કોલેસ્ટ્રોલની આ સમસ્યા વિટામિન B12ની ઉણપ કરતાં પણ વધુ ખતરનાક છે, જે મુખ્યત્વે ન્યુરોલોજિકલ કાર્યને અસર કરે છે અને એનિમિયાનું કારણ બને છે. ઘણા કિસ્સાઓમાં, ઉચ્ચ કોલેસ્ટ્રોલ વિટામિન B12 ને કારણે પણ થાય છે. આવી સ્થિતિમાં તેના લક્ષણોને નજરઅંદાજ કરવું મોટી ભૂલ સાબિત થઈ શકે છે.
છાતીમાં દુખાવો
હાઈ એલડીએલ કોલેસ્ટ્રોલ છાતીમાં દુખાવાના રૂપમાં પણ જોવા મળે છે. જો તમને વારંવાર છાતીમાં દુખાવાનો અનુભવ થતો હોય તો હાઈ એલડીએલ કોલેસ્ટ્રોલનો સંકેત હોઈ શકે છે અને તમારે તત્કાલ ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.
થાક અને નબળાઈ
હાઈ એલડીએલ કોલેસ્ટ્રોલ રક્તવાહિનીઓમાં અવરોધનું કારણ બને છે, જેના કારણે શરીરના અંગો અને સ્નાયુઓ સુધી પૂરતું લોહી પહોંચી શકતું નથી. આ થાક, નબળાઇ અને સુસ્તીની સતત લાગણીમાં પરિણમી શકે છે. જો તમે કોઈપણ કારણ વગર વધુ થાક અનુભવો છો, તો તે ઉચ્ચ કોલેસ્ટ્રોલની નિશાની હોઈ શકે છે.
શ્વાસ લેવામાં મુશ્કેલી
શ્વાસ લેવામાં મુશ્કેલી કે અચાનક છાતીમાં ભારેપણું લાગવું, વિશેષ રૂપથી શારીરિક ગતિવિધિઓ દરમિયાન, હાઈ એલડીએલ કોલેસ્ટ્રોલના લક્ષણ હોઈ શકે છે.
પગમાં સોજા અને દુખાવો
હાઈ કોલેસ્ટ્રોલને કારણે લોગી ઘાટુ થઈ જાય છે અને રક્તવાહિનીઓમાં અવરોધ આવે છે, જેનાથી પગમાં સોજા અને દુખાવાનો સામનો કરવો પડી શકે છે. જો પગમાં વારંવાર સોજા કે દુખાવાનો અનુભવ થાય તો તે એક ગંભીર સંકેત હોઈ શકે છે કે તમારી લોહીની નળી સંકોચાઈ શકે છે.
હ્રદયના ધબકારાનું અનિયમિત હોવું
ઉચ્ચ એલડીએલ કોલેસ્ટ્રોલને કારણે હૃદયના ધબકારા અસામાન્ય બની શકે છે. આ સમસ્યા એરિથમિયા (હૃદયના ધબકારામાં અનિયમિતતા) ના સ્વરૂપમાં દેખાઈ શકે છે. જો તમને અચાનક તમારા હૃદયના ધબકારા ઝડપી અથવા ધીમા લાગે અથવા અનિયમિત ધબકારા અનુભવાય, તો તે ઉચ્ચ કોલેસ્ટ્રોલની નિશાની હોઈ શકે છે અને તેને અવગણવું જોઈએ નહીં.
Disclaimer: પ્રિય પાઠક, અમારા આ સમાચાર વાંચવા માટે આભાર. આ સમાચાર તમને જાગરૂત કરવાના ઈરાદાથી લખવામાં આવ્યા છે. અમે તેને લખવામાં ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. તમે સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કોઈ ઉપાય અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ લો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે