શેર બજારમાં નથી કરવું રોકાણ તો આ જગ્યાએ લગાવો તમારા પૈસા, થશે ફાયદો જ ફાયદો

જો તમે શેરબજારમાં રોકાણ કરવા માંગતા નથી, તો તમે ફિક્સ્ડ ડિપોઝિટ, સોનું, મ્યુચ્યુઅલ ફંડ, બોન્ડ, રિયલ એસ્ટેટ, રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ, જીવન વીમા પોલિસી અને ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરી શકો છો.

શેર બજારમાં નથી કરવું રોકાણ તો આ જગ્યાએ લગાવો તમારા પૈસા, થશે ફાયદો જ ફાયદો

નવી દિલ્હીઃ જો તમે શેર બજારમાં રોકાણ કરવા ઈચ્છતા નથી અને રોકાણ માટે અન્ય વિકલ્પ શોધી રહ્યાં છો જે સુરક્ષિત પણ હોય તો તમે આ જગ્યાએ તમારૂ રોકાણ કરી શકો છો. 

ફિક્સ્ડ ડિપોઝિટ
ફિક્સ્ડ ડિપોઝિટ એ બેંકો અથવા નાણાકીય સંસ્થાઓમાં રોકાણ કરવાની સલામત રીત છે, જ્યાં તમે તમારા પૈસા એક નિશ્ચિત સમય માટે જમા કરો છો અને તેના પર વ્યાજ મેળવો છો. જો તમે જોખમ ટાળવા માંગતા હોવ અને સ્થિર આવક શોધી રહ્યા હોવ તો ફિક્સ્ડ ડિપોઝિટ તમારા માટે યોગ્ય છે.

ગોલ્ડ
જો તમે એક સુરક્ષિત અને વધતી સંપત્તિમાં રોકાણ કરવા ઈચ્છો છો તો સોનું તમારા માટે યોગ્ય છે, કારણ કે સોનાની કિંમત સમય સાથે વધે છે. આ સાથે સોનું હંમેશા સ્થિરતા અને સુરક્ષા પ્રદાન કરે છે. ગોલ્ડ બોન્ડ્સ કે ગોલ્ડ ETFs ના માધ્યમથી તેમાં રોકાણ કરી શકાય છે. 

મ્યૂચુઅલ ફંડ્સ
જો તમે શેરબજાર સાથે સંકળાયેલા જોખમોથી બચવા માંગતા હોવ અને સારું વળતર પણ ઈચ્છતા હોવ તો મ્યૂચુઅલ ફંડ તમારા માટે યોગ્ય છે. મ્યૂચુઅલ ફંડ તમને વિવિધતાનો લાભ આપે છે, જે જોખમ ઘટાડે છે. મ્યૂચુઅલ ફંડ્સમાં રોકાણના વિવિધ વિકલ્પો હોય છે, જેમ કે ડેટ ફંડ, ઇક્વિટી ફંડ અને બેલેન્સ્ડ ફંડ.

બોન્ડ્સ
બોન્ડ્સ, ખાસ કરી સરકારી બોન્ડ્સ, કંપની બોન્ડ્સ, સુરક્ષિત રોકાણ હોય છે. જે નિયમિત વ્યાજની ચુકવણી કરે છે. જો તમે નિયમિત આવક અને ઓછું જોખમ લેવા ઈચ્છો છો તો આ સારો વિકલ્પ છે. 

રિલય એસ્ટેટ
રિયલ એસ્ટેટમાં સંપત્તિ ખરીદવા, ભાડા પર આપવા કે ભવિષ્યમાં તેની કિંમત વધવાની આશા કરી શકાય છે. લાંબા સમયમાં તે સારૂ રિટર્ન આપે છે.

રિપોઝિટરી અને સિક્યોરિટી રોકાણ (REITs - Real Estate Investment Trusts)
આ રોકાણ રિયલ એસ્ટેટના ક્ષેત્રમાં કરવામાં આવે છે, પરંતુ તમારે સીધી મિલકત ખરીદવાની જરૂર નથી. REITs માં રોકાણ કરવાથી તમને રિયલ એસ્ટેટના લાભો મળે છે, જેમ કે ભાડાની આવક. જો તમે રિયલ એસ્ટેટમાં રોકાણ કરવા માંગો છો પરંતુ તમારી પાસે સીધી મિલકત ખરીદવા માટે પૈસા નથી તો આ તમારા માટે યોગ્ય છે.

લાઇફ ઈન્શ્યોરન્સ
જીવન વીમા પોલિસી રોકાણનો એક સારો વિકલ્પ સાબિત થઈ શકે છે. તે ભવિષ્યમાં તમારી સુરક્ષા માટે સારો હોય છે અને સાથે તેમાં ટેક્સ લાભ પણ મળે છે.

ક્રિપ્ટોકરન્સી
ક્રિપ્ટોકરન્સી એક જોખમભર્યું રોકાણ છે, જે લોકો ક્રિપ્ટોકરન્સી જેમ કે બિટકોઈન, એથેરિયમ વગેરેમાં રોકાણ કરે છે. જો તમે જોખમ લેવા તૈયાર છો તો તેમાં મોટું રિટર્ન મળી શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news