એક પછી એક હાર બાદ કોંગ્રેસના સંગઠનમાં મોટા ફેરફાર; કાશ્મીરના પ્રભારીપદેથી ભરતસિંહ સોલંકી મુક્ત

કોંગ્રેસના સંગઠનમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ગુજરાતના ભરતસિંહ સોલંકીને કાશ્મીરના પ્રભારીપદેથી મુક્ત કરવામાં આવ્યા છે. જ્યારે દીપક બાબરીયાને હરિયાણામાંથી હટાવ્યા છે.

 એક પછી એક હાર બાદ કોંગ્રેસના સંગઠનમાં મોટા ફેરફાર; કાશ્મીરના પ્રભારીપદેથી ભરતસિંહ સોલંકી મુક્ત

Gujarat Congress: એક પછી એક અનેક વિધાનસભા ચૂંટણીઓમાં નિરાશાજનક પ્રદર્શન બાદ કોંગ્રેસે શુક્રવારે તેના રાષ્ટ્રીય સંગઠનમાં મોટો ફેરફાર કર્યો અને બે નવા મહાસચિવ અને નવ રાજ્ય પ્રભારીઓની નિમણૂક કરી. પાર્ટીએ છત્તીસગઢના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ અને રાજ્યસભાના સભ્ય સૈયદ નાસિર હુસૈનને જનરલ સેક્રેટરી તરીકે અને રજની પાટિલ, બીકે હરિપ્રસાદ અને મીનાક્ષી નટરાજન સહિત નવ નેતાઓને વિવિધ રાજ્યોના પ્રભારી તરીકે નિયુક્ત કર્યા છે.

આ સિવાય કોંગ્રેસ હાઈ કમાન્ડે જમ્મુ કાશ્મીરના સંગઠન પ્રભારી તરીકે ગુજરાતના નેતા ભરત સોલંકીને મુક્ત કર્યા છે. જમ્મુ કાશ્મીરની છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં નબળા પરિણામ અને કેટલીક ફરિયાદોને પગલે કોંગ્રેસ હાઈકમાન્ડે આ નિર્ણય લીધો હોવાનું મનાઈ રહ્યું છે.

પાર્ટીના સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલ દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આ નેતાઓને નવી જવાબદારીઓ સોંપવાની સાથે રાજીવ શુક્લા, મોહન પ્રકાશ, દેવેન્દ્ર યાદવ, અજય કુમાર, દીપક બાબરિયા અને ભરત સિંહ સોલંકીને રાજ્ય પ્રભારીની જવાબદારીમાંથી મુક્ત કર્યા છે.

બીજી તરફ હરિયાણાના ઈન્ચાર્જ તરીકે દીપક બાબરીયાને મુક્ત કરાયા છે. દીપક બાબરીયાએ નાદુરસ્ત તબિયતનું કારણ આગળ ધરી જવાબદારીમાંથી મુક્ત કરવા હાઈ કમાન્ડને અરજ કરી હતી. કોંગ્રેસ સંગઠનમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. 

શુક્લા હિમાચલ પ્રદેશ, મોહન પ્રકાશ બિહાર, દેવેન્દ્ર યાદવ પંજાબ, અજય કુમાર ઓડિશા, બાબરિયા હરિયાણા, સોલંકી જમ્મુ-કાશ્મીરના પ્રભારી હતા. યાદવ હાલમાં દિલ્હી પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષની જવાબદારી નિભાવી રહ્યા છે. હરિયાણામાં પાર્ટીની હાર બાદ બાબરિયાએ પદ છોડવાની ઓફર કરી હતી. નવનિયુક્ત મહાસચિવ બઘેલને પંજાબ અને હુસૈનને જમ્મુ-કાશ્મીરનો હવાલો સોંપવામાં આવ્યો છે. હુસૈનને કોંગ્રેસ અધ્યક્ષ પદની જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવ્યા છે.

નવા મહા સચિવ અને પ્રભારીઓ તરીકે કોંગ્રેસના કેટલાક વરિષ્ઠ અને અનુભવી નેતાઓને મોટી જવાબદારી સોંપવામાં આવી છે. બીહાર, પંજાબ, મધ્યપ્રદેશ સહિત 11 રાજ્યોમાં નવા પ્રભારીઓને નિયુક્ત કરવામાં આવ્યા છે. જ્યારે હરિયાણા અને જમ્મુ કાશ્મીરમાં સંગઠન પ્રભારી તરીકે રહેલા દીપક બાબરિયા અને ભરતસિંહ સોલંકીને તેમની જવાબદારીમાંથી મુક્ત કરાયા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news