Diabetes: આ 5 માંથી કોઈ 1 ડ્રિંક સવારે પી લો, આખો દિવસ કંટ્રોલમાં રહેશે બ્લડ શુગર લેવલ
Diabetes: આજે તમને 5 એવા આયુર્વેદિક પીણા વિશે જણાવીએ જે બ્લડ શુગરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. સવારે આ 5 માંથી કોઈ 1 પણ પી લેશો તો બ્લડ શુગર લેવલ આખો દિવસ કંટ્રોલમાં રહેશે.
Trending Photos
Diabetes: આજનો સમયમાં ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે સ્વાસ્થ્ય નિષ્ણાંતો અનુસાર ડાયાબિટીસ જીવલેણ બીમારી સમાન છે. કારણ કે આ સ્થિતિમાં શરીરના અંગ ઝડપથી ડેમેજ થવા લાગે છે અને ધીરે ધીરે વ્યક્તિને ગંભીર સમસ્યાઓ પણ થઈ શકે છે. તેથી જ ડાયાબિટીસમાં બ્લડ સુગર લેવલની કંટ્રોલમાં રાખવું જરૂરી હોય છે. આ કામ કરવું મુશ્કેલ નથી. જો તમે દિવસની શરૂઆત કેટલાક હેલ્ધી ડ્રીંકથી કરો છો તો આખો દિવસ બ્લડ સુગર લેવલ કંટ્રોલમાં રહી શકે છે.
આજે તમને 5 એવા આયુર્વેદિક ડ્રિંક્સ વિશે જણાવીએ જે બ્લડ સુગરને કંટ્રોલ કરવામાં મદદ કરી શકે છે. આ 5 માંથી કોઈ પણ એક વસ્તુ પીને દિવસની શરૂઆત કરશો તો આખો દિવસ સુગર કંટ્રોલમાં જ રહેશે.
હુંફાળું પાણી અને લીંબુ
ડાયાબિટીસના દર્દીઓએ સવારે ખાલી પેટ હુંફાળા પાણીમાં લીંબુનો રસ ઉમેરીને પીવું જોઈએ. આ પીણું શરીર માટે વરદાન સમાન છે. પરંતુ એ વાતનો ધ્યાન રાખવું કે આ પાણીમાં મધ કે ખાંડનો ઉપયોગ ન કરવો. હુંફાળા પાણીમાં લીંબુનો રસ મિક્સ કરીને પીવાથી બ્લડ સુગર કંટ્રોલ કરવામાં મદદ મળે છે.
મેથીનું પાણી
મેથીના દાણા ફાઇબરથી ભરપૂર હોય છે. મેથીનું પાણી બ્લડમાં સુગરના અવશોષણને ધીમું કરે છે. આખી રાત મેથીને પાણીમાં પલાળી રાખો અને સવારે મેથી ગાળી તે પાણી પી જવું. તેનાથી બ્લડ શુગર કંટ્રોલમાં રાખવામાં મદદ મળશે.
આમળાનો રસ
આમળાનો રસ વિટામિન સીનો ખજાનો છે. નિયમિત તેનું સેવન કરવાથી રોગપ્રતિકારક ક્ષમતા વધે છે. આમળા શરીરમાં ઇન્સ્યુલિન ઉત્પાદનમાં વધારો કરે છે તેની મદદથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ કરવામાં પણ મદદ મળે છે.
તજની ચા
આયુર્વેદિક એક્સપર્ટ અનુસાર તજમાં એવા તત્વ હોય છે જે શરીરના ઇન્સ્યુલિન સંવેદનશીલતા વધારે છે. તજ બ્લડ સુગર કંટ્રોલ કરવામાં મદદ કરે છે. તેના માટે સવારે તજની ચા પી શકાય છે. પાણીમાં તજના ટુકડાને ઉમેરીને પાંચ મિનિટ ઉકાળી તેનું સેવન કરવું.
વેજીટેબલ જ્યુસ
લીલા શાકભાજી પોષક તત્વથી ભરપૂર હોય છે અને તેમાં કેલરી અને કાર્બોહાઈડ્રેટ ઓછા હોય છે. તમે સવારના સમયે પાલક, ગાજર, કાકડી અને બીટ જેવા શાકભાજીને મિક્સ કરી તેનું જ્યુસ બનાવીને પી શકો છો. તેનાથી બ્લડ સુગર કંટ્રોલમાં રહે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે