Gold Rate Today: અમદાવાદ સહિત મોટા શહેરોમાં 10 ગ્રામ 22 કેરેટ અને 24 કેરેટ સોનાનો આજે શું છે ભાવ? ખાસ જાણો 

Gold Price Today: અમદાવાદ સહિત મહત્વના શહેરોમાં આજે સોના અને ચાંદીનો શું ભાવ છે, ભાવ ઘટ્યો કે વધ્યો? ફટાફટ ચેક કરો સોના અને ચાંદીના આજના ભાવ. 

Gold Rate Today: અમદાવાદ સહિત મોટા શહેરોમાં 10 ગ્રામ 22 કેરેટ અને 24 કેરેટ સોનાનો આજે શું છે ભાવ? ખાસ જાણો 

 

 

Gold Rate Today: સોનાના ભાવ સતત વધી રહ્યા છે અને તમામ રેકોર્ડ તૂટી રહ્યા છે. જો ઉછાળો આ રીતે જ રહ્યો તો જલદી સોનાનો ભાવ 90,000 રૂપિયા સુધી પહોંચી જાય તો નવાઈ નહીં. નબળા ડોલર ઈન્ડેક્સ અને અમેરિકાની ટેરિફ પોલીસીઓથી મળેલા સપોર્ટના કારણે સોનાના ભાવમાં તેજી ચાલુ છે. વૈશ્વિક વેપાર અને આર્થિક દ્રષ્ટિકોણમાં અનિશ્ચિતતા વચ્ચે સુરક્ષિત એસેટ તરીકે પણ સોનામાં રોકાણ વધી રહ્યું છે અને કિંમત મજબૂત થઈ રહી છે. 

લેટેસ્ટ પ્રાઈઝની વાત કરીએ તો શનિવાર 15 ફેબ્રુઆરીના રોજ સોનામાં તેજી છે. રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ 87320 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયો છે. દેશન 10 મોટા શહેરોમાં 22 કેરેટ અને 24 કેરેટ સોનાના ભાવ ખાસ જાણો. 

દિલ્હીમાં સોનાનો ભાવ
દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ 87320 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 80060 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. 

કોલકાતા, ચેન્નાઈ અને મુંબઈમાં ભાવ
હાલમાં આ ત્રણેય શહેરોમાં 22 કેરેટ સોનાનો ભાવ 79910 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે જ્યારે 24 કેરેટ સોનાની કિંમત 87170 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. 

જયપુર, લખનઉ અને ચંડીગઢમાં ભાવ
આ શહેરોમાં 24 કેરેટ સોનાનો  ભાવ 87320 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 80060 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. 

હૈદરાબાદમાં ભાવ
હૈદરાબાદમાં આજે 22 કેરેટ સોનાનો ભાવ 79910 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ 87170 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. 

ભોપાલ અને અમદાવાદમાં આજનો ભાવ
અમદાવાદ અને ભોપાલમાં 22 કેરેટ સોનાનો રિટેલ ભાવ 79960 રૂપિયા પ્રતિ 10 ગ્રામ આસપાસ  છે જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ 87220 રૂપિયા પ્રતિ 10 ગ્રામ આસપાસ છે. 

ચાંદીનો ભાવ
15 ફેબ્રુઆરીના રોજ સોનાની જેમ ચાંદીમાં પણ તેજીનો માહોલ છે. તેનો ભાવ વધીને 1,00,600 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ ગઈ. શુક્રવારે 14 ફેબ્રુઆરીના રોજ દિલ્હીના શરાફા બજારમાં ચાંદીનો હાજર ભાવ 2000 રૂપિયા ઉછળીને 4 માસના ઉચ્ચ સ્તરે એક લાખ રૂપિયા પ્રતિ કિલોગ્રામ પહોંચી ગયો. એશિયાઈ બજારોમાં કોમેક્સ ચાંદી વાયદો લગભગ 4 ટકા વધીને 34 ડોલર પ્રતિ ઔંસ રહ્યો. 

IBJA રેટ્સ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com ના રેટ્સ જોઈએ તો 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું કાલે ધડાકાભેર ખુલ્યું હતું અને ભાવ 86089 રૂપિયા પર પહોંચ્યો હતો પરંતુ સાંજ પડતા 91 રૂપિયા તૂટીને 85998 રૂપિયા પર ક્લોઝ થયું હતું. જ્યારે ચાંદી વધારા સાથે 97494 રૂપિયા પર ખુલી હતી અને સાંજ પડતા 459 રૂપિયાના વધારા સાથે ભાવ 97953 રૂપિયા પર પહોંચ્યો હતો. 

Disclaimer
અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી. એસોસિએશનના નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરાતા નથી. (શનિવાર, રવિવાર અને જાહેર રજાઓ)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news