આ પાટીદાર સમાજમાં છે દીકરીની વિદાય વખતે પગે પડીને ક્ષમા માગવાની પરંપરા...PHOTOs જોઈને દિલ ભરાઈ જશે
Kutch News: જ્યારે પુત્રી લગ્ન પછી વિદાય લે છે, ત્યારે તે સમયે તેને ઘણી બધી ભેટો આપવામાં આવે છે. દીકરીને વિદાય સમયે ભેટ કે ભેટ આપવાની આ પરંપરા સદીઓ જૂની છે. વિવિધ ધર્મોમાં, વિદાયમાં કન્યાને વિવિધ ભેટો આપવાનો રિવાજ છે.
દીકરીની વિદાયના સમયે માતા-પિતા કેટલીક એવી શુભ વસ્તુઓ ગિફ્ટ કરે છે, જે તેના ભાવિ દાંપત્ય જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવવાનું પ્રતીક બને છે. પરંતુ કચ્છ કડવા પાટીદાર સમાજમાં એક અનોખી પરંપરા ચાલી આવે છે, જી હા... દીકરીની વિદાય વખતે કચ્છ કડવા પાટીદાર સમાજમાં તેની ક્ષમા માગવાની અનોખી પરંપરા ચાલી આવે છે.
ભારતીય સંસ્કૃતિમાં એવું કહેવાય છે કે દીકરીને ગાય દોરે ત્યાં જાય...તેના પર અનેક લોકગીતો પણ બન્યા છે. દીકરીનું મહત્વ આપણે શબ્દોમાં વર્ણવી શકીએ તેમ છીએ જ નહીં, ત્યારે કચ્છ કડવા પાટીદાર સમાજમાં દીકરીની વિદાય વખતે નાનાથી મોટા, સમાજના આગેવાનો સહિત તેને પગે લાગીને ક્ષમા માગવાની અનોખી પરંપરા ચાલી આવે છે.
આજના આધુનિક સમયમાં પણ તેનું પાલન કરવામાં આવે છે. સોશિયલ મીડિયામાં હાલ એક એવો વીડિયો વાયરલ થયો છે. જેણે જોઈને કઠણમાં કઠણ કાળજાના માનવી પણ રોઈ પડે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયુવેગે વાયરલ થઈ રહ્યો છે.
છેલ્લા કેટલાય સમયથી કચ્છ કડવા પાટીદાર સમાજ દ્વારા વિવિધ રીતરિવાજો તેમજ કુરિવાજોને ડામવા માટે કેટલાય પ્રયાસો હાથ ધરાયા હતા. સામાન્ય રીતે દરેક સમાજ પુરુષ પ્રધાન ગણાય છે તેમજ ભારતીય સંસ્કૃતિ પણ પુરુષ પ્રધાનને મહત્વ આપતી રહેલી છે.
જો કે જે જે સમાજમાં મહિલાઓની પ્રાધાન્ય અપાયું છે ત્યાં વિકાસની નવી કેડી કંડારાય છે ત્યારે કચ્છ કડવા પાટીદાર સમાજની દીકરીઓની માફી માંગવાની પરંપરા આજે પણ અકબંધ છે. સામાન્ય રીતે સામાજિક બદલાવવા માટે સાહજિકતા જરૂરી હોય છે.
બીજી બાજુ, શાસ્ત્રો એવું કહે છે કે કોઈપણ પિતાને પોતાની દીકરી પાસે પગે પડાવવું ન જોઇએ. પુત્રીઓએ પણ ધ્યાન રાખવું જોઇએ કે તેઓ પણ પોતાના પિતાને પગે ન લાગે. નહીં તો પિતાને પાપ લાગશે. પુત્રીઓને દેવીનું રૂપ માનવામાં આવે છે એટલા માટે તેમને પગે ન લગાડવા જોઇએ.
Trending Photos