Tea: સવારે જાગીને કેટલીવાર પછી ચા પીવી ? ચા પીતા પહેલા આ વસ્તુ ખાઈ લેશો તો શરીરને નહીં થાય નુકસાન

Morning Tea: સવારે જાગીને તુરંત ખાલી પેટ ચા પીવાની આદતમાં જો તમે થોડો ફેરફાર કરી લેશો તો ચા પીવાથી શરીરને વધારે નુકસાન નહીં થાય. આજે તમને ચા પીવાનો યોગ્ય સમય અને ચા પીવાની રીત વિશે જણાવીએ.

Tea: સવારે જાગીને કેટલીવાર પછી ચા પીવી ? ચા પીતા પહેલા આ વસ્તુ ખાઈ લેશો તો શરીરને નહીં થાય નુકસાન

Morning Tea: સવારે જાગીને સૌથી પહેલા ચા પીવાની આદત 99% લોકોને હોય છે. જોકે સ્વાસ્થ્ય નિષ્ણાંતો એવું કહે છે કે સવારે જાગીને ખાલી પેટ ડાયરેક્ટ ચા પી લેવી નુકસાનકારક હોઈ શકે છે. જો નિયમિત રીતે ખાલી પેટ ચા પી લેવામાં આવે તો એસિડિટી, ગેસ અને મેટાબોલિઝમ સંબંધિત સમસ્યા થાય છે. આ સિવાય ચા પીવાથી ડિહાઇડ્રેશન પણ થઈ શકે છે. જો કે તેનો મતલબ એવો નથી કે તમે ચા પીવાનું છોડી દો. 

નિષ્ણાંતો જણાવે છે કે જો તમને સવારે ચા વિના ન ચાલતું હોય તો ચા યોગ્ય રીતે પીવાનું રાખો. તો તે નુકસાન નહીં કરે. જેમ કે સવારે જાગીને કેટલીવાર પછી ચા પીવી, ચા પીધા પહેલા શું ખાવું કે પીવું જોઈએ ? જો આ બે વસ્તુનું ધ્યાન રાખી લેવામાં આવે તો ચા પીવાથી થતી આડઅસરોથી બચી શકાય છે. 

સવારે જાગીને ચા પીવાનો યોગ્ય સમય 

રાત્રે સુતા પછી શરીર કલાકો સુધી પાણી કે ભોજન વિના રહે છે. ઊંઘ દરમિયાન ડાયજેશન પ્રોસેસ સ્લો થઈ ગઈ હોય છે અને એસિડ લેવલ વધી જાય છે. તેવામાં સવારે જાગીને તુરંત ખાલી પેટ ચા પીવામાં આવે તો પેટમાં એસિડ અને ઘણું વધી જાય છે જેના કારણે ગેસ બળતરા અને અપચો પણ થઈ શકે છે. સવારે જાગીને દૂધવાળી ચા પીવી વધારે નુકસાનકારક છે. કારણ કે તેનાથી શરીરની ઇમ્યુનિટીને પણ અસર થાય છે. હેલ્થ એક્સપર્ટ જણાવે છે કે સવારમાં ચા પીધા વિના ન ચાલતું હોય તો જાગીને તુરંત ચા પીવાને બદલે ઓછામાં ઓછી 30 કે 45 મિનિટ પછી ચા પીવાનું રાખો. આ સમય દરમિયાન શરીરને હાઇડ્રેટ કરવા માટે પહેલાં હુંફાળું પાણી અથવા તો લીંબુ વાળું પાણી પીવાનું રાખો. સિસ્ટમ એક્ટિવ થઈ જશે અને એને શરીરના ટોક્સિન પણ બહાર નીકળી જશે. 

ચા પીતા પહેલા શું ખાવું ? 

જો તમે ઈચ્છો છો કે રોજ તમે દૂધવાળી ચા પીવો અને શરીરને નુકસાન પણ ન થાય તો ચા પીતા પહેલા હળવો નાસ્તો કરી લો. સવારે જાગીને 30 મિનિટનો બ્રેક આપો એ દરમિયાન સૌથી પહેલાં પાણી પીવો. ત્યાર પછી પલાળેલી બદામ, પલાળેલા અખરોટ, મખાના જેવી વસ્તુ થોડી માત્રામાં ખાઈ લેવી. ત્યારબાદ 15 મિનિટ પછી ચા પીવાથી શરીરને નુકસાન નહીં થાય.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news