ગોઝારો શનિવાર! સુરતમાં બે મોટા ભયાનક રોડ અકસ્માત, 5 યુવકોના મોતથી વિસ્તારમાં હડકંપ
ગુજરાતમાં આજના દિવસે સુરતમાં બે મોટી અકસ્માતની ઘટના સામે આવી રહી છે. ઉમરપાડાના વાડી-ઉમરઝર ગામ રોડ પર ઇકો કાર અને બાઇક વચ્ચે થયેલા અકસ્માતમાં ત્રણ યુવકના મોત થયાં છે, જ્યારે ઉમરાથી અઠવાગેટ તરફ જતી વેળાએ મોટર સાયકલ ડિવાઈડર સાથે ભટકાતા બે યુવકોના મોત થયા છે.
Trending Photos
ઝી બ્યુરો/સુરત: રાજ્યમાં અકસ્માતોની વણઝાર ચાલી રહી છે, ત્યારે ગુજરાતમાં આજના દિવસે સુરતમાં બે મોટી અકસ્માતની ઘટના સામે આવી રહી છે. ઉમરપાડાના વાડી-ઉમરઝર ગામ રોડ પર ઇકો કાર અને બાઇક વચ્ચે થયેલા અકસ્માતમાં ત્રણ યુવકના મોત થયાં છે, જ્યારે ઉમરાથી અઠવાગેટ તરફ જતી વેળાએ મોટર સાયકલ ડિવાઈડર સાથે ભટકાતા બે યુવકોના મોત થયા છે. આ ઘટના પારલે પોઇન્ટના બ્રિજ પર ગંભીર અકસ્માતની ઘટના બની છે. જેમાં ડિવાઈડર સાથે ભટકાતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત બંને યુવાનોની ટૂંકી સારવાર બાદ મોત થયું છે. એકની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.
ઉમરપાડાના વાડી-ઉમરઝર ગામ રોડ અકસ્માત
સુરત અકસ્માતમાં ત્રણ યુવકના કમકમાટીભર્યા મોત થયા છે. ઉમરપાડાના વાડી-ઉમરઝર ગામ રોડ પર આ અકસ્માત થયો છે. જેમાં ઇકો કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો છે. ગંભીર ઇજાના કારણે બાઇક સવાર ત્રણ યુવકના મોત નીપજ્યા છે. મૃતક યુવકો સાગબારા તાલુકાના વતની હોવાનું જાણવા મળી રહ્યું છે.
પારલે પોઇન્ટના બ્રિજ પર બની ગંભીર અકસ્માતની ઘટના
આજથી રાજ્યમાં હેલમેટનો કાયદો ફરજિયાત થવા જઈ રહ્યો છે, ત્યારે હેલ્મેટની અમલવારી પહેલાં સુરતમાં બીજા એક અકસ્માતની ઘટનામાં બે યુવાનોના કમકમાટીભર્યા મોત થયા છે. ડિવાઈડર સાથે ભટકાતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત બંને યુવાનોના ટૂંકી સારવાર બાદ મોત નિપજ્યા છે. અકસ્માતમાં ત્રણ મિત્રો ઇજાગ્રસ્ત થયા હતા, જે પૈકી એકની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્રણેય મિત્રો એક જ મોટર સાયકલ પર સવાર હતા.
આ ઘટનામાં જાણવા મળી રહ્યું છે કે ઉમરાથી અઠવાગેટ તરફ જતી વેળાએ મોટર સાયકલ ડિવાઈડર સાથે ભટકાઈ હતી. પારલે પોઇન્ટના બ્રિજ પર ગંભીર અકસ્માતની ઘટના બની છે. ઘટનામાં ચાલકોએ હેલ્મેટ પહેર્યું હોત તો જીવ બચી શક્યો હોત. ઉમરા પોલીસે તપાસ હાથ ધરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે