Lord Hanuman: આ 6 માંથી કોઈ એક સંકેત પણ મળે તો સમજી લેજો હનુમાનજી થઈ ગયા છે પ્રસન્ન, હવે રાતોરાત ભાગ્ય પલટી મારશે
Lord Hanuman: જો તમે હનુમાનજીની ભક્તિ કરી રહ્યા હોય અને તમને અચાનક આ 6 માંથી કોઈ એક સંકેત પણ મળવા લાગે તો સમજી લેવું કે તમારી ભક્તિથી હનુમાનજી પ્રસન્ન છે અને હવે તમારું ભાગ્ય પલટી મારશે. તેમાં પણ આ સંકેત મંગળવાર કે શનિવારે મળે તો તમે ભાગ્યશાળી હશો.
Trending Photos
Lord Hanuman: શનિવાર અને મંગળવારનો દિવસ હનુમાનજીને સમર્પિત ગણાય છે. આ બંને દિવસે ભક્તો અલગ અલગ રીતે હનુમાનજીને પ્રસન્ન કરવાના પ્રયાસ કરે છે. કહેવાય છે કે હનુમાનજીની કૃપા એકવાર જે વ્યક્તિ પર થઈ જાય તેના જીવનમાં ક્યારેય કોઈ સંકટ આવતા નથી. અને જ્યારે હનુમાનજીની કૃપા થાય છે ત્યારે વ્યક્તિને કેટલાક સંકેત પણ મળે છે. આ સંકેત દર્શાવે છે કે હવે વ્યક્તિના જીવનમાં સુખ શાંતિ સફળતા અને ઉન્નતિ શરૂ થવાની છે. તો ચાલો તમને પણ જણાવીએ હનુમાનજી પ્રસન્ન થયા હોય તો કેવા સંકેત મળે છે.
હનુમાનજી પ્રસન્ન થાય ત્યારે મળે છે આ સંકેત
મનમાંથી ડર સમાપ્ત થશે
હનુમાનજીની કૃપા જે વ્યક્તિ પર થઈ જાય છે તેના મનમાંથી દરેક પ્રકારના ડર સમાપ્ત થઈ જાય છે અને આત્મવિશ્વાસ વધી જાય છે. મન સ્થિર અને પ્રસન્ન રહેવા લાગે છે. ખરાબ સપના, રાતના સમયે લાગતો ડર, નકારાત્મક વિચારો દૂર થઈ જાય છે.
હથેળીમાં મંગળની રેખા
જો હથેળીમાં મંગળ રેખા સ્પષ્ટ રીતે દેખાવા લાગે તો તે સંકેત છે કે તમને હનુમાનજીની કૃપા પ્રાપ્ત થઈ રહી છે. જો જીવનમાં શનિના પ્રભાવના કારણે થતી સમસ્યાઓ અને બાધાઓ દૂર થવા લાગે તો સમજી લેવું કે હનુમાનજીના આશીર્વાદ તમારી સાથે છે
સંકટ દૂર થશે
જો કોઈપણ પ્રકારના પ્રયાસ વિના જ સમસ્યાઓનું સમાધાન આવવા લાગે અને અટકેલા કામ પુરા થવા લાગે તો સમજી લેવું કે હનુમાનજી પ્રસન્ન થઈ ગયા છે અને તેમના આશીર્વાદ મળી ગયા છે.
બજરંગ બલીના સ્વપ્ન
જો હનુમાનજી પ્રસન્ન થાય તો સપનામાં હનુમાનજીના દર્શન અથવા તો તેમના મંદિર, તેમની ગદા, ઉડતા હનુમાનજી દેખાઈ શકે છે. જો સપનામાં ભગવાન શ્રીરામ અને માતા સીતા દેખાય તો પણ સમજી લેવું કે હનુમાનજી તમારી રક્ષા કરી રહ્યા છે
ચમેલીના ફૂલ અને સિંદૂરનો અનુભવ
જો અચાનક જ તમને ચમેલીના ફુલ દેખાય જાય કે તેની સુગંધનો અનુભવ થાય કે પછી કોઈ સ્થાન પર ગયા હોય અને હનુમાનજીનું સિંદૂર મળી જાય તો સમજી લેવું કે હનુમાનજી તમારાથી પ્રસન્ન છે.
હનુમાન ચાલીસા અને રામ નામ
જો કોઈ પણ પ્રકારના પ્રયાસ વિના હનુમાન ચાલીસા, સુંદરકાંડ કે રામ નામના જાપમાં તમને ભાગ લેવાની અચાનક તક મળી જાય તો સમજી લેવું કે હનુમાનજી તમારી ભક્તિથી પ્રસન્ન છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે