ઘર કંકાસમાં પતિએ પત્નીને દાતરડા વડે વાઢી નાંખી! દીકરા-દીકરીએ જણાવી રૂવાડા ઉભા થાય તેવી કહાની
મહેસાણા જિલ્લાના વડસ્માં ગામે રહેતા નિવૃત્ત આર્મી મેન રમેશભાઈ પ્રજાપતિએ ઘર કંકાશમાં પોતાની જ પત્નીને દાતરડા વડે હુમલો કરી તેનું મોત નીપજાવ્યું. અવારનવાર પતિ પત્ની વચ્ચે ઝઘડા થતા હતા.
Trending Photos
તેજસ દવે/મહેસાણા: મહેસાણા જિલ્લામાં ઘર કંકાસમાં એક મહિલાને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો. જેમાં પતિએ જ પત્નીનું કાસળ કાઢ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોથી પતિ-પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. ઝઘડામાં પતિએ દાતરડા વડે પત્નીના ગળાના ભાગે હુમલો કરતા પત્નીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.
મહેસાણા જિલ્લાના વડસ્માં ગામે રહેતા નિવૃત્ત આર્મી મેન રમેશભાઈ પ્રજાપતિએ ઘર કંકાશમાં પોતાની જ પત્નીને દાતરડા વડે હુમલો કરી તેનું મોત નીપજાવ્યું. અવારનવાર પતિ પત્ની વચ્ચે ઝઘડા થતા હતા. છેલ્લા કેટલાક વર્ષોથી પતિનો અસહ્ય ત્રાસ વધ્યો હોવાનું ખુદ તેના દીકરો અને દીકરી જણાવી રહ્યા છે. એક દીકરી માટે તેના પિતા એક આઈડલ સમાન હોય છે ત્યારે આ પિતા માટે દીકરી જ ફાંસીની સજાની માંગ કરી રહી છે, અને તેના પિતાના આડા સંબંધોના કારણે તેની માતાનું મોત નીપજાવ્યું હોવાનું મૃતકના દીકરો અને દીકરી જણાવી રહ્યા છે.
રમેશભાઈ પ્રજાપતિ દ્વારા અવારનવાર તેની પત્ની પાસે ઝઘડા થતા હોવાની વાત સામે આવી જેમાં છેલ્લા ત્રણ વર્ષથી અવારનવાર પતિ પત્ની વચ્ચે ઝઘડાઓ થતા હતા જેને લઇ હત્યારા પિતા રમેશભાઈ વહેલી સવારે દાતરડા વડે પોતાની પત્ની મીનાબેન પ્રજાપતિ ને દાતરડા વડે ગળાના ભાગે મારતા તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આરોપી પતિ હત્યા કર્યા બાદ ત્યાંથી ભાગી છૂટ્યો લાઘણજ પોલીસે ટેકનીકલ સર્વિલન્સ ની મદદ થી ગણતરીના સમયમાં જ આરોપીને ઝડપી જેલ હવાલે કર્યો અગાઉ પણ આ નિવૃત્ત આર્મીમેન રમેશભાઈ પ્રજાપતિ ઉપર તેના સગા ઉપર હુમલો કરવા મામલે ગુનો દાખલ થયો હોવાનું સામે આવ્યું છે આ ગુના સિવાય હત્યારા પતિએ અન્ય કોઈ ગુનો કર્યો છે કે કેમ તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે
ઘર કંકાસ માં 46 વર્ષીય મીનાબેન પ્રજાપતિને પોતાનો જીવ ગુમાવવા નો વારો આવ્યો અને પોતાના પિતાએ જ ચાર સંતાનો ઉપરથી માતાની છત્રછાયા દૂર કરતા હત્યારા પિતા વિરુદ્ધ તેનાજ સંતાનો ફિટકાર વરસાવી રહ્યા છે અને આ હેવાન પિતા ને ફાંસીની સજા કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે