38000KMની ઝડપથી ધરતી તરફ આવી રહી છે ભીષણ તબાહી, અનેક શહેરો ભસ્મ થઈ જશે! ભારત પણ તેના દાયરામાં
આપણી ધરતી વળી પાછા એક જોખમ સામે ઝઝૂમી રહી છે. જો આ એસ્ટેરોઈડ પૃથ્વી સાથે અથડાશે તો અનેક દેશો તેની ઝપેટમાં આવી જશે. ભારત પણ તેના દાયરામાં આવી રહ્યું છે. વૈજ્ઞાનિકો ચિંતાતૂર છે.
Trending Photos
ધરતીની તબાહીની તમામ ભવિષ્યવાણીઓ તમે સાંભળી હશે. પરંતુ આ કોઈ ભવિષ્યવાણી નથી પરંતુ સત્ય છે. વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે અંતરિક્ષથી Asteroid 2024 YR4 નામનો એક સ્ટેરોઈડ આવી રહ્યો છે. જે 100 મીટર સુધી પહોળો છે. તે ડિસેમ્બર 2023માં ધરતીની બિલકુલ નજીકથી પસાર થશે અને એવી સંભાવના છે કે તે પૃથ્વી સાથે અથડાય. ત્યારે તેની અંદાજિત સ્પીડ 38000KM પ્રતિ કલાકની હોઈ શકે છે. જો તે ધરતી સાથે અથડાયો તો અનેક શહેરોને ભસ્મ કરી દેશે. આથી તેની અથડામણથી બચવા માટે ચીને 'આર્મી' પણ તૈનાત કરવાની શરૂઆત કરી દીધી છે. આ આર્મી સ્પેસ એન્જિનિયર્સની હશે જે એસ્ટેરોઈડને દૂર લઈ જવાની કોશિશ કરશે.
વૈજ્ઞાનિકોના જણાવ્યાં મુજબ પહેલા તેના ધરતી સાથે અથડાવવાની શક્યતા ફક્ત 1.3 ટકા હતી, પરંત હવે તેને વધારીને 2.3 ટકા કરી દેવાઈ છે. હજુ તો તે ધરતીથી હજારો કિલોમીટર દૂર છે. આથી જેમ જેમ તે નજીક આવશે, જોખમ વધવાની શક્યતા છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે તેની ટક્કરથી હવામાં ભયાનક વિસ્ફોટ થશે. ત્યારબાદ તેનાથી લગભગ 8 મિલિયન ટન ટીએનટી ઉર્જા નીકળશે જે હિરોશીમા-નાગાસાકી પર પાડવામાં આવેલા પરમાણુ બોમ્બથી પણ 500 ગણી વધુ તબાહી મચાવશે. લગભગ 50 કિલોમીટરના વિસ્તારમાં બધુ બળીને ભસ્મ થઈ જશે.
ક્યાં પડી શકે
નાસાના કેટાલિના સ્કાઈ સર્વે પ્રોજેક્ટના એન્જિનિયર ડેવિડ રેન્કિન જેવા કેટલાક એક્સપર્ટે તેની સંભવિત જગ્યાઓની ઓળખ કરી છે. જ્યાં આ એસ્ટેરોઈડ પડી શકે છે. તેમના જણાવ્યાં મુજબ તે ઉત્તરી દક્ષિણ અમેરિકાથી લઈને પ્રશાંત મહાસાગર, દક્ષિણ એશિયા, અરબ સાગર અને આફ્રિકા સુધી ફેલાયેલા ક્ષેત્રના કોઈ પણ વિસ્તારમાં પડી શકે છે. ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, ઈથિયોપિયા, સુદાન, નાઈજીરિયા, વેનેઝુએલા, કોલંબિયા, અને ઈક્વાડોર જેવા દેશ તેના દાયરામાં છે. એટલે કે તે ભારતમાં પણ કોઈ શહેર પર પડી શકે છે.
સમગ્ર દુનિયાની નજર
આ અગાઉ એપોફિસ નામના એક એસ્ટેરોઈડની પણ 2029માં ધરતી સાથે અથડાવવાની સંભાવના જતાવવામાં આવી હતી. પરંતુ ત્યારબાદ કેટલાક ફેરફારને કારણે તેના ધરતી પર અથડાવવાની સંભાવના શૂન્ય ગણી લેવાઈ. હવે એવું કહેવાય છે કે તે ધરતીની પાસેથી પસાર થશે પરંતુ અથડાશે નહીં. પરંતુ આમ છતાં નાસા સહિત સમગ્ર દુનિયાના વૈજ્ઞાનિકો તેના પર નજર રાખી રહ્યા છે.
શું છે ચીનની તૈયારી
ચીનને અંદાજો થઈ ગયો છે કે તે ધરતી સાથે અથડાશે. આથી તેણે અત્યારથી સ્પેસ એક્સપર્ટની એક આર્મી બનાવવાની શરૂ કરી દીધી છે. તે અંતરિક્ષથી આવનારા આ પ્રકારના જોખમોને પહોંચી વળવા માટે કામ કરશે અને ધરતીને બચાવવાા રસ્તા શોધશે. ચીન આવા એસ્ટેરોઈડની દિશા બદલવાની કોશિશમાં પણ લાગ્યું છે. તેણે એસ્ટેરોઈડ વોર્નિંગ નેટવર્ક બનાવ્યું છે. જે એવી ચીજો પર પળપળની નજર રાખે છે. ચીન તેનો બધો ડેટા દુનિયા સાથે શેર કરે છે.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી મીડિયા રિપોર્ટ્સ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે