ભરૂચના 25 વર્ષીય યુવકને કેનેડામાં નડ્યો ભયાનક અકસ્માત; કાર અને ટ્રકની અથડામણમાં કરૂણ મોત

ભરૂચના આમોદના યુવાનનું કેનેડામાં માર્ગ અકસ્માતમાં મોત નીપજ્યું છે. કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા ભરૂચના 23 વર્ષીય યુવકનું કરુણ મોત નીપજ્યું છે. કાર અને ટ્રક વચ્ચેની ટક્કરનો વીડિયો પણ સામે આવ્યો છે.

ભરૂચના 25 વર્ષીય યુવકને કેનેડામાં નડ્યો ભયાનક અકસ્માત; કાર અને ટ્રકની અથડામણમાં કરૂણ મોત

ઝી બ્યુરો/આણંદ: ગુજરાતીઓને સૌથી વધુ વિદેશનો મોહ છે, ત્યારે એક દુ:ખદ સમાચાર સામે આવી રહ્યા છે. કેનેડામાં ભરૂચના આમોદના યુવાનનું રોડ અકસ્માતમાં કરૂણ મોત નીપજ્યું છે. જી હા.. કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા ભરૂચના 23 વર્ષીય યુવક ઋષભ લીંબચીયાનું કરુણ મોત નીપજ્યું છે. કાર અને ટ્રક વચ્ચેની ટક્કરનો વીડિયો પણ સામે આવ્યો છે.

મળતી માહિતી અનુસાર, ભરૂચના આમોદના રહેવાસી 23 વર્ષીય યુવક ઋષભ લીંબચીયાનું કેનેડામાં એક અકસ્માતમાં મોત નીપજ્યું છે. ઋષભ લીંબાચીયા 3 વર્ષથી સ્ટુડન્ટ વિઝા પર કેનેડામાં રહેતો હતો. ઋષભ લીંબાચીયાના ફેસબુક પર આપવામાં આવેલી માહિતી અનુસાર ઋષભ ટોરોન્ટોમાં રહેતો હતો અને અલગોમા યુનિવર્સીટીમાં અભ્યાસ કરી રહ્યો હતો. આમોદના કાલિકા માતા મંદિર વિસ્તારમાં રહેતા યુવાનનું કેનેડાના બ્રેમટનમાં કરુણ મોત નીપજ્યું છે. 

આ અકસ્માતનો એક વીડિયો પણ સામે આવ્યો છે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે રાતના સમયે રસ્તા પર સ્પીડમાં જતી કારની સામેથી આવતા ટ્રક સાથે ટક્કર થઈ જાય છે. ટક્કર એટલી જોરદાર હતી કે કારનો આગળથી ભુક્કો બોલાઈ જાય છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો રસ્તા પરથી પસર થતી એક બીજી કારના ડેશકેમમાં રેકોર્ડ થઈ ગયો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news