Haldi: ઇન્સ્ટન્ટ ગ્લો માટે ચહેરા પર લગાવો આ જાદુઈ ફેસ માસ્ક, 10 મિનિટમાં સ્કિન પર દેખાશે ગ્લો

Haldi For Instant Glow: પ્રદુષણ, ડેડ સ્કિન, સ્કિન કેરના અભાવના કારણે સ્કિન ડેમેજ અને ડલ દેખાવા લાગે છે. સ્કિનની આ ડલનેસને દુર કરવા માટે હળદરનો ઉપયોગ કરી શકાય છે. હળદરને આ વસ્તુમાં ઉમેરીને સ્કિન પર અપ્લાય કરશો એટલે ત્વચા પર ઇન્સ્ટન્ટ ગ્લો દેખાવા લાગશે.

Haldi: ઇન્સ્ટન્ટ ગ્લો માટે ચહેરા પર લગાવો આ જાદુઈ ફેસ માસ્ક, 10 મિનિટમાં સ્કિન પર દેખાશે ગ્લો

Haldi For Instant Glow: હળદર અને દૂધ બંને વસ્તુ સ્કિન માટે ફાયદાકારક છે. આ બંને વસ્તુનો ઉપયોગ કરવાથી સ્કીનને થતા લાભ વિશે તમે પણ જાણતા હશો. પરંતુ શું તમે ક્યારેય કાચા દૂધમાં હળદર મિક્સ કરીને ચહેરા પર લગાવી છે ? આજ સુધી આ નુસખો ટ્રાય ન કર્યો હોય તો આજે જ કરજો. એક વખત તમે આ નુસખો અપનાવી લેશો તો પછી સ્કીન કેર કરવા માટે બીજી કોઈ જ વસ્તુને હાથ નહીં લગાવો.. કાચું દૂધ અને હળદર ચહેરા પર અપ્લાય કરવાથી ત્વચાની રંગત રાતોરાત ખીલી જશે. 

જો તમને ત્વચા પર ઇન્સ્ટન્ટ ગ્લો મેળવવો હોય તો કાચા દૂધમાં હળદર મિક્સ કરીને ચહેરા પર અપ્લાય કરો. તેનાથી ચહેરો ચમકદાર બને છે. કાચુ દૂધ અને હળદર ચહેરા પરના ખીલને પણ મટાડી શકે છે અને ત્વચા પરના ડાઘને પણ ઓછા કરી શકે છે. 

હળદર અને દૂધનું ફેસ માસ્ક 

હળદર અને દૂધનું ફેસ માસ્ક બનાવવા માટે બે ચમચી કાચું દૂધ લેવું અને તેમાં એક ચપટી હળદર પાવડર મિક્સ કરવો. આ મિશ્રણને સારી રીતે હલાવો અને પછી પેસ્ટને ચહેરા તેમજ ગરદન પર લગાવી લો. આ મિશ્રણ સુકાઈ જાય પછી હુંફાળા પાણીથી ચહેરો ધોઈ લેવો. 

નિયમિત રીતે આ વસ્તુનો ઉપયોગ કરશો એટલે ત્વચા પરથી ડાઘ અને ખીલ દૂર થવા લાગશે. સાથે જ ત્વચા પર ગ્લો વધશે. દૂધ ચહેરા પરથી એ એજિંગની નિશાનીઓને દૂર કરી શકે છે. તેની સાથે હળદર લગાડવાથી જ ત્વચાનો ગ્લો વધે છે.

કાચુ દૂધ સ્કિનને અંદરથી સાફ કરે છે અને ચમકદાર બનાવે છે. હળદરમાં એન્ટી ઈંફ્લેમેટરી, એન્ટી ઓક્સીડન્ટ અને એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે જે ડાઘ દુર કરવામાં મદદ કરે છે. હળદર અને કાચુ દૂધ ચહેરા પર અપ્લાય કરશો તો રેડનેસ પણ દુર થશે અને સ્કિનને ઈવન ટોન મળશે.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news