Aishwarya-Abhishek: ઐશ્વર્યા-અભિષેક ઈચ્છે તો પણ નહીં થાય તેમના ડિવોર્સ, કારણ છે બચ્ચન પરિવારની આ પરંપરા

Aishwarya Abhishek Divorce Rumors: ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનના ડિવોર્સની અફવા ઘણા સમયથી ચાલે છે પરંતુ આજ સુધી આ અંગે કોઈ પુષ્ટિ થઈ નથી. ચર્ચાઓનું માનીએ તો આવું ક્યારેય થશે પણ નહીં. બચ્ચન પરિવારની એક પરંપરા છે જેના કારણે ઐશ્વર્યા અભિષેક ઈચ્છે તો પણ ડિવોર્સ ન લઈ શકે. જાણી લો શું છે આ પરંપરા. 

Aishwarya-Abhishek: ઐશ્વર્યા-અભિષેક ઈચ્છે તો પણ નહીં થાય તેમના ડિવોર્સ, કારણ છે બચ્ચન પરિવારની આ પરંપરા

Aishwarya Abhishek Divorce Rumors: અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાયના ડિવોર્સની આફવાઓ છેલ્લા ઘણા મહિનાથી ઉડી રહી છે. જ્યારે જ્યારે ડિવોર્સની ચર્ચા તેજ થાય છે ત્યારે આ કપલ જાહેરમાં એક સાથે જોવા મળે છે. તેમને જોઈને લાગે કે તેમની વચ્ચે બધું જ બરાબર છે અને ડિવોર્સ નહીં થાય. મીડિયા રિપોર્ટ અનુસાર એશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન વચ્ચે મનમુટાવ છે તેવી વાત ઘણી વખત સામે આવી છે પરંતુ આ બંનેના લગ્ન જીવનની સ્થિતિ ખરાબ હશે તો પણ તેઓ ઓફિશ્યલી ક્યારેય ડીવોર્સ નહીં લે. 

અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાયના ડિવોર્સ ક્યારેય નહીં થાય તેની પાછળનું મુખ્ય કારણ છે બચ્ચન પરિવારની એક પરંપરા. બચ્ચન પરિવારમાં વર્ષોથી એક પરંપરા છે કે આ પરિવારમાં કોઈ પણ કપલના ડિવોર્સ થતા નથી. કપલ વચ્ચે અનબન થાય તો પણ તેઓ ડિવોર્સ થઈને સાવ અલગ થતા નથી. આ પરંપરાના કારણે ઐશ્વર્યા અને અભિષેક બચ્ચન વચ્ચે પણ ડિવોર્સ ક્યારેય નહીં થાય તેવું કહી શકાય.

એશ્વર્યા રાય સાથે લગ્ન થયા તે પહેલા અભિષેક બચ્ચનની સગાઈ કરિશ્મા કપૂર સાથે થઈ હતી. પરંતુ આ સગાઈ તૂટ્યા પછી શ્વેતા બચ્ચન અને તેના પતિ નિખિલ નંદા વચ્ચે પણ સમસ્યા થઈ હતી તેવી ચર્ચાઓ હતી. કારણ કે નિખિલ નંદા કરિશ્મા કપૂરનો કઝિન ભાઈ છે. તે સમયે શ્વેતા બચ્ચન મુંબઈમાં અને નિખિલ નંદા દિલ્હીમાં રહેતો હતો. તેમના વચ્ચે પણ ડિવોર્સ થયા નહીં અને આજે તેઓ એકબીજાની સાથે જ રહે છે. આજથી દાયકાઓ પહેલા અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન વચ્ચે પણ અણબનાવ અને ડિવોર્સની અફવાઓ ઉડી હતી. પરંતુ તેમના લગ્ન પણ તૂટ્યા નહીં.

બચ્ચન પરિવારની આ પરંપરાને જોઈને લાગે છે કે ઐશ્વર્યા અભિષેક પણ ક્યારેય અલગ નહીં થાય. અભિષેક બચ્ચન અને એશ્વર્યા રાય બંને પોતાની પર્સનલ લાઇફને લઈને જાહેરમાં એકદમ ચુપ રહે છે. એવું પણ માનવામાં આવે છે કે બંને કપલ અલગ અલગ રહે છે. તેમ છતાં તેમના ડિવોર્સ નહીં થાય. કારણકે બચ્ચન પરિવાર ડિવોર્સની વિરુદ્ધ છે અને આ પરિવારમાં આજ સુધી કોઈના ડિવોર્સ થયા નથી. એશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચનના લગ્ન એપ્રિલ 2007માં થયા હતા અને તેમની એક દીકરી પણ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news