5.64 લાખ રૂપિયાની આ ટબુકડી કાર ખરીદવા માટે ભારે પડાપડી, બલેનો-ક્રેટા બધાને પછાડી બની નંબર-1
Top Selling Car January 2025: જાન્યુઆરી 2025માં કઈ ગાડી વધુ વેચાઈ એ તમારે જો જાણવું હોય તો ટોપ સેલિંગ કારની યાદી આવી ગઈ છે. મારુતિ સુઝૂકીની આ કારે ફરીથી નંબર વનનો ખિતાબ મેળવી લીધો છે.
Trending Photos
Maruti WagonR Becomes Best Selling Car In January 2025: ભારતીય બજારમાં ગત મહિને એટલે કે જાન્યુઆરી 2025માં સૌથી વધુ જે કારોનું વેચાણ થયું તેની યાદી આવી ગઈ છે. મારુતિની આ કારે બધાને પાછળ છોડી દીધા અને ટોપ સેલિંગ કારનો ખિતાબ મેળવ્યો. અત્રે જણાવવાનું કે આ કાર ડિસેમ્બર 2024માં બીજી સૌથી વધુ વેચાયેલી કાર બની હતી પરંતુ નવા વર્ષમાં ગ્રાહકોએ આ કાર પર પોતાનો પ્રેમ ઢોળ્યો અને સૌથી વધુ વેચાઈ.
આ કાર બની નંબર વન
મારુતિ સુઝૂકીની વેગનઆર કાર જાન્યુઆરી 2025માં સૌથી વધુ વેચાયેલી કારોની યાદીમાં પ્રથમ નંબરે આવી છે. જ્યારે મારુતિની જ પ્રીમિયમ હેચબેક બલેનો બીજા નંબરે રહી. ત્યારબાદ હુન્ડાઈ ક્રેટા, મારુતિ સ્વિફ્ટ, ટાટા પંચ, મારુતિ સુઝૂકી ગ્રાન્ડ વિતારા, મહિન્દ્રા સ્કોર્પિયો, ટાટા નેક્સોન અને પછી મારુતિ સુઝૂકીની ડિઝાયર અને ફ્રોન્ક્સ જેવી ગાડીઓ છે. સારી વાત એ છે કે મારુતિ સુઝૂકીની વેગનઆરના વાર્ષિક વેચાણમાં 35 ટકાથી વધુની તેજી જોવા મળી છે.
આ કારોનું વેચાણ ઘટ્યું
ગત જાન્યુઆરીમાં જે કારોના વેચાણમાં વાર્ષિક રીતે વધારો જોવા મળ્યો તેમાં મારુતિ સુઝૂકી બલેનો, હુન્ડાઈ ક્રેટા, મારુતિ સ્વિફ્ટ, ગ્રાન્ડ વિતારા, મહિન્દ્રા સ્કોર્પિયો-એન અને ફ્રોન્ક્સ છે. જ્યારે ટાટા પંચ, ટાટા નેક્સોન, મારુતિ ડિઝાયર જેવી ગાડીઓના વેચાણમાં વાર્ષિક સ્તરે ઘટાડો જોવા મળ્યો છે.
ગત મહિને ટોપ 10 કારોના કુલ મળીને 1,73,075 યુનિટ વેચાયા છે. જે એક વર્ષ પહેલા જાન્યુઆરી 2024ના 1,59,275 યુનિટની સરખામણીમાં 8.66 ટકા વધુ છે. હવે જાન્યુઆરીની ટોપ 10 કારોના કેટલા યુનિટ વેચાયા તેની પણ યાદી પર નજર ફેરવો.
1. મારુતિ સુઝૂકી વેગનઆર- 24,078 યુનિટ
2. મારુતિ સુઝૂકી બલેનો- 19,965 યુનિટ
3. હુન્ડાઈ ક્રેટા- 18,522 યુનિટ
4. મારુતિ સુઝૂકી સ્વિફ્ટ- 17,081 યુનિટ
5. ટાટા પંચ- 16,231 યુનિટ
6. મારુતિ સુઝૂકી ગ્રાન્ડ વિતારા- 15,784 યુનિટ
7. મહિન્દ્રા સ્કોર્પિયો- 15,442 યુનિટ
8. ટાટા નેક્સોન- 15,397 યુનિટ
9. મારુતિ સુઝૂકી ડિઝાયર- 15,383 યુનિટ
10. મારુતિ સુઝૂકી ફ્રોન્ક્સ- 15,192 યુનિટ
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે