Gujarat Weather: ગુજરાતમાં આગામી 5 દિવસ માટે હવામાન વિભાગની ભયંકર આગાહી, જાણો હવે શું આવશે મોટી આફત?
અમદાવાદ શહેરમાં તાપમાન 35 થી 36 ડિગ્રી તાપમાન નોધાયું હતુ. સાથે આજે તાપમાનમાં થોડો વધારો થવા અંગે પણ હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું.
Trending Photos
ઝી ન્યૂઝ/ગાંધીનગર: ગુજરાતમાં આગામી દિવસોમાં માવઠાની શક્યતા નહિંવત હોવાની હવામાન વિભાગે આગાહી કરી છે. આવતીકાલે દક્ષિણ ગુજરાતમાં એકાદ જગ્યાએ વરસાદ પડી શકે છે. સાથે આવનારા દિવસોમાં તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો વધારો થઈ શકે છે. ગુજરાતમાં આગામી દિવસોમાં ગરમીનો અહેસાસ થાય તેવી શક્યતા છે. દક્ષિણ ગુજરાતના બાદ કરતા રાજ્યના અન્ય વિસ્તારોમાં માવઠાની શક્યતા હાલ નથી. આગામી 5 દિવસ વરસાદની નહિવત શકયતા સેવાઇ રહી છે.
હવામાન વિભાગે ગરમીને લઈ આગાહી કરી છે. જેના કારણે ગુજરાતના તાપમાનમાં 2થી 4 ડિગ્રીનો વધારો થઈ શકે છે. માવઠાની અસર હાટતા હવે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં 5 દિવસ વરસાદની શક્યતા નહિવત રહેશે. સાથે આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં એકાદ જગ્યાએ વરસાદ પડી તેવી પણ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.
Thunderstorm with light to moderate intensity rain would occur over and adjoining areas of few places of Delhi ( Mundaka, Pashchim Vihar, Rajauri Garden, Jafarpur, Nazafgarh, Dwarka, Palam, IGI Airport), pic.twitter.com/3DUEIfygJI
— India Meteorological Department (@Indiametdept) March 31, 2023
ગુજરાતમાં હવે ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે તાપમાનમાં 2-4 ડિગ્રી તાપમાન વધી શકે છે અને આગામી 3 થી 4 દિવસ ગરમીમાં સાધારણ વધારો થયો છે. અમદાવાદ શહેરમાં તાપમાન 35 થી 36 ડિગ્રી તાપમાન નોધાયું હતુ. સાથે આજે તાપમાનમાં થોડો વધારો થવા અંગે પણ હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું.
હવામાન વિભાગની આગાહી કરાઈ છે. વધુમાં આગામી દિલ્હીના મુંડકા, પશ્ચિમ વિહાર, રાજૌરી ગાર્ડન, જાફજફગઢ, આઈજીઆઈ એરપોર્ટની આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે. તેમ જીંદ, આદમપુર, હિસાર, ગોહાના, હાંસી, મેહમ, તોશામ, રોહતક, ભિવાની, ચરખી દાદરી, મત્તનહેલ, ઝજ્જર, ફારુખનગર, કોસલી, મહેન્દ્રગઢ, રેવાડી, નારનૌલ, બાવલ, ભીવાડી, કોટપુતલી, લક્ષ્મણગઢ, રાજગઢમાં પણ વરસાદની શકયતા સેવાઇ રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે