આ યુવકોને નથી કોરોનાનો ડર, રૂપિયા આપીને સ્વીમિંગ પુલમાં ન્હાવા પડ્યા
Trending Photos
જપ્તવ્ય યાજ્ઞિક/આણંદ :કોરોનાના કહેર વચ્ચે હાલ વધુ લોકો એકઠા થવુ હિતાવહ નથી. તેમ છતાં કેટલાક લોકો આ ગાઈડલાઈનને ગણકારતા નથી. ગાઈડલાઈનનો સરેઆમ ભંગ કરે છે. ત્યારે આણંદના એક સ્વીમિંગ પુલમાં સરકારની ગાઇડલાઇનનો ભંગ જોવા મળ્યો. અહીં 5૦ થી 60 યુવકો સ્વીમીંગ પુલમાં મોજ મસ્તી કરતા નજરે પડ્યા હતા.
આણંદના સ્વીમિંગ પુલમાં કોરોનાની ધજ્જિયા ઉડાવતા દ્રશ્યો સામે આવ્યા છે. એક જ સ્વીમિંગ પુલમાં 50 થી 60 યુવકો ન્હાતા હોવાના આ દ્રશ્યો ચોંકાવનારા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, અહી વ્યક્તિ દીઠ 200 રૂપિયા સ્વીમીંગ કરાવતા હોવાની વાત સામે આવી છે.
સરકારની ગાઇડલાઇનનો સરેઆમ ભંગ જોવા મળતા આણંદ પોલીસ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરી હતી. છેલ્લાં 3 થી 4 દિવસથી સ્વીમીંગ પુલ ચાલતો હોવાની વાત સામે આવી છે. જ્યાં દરરોજ 50 થી 60 લોકોને ભેગા કરીને સ્વીમિંગ કરાવવામાં આવતું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે