આંબાની લુપ્ત થતી જાતોને જીવંત રાખવા આગળ આવ્યા ગુજરાતના મોટા ઉદ્યોગપતિ, લીધો મોટો સંકલ્પ

જળક્રાંતિના પ્રણેતા મનસુખ સુવાગીયાએ 500 થી વધુ પ્રકારની કેરી ખાઈ 100 ઉત્તમ જાત શોધી. 22 એપ્રિલના 'દેશી બીજ સુરક્ષા ક્રાંતિદિન'ની ઉજવણી થી 100 દેશી આંબા અને  100 દિવ્ય વનસ્પતિનો સમગ્ર દેશમાં વાવેતરનો સંકલ્પ
 

આંબાની લુપ્ત થતી જાતોને જીવંત રાખવા આગળ આવ્યા ગુજરાતના મોટા ઉદ્યોગપતિ, લીધો મોટો સંકલ્પ

ગૌરવ દવે/રાજકોટ: આધુનિક ટેકનોલોજી આવતા ખેડૂતો ઉત્પાદન વધુ મેળવવા હાઈબ્રીડ ફ્રૂટ, શાકભાજી, અનાજ સહિતની વસ્તુઓનું ઉત્પાદન કરવા લાગ્યા. જેને કારણે અનેક ફ્રૂટ અને શાકભાજીની દેશી જાત લુપ્ત થઈ ગઈ. રાજકોટના જળક્રાંતિ ટ્રસ્ટના પ્રણેતા અને ઉદ્યોગપતિ મનસુખભાઇ સુવાગીયાએ 2008માં સંશોધન કર્યું. જેમાં દેશભરમાંથી દેશી આંબાની 90 ટકા કરતા વધુ જાતિ લુપ્ત થઈ ગઈ હોવાનું સામે આવ્યું હતું.

જળક્રાંતિના પ્રણેતા મનસુખભાઈ સુવાગીયાએ જણાવ્યું હતું કે, દેશમાં કૃષિ વિજ્ઞાનના નામે હાઈબ્રિડ બીજની આંધળી દોટમાં કેસરથી બે થી પાંચ ગણું ઉત્પાદન આપતી અને સ્વાદ-સુગંધમાં શ્રેષ્ઠ દેશી આંબાની 90 ટકા જાતો અને દેશી ફળો અનાજ-કંદ-મસાલા-શાકભાજીની 70 ટકાથી વધુ જાતો લુપ્ત થઇ ગઇ છે. આ પ્રકૃતિ વિનાશને બચાવવા ઇ.સ.2008થી જળક્રાંતિ ટ્રસ્ટે દેશી બીજ સુરક્ષા યોજના હાથ ધરી છે. લુપ્ત થતાં 100થી વધુ ઉત્તમ જાતના દેશી આંબા, 200 પ્રકારના ઉત્તમ દેશી કૃષિ બીજ અને 100થી વધુ પ્રકારના દિવ્ય વનઔષધના બીજનું સફળ વાવેતર કર્યુ છે.

મનસુખભાઈ સુવાગીયાનો અભ્યાસ અને સંશોધન

- કિસાન પુત્ર તરીકેના નાનપણના અનુભવો અને ૨૨ વર્ષની રાષ્ટ્રસેવાના અભ્યાસના આધારે ઉત્તમ દેશી આંબા અને દિવ્ય વનસ્પતિઓની લુપ્તતા શોધી હતી.

- સકલ્પ : ઈ. સ. 2008 માં લુપ્ત થતા 100 ઉત્તમ દેશી આખા અને 10 દિવ્ય વનસ્પતિઓ શોધીને સમગ્ર દેશમા વાવેવતનો સંકલ્પ કર્યો. 

- સૌરાષ્ટ્રમાં 2000 ગામોમાં દેશી આંબાની 50 થી 100 વિવિધ પ્રકારની દેશી જાતો હતી. જેમાં ગિરનાર- આબુ- પંચમઢી તપોગિર- હીમાલય જેવા પર્વતોમાં હજારો દેશી આંબાનો અભ્યાસ કર્યો. તેઓના અંદાજ મુજબ દેશમાં દેશી આંબાની હજારો જાતો હતી. તેમાથી 20 ટકા જાતો મીઠાશ, સુગંધ, પોષક ગુણ, ટકાઉક્ષમતા અને વિપરિત વાતાવરણ-જમીનમાં ઉછેર અને ઉત્પાદનમાં શ્રેષ્ઠ જાતો હતી.

-  દેશના સરકારી બાગાયત વિભાગ દ્વારા કરીની માત્ર કેસર, હાફૂસ, લંગડો, રાજાપુરી, દશેરી, તોતાપુરી જેવી થોડી જાતોનો જ ઉછેર તેમજ પ્રોત્સાહન અને બાગાયત વૈજ્ઞાનિકોનું દેશી આંબાના પ્રાકૃતિક ગુણધર્મો વિશેના અજ્ઞાનથી સૌરાષ્ટ્ર - ગુજરાત અને દેશમાંથી દેશી આંબાની 90 ટકાથી વધુ ઉત્તમ જાતો લુપ્ત થઇ ગઈ. 

- ત્રણ થી પાંચ પેઢી દેશી આંબાની શ્રેષ્ઠ જાતની કેરી ખાધા પછી રાજ્ય કે દેશના કોઈ ખેડૂતે તેના બીજ(ગોટલા) કે કલમનું વાવેતર ન કરવાથી અનમાલ દેશી આંબા લુપ્ત થયા.

- હાઇબ્રીડ બીજની આંધળી ઝુંબેશમાં સ્થાનિક જમીન-વાતાવરણ અને માનવ તથા જીવસૃષ્ટિના આરોગ્યને સંપૂર્ણ અનુરૂપ અનાજ કઠોળ, કંદ, ફળો-શાકભાજી-મસાલાની અનેક ઉત્તમ દેશી જાતો લુપ્ત થઇ ગઇ. 

સંશોધન
- બાળપણથી આજ સુધીમાં હજારો ગામોમાં અને અનેક જંગલોમાં જઈને 500 થી વધુ પ્રકારની કેરી ખાઈને 100 થી વધુ ઉત્તમ જાતો શોધી.

- આંબાનું વાયુથી ફલિનીકરણના પ્રાકૃતિક ગુણ પારખીને ઉત્તમ જાતની ગોટલીનુ વાવેતર કરીને નવા દેશી જાતના આંબા નિર્માણ કર્યા 

- ઘટ્ટ રસની તુલનાએ પાતળા રસની અને રસમાં રેસા(ફાઇબર)વાળી કરી વધુ ગુણકારી છે.

- જે આંબાના પાન નાના અને ઘેરા લીલા રંગના છે અને કાચી કેરી અતિ ઘેરા લીલા રંગની, કાળાશ પડતી છે. એ જાતો દરિયા કિનારાથી દૂરના સુકા- ગરમ પ્રદેશમાં, બિનપિયત જમીનમાં, સાધારણ ક્ષારવાળી જમીન - પાણીમા પણ ઉગીને ઉત્પાદન આપે છે.

- જે કેરી કાચી હોય ત્યારે અતિ ખાટી હોય અને છાલ વધુ તુરી હોય. એ દેશી જાતોમાં ઈયળો પડતી નથી.

- કેસર માત્ર દરિયા કિનારાના પ્રદેશમાં જ થાય છે. કેસરનું ફળ ઉત્તમ છે. પરંતુ ઝાડ સૌથી અલ્પ પ્રતિકારક ક્ષમતા ઘરાવે છે. જ્યારે દેશી કેરી દરિયા કિનારાથી લઈને પહાડની ટોચ સુધીની જુદી જુદી જમીન, સામાન્ય ક્ષારવાળું પાણી, સુકી ગરમ હવા અને 50 ડીગ્રી સુધીના ગરમ વાતાવરણમાં પણ થાય છે.

- કેસર કેરીને પુખ્ત ઝાડ વાર્ષિક 100 થી 300 કિલો ઉત્પાદન આપે છે. જ્યારે દેશી કેરીનું ઝાડ 100 થી 500 કિલો ઉત્પાદન આપે છે. કોઇ દેશી આખા 1000 થી 2000 કિલોનું પણ ઉત્પાદન આપે છે. 

- સવાર પ્રાકૃતિક પાકી કેરી ખાતા પહેલા અડધી ચમચી સુંઠ અને 10 થી 20 ગ્રામ દેશી ગાયનુ ઘી મિક્ષ કરીને ચાટીને ત્યાર બાદ ચૂસીને પ્રાકૃતિક કેરી ખાવાથી શરીરમાં લોહી, બળ, પુરુષત્વ, સૌંદર્ય અને ઓજની વૃદ્ધિ થાય છે.

- સેંકડો ગામો અને ગિરનાર પર્વત - ગુજરાત, આબુ પર્વત - રાજસ્થાન, પંચમઢી પર્વત - મધ્યપ્રદેશ, તપોગિરી પર્વત - નાગપુર અને ગીર જંગલમાં જઈને દેશી આખા અને દિવ્ય વનસ્પતિના બીજનુ સફળ વાવેતર કર્યું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news