RBI ને બોમ્બ ઉડાવી દેવાની ધમકી આપનારા ગુજરાતના નીકળ્યા, વડોદરામાં પાર પાડ્યું મોટું ઓપરેશન
Mumbai Bomb Threat email to RBI: મુંબઈમાં આરબીઆઈની ઓફિસની બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનારાના તાર ગુજરાત સાથે જોડાયા છે... મુંબઈ એટીએસએસએ ત્રણ યુવકની ધરપકડ કરી છે
Trending Photos
Mumbai ATS : બે દિવસ પહેલા દેશની કેન્દ્રીય બેંક ભારતીય રિઝર્વ બેંકને એક ધમકીભર્યો મેલ મળ્યો હતો. જેમાં મુંબઈના કુલ 11 જગ્યાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી અપાઈ હતી. મેલમાં કહેવાયુ હતું કે, RBI ની મુંબઈ ઓફિસ, HDFC Bank અને ICICI Bank સહિત કુલ 11 જગ્યાઓ પર બોમ્બ મૂકવામા આવ્યા છે. આ મેલમાં આરબીઆઈના ગર્વનર શશીકાંત દાસ અને ફાઈનાન્સ મંત્રી નિર્મલા સીતારમણના રાજીનામાની પણ માંગ કરવામાં આવી હતી. ત્યારે આ ધમકીભર્યા મેલના તાર ગુજરાત સાથે જોડાયા છે. આરબીઆઈને ધમકી આપનારા ગુજરાતના નીકળ્યા છે. મુંબઈ ATSએ સમગ્ર મામલે વડોદરાથી અગાઉ 3 આરોપીઓની ધરપકડ કરી છે.
વડોદરાથી ત્રણની ધરપકડ
RBIના મુંબઈ કાર્યાલય સહિત 11 ઠેકાણે બોમ્બ મુકાયા હોવાના ધમકીભર્યા ઇ-મેઇલ બાદ મુંબઈ ATSની ટીમ દ્વારા વડોદરામાં તપાસ શરૂ કરવામાં આવી હતી. જેમાં વડોદારના ત્રણ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. ગત રોજ વડોદરામાં મુંબઈ ATSના ફરી એકવાર દરોડા પાડ્યા હતા. ચાર દરવાજા વિસ્તારમાં આવેલ લાડવાડામાં મેમણ હોલ નીચે ઓપ્ટિકલની દુકાનમાં ATS દ્વારા તપાસ હાથ ધરાઈ હતી. જેમાં RBI ને ઈ-મેઈલ મારફતે 11 સ્થળે બોમ્બ ધડાકા કરવાની ધમકી આપવા તપાસ હાથ ધરાઈ હતી. આ તપાસ વડોદરા શહેરની SOG અને ક્રાઇમ બ્રાન્ચની ટીમને સાથે રાખીને કરાઈ હતી. જેમાં આરોપીઓ દ્વારા ઓપ્ટિકલના માલિકનો ફોન વાપરવામાં આવ્યો હોવાની આશંકાએ તપાસ કરાઈ છે. મુંબઈ ATSએ સમગ્ર મામલે વડોદરાથી 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
ધરપકડ કરાયેલા ત્રણ યુવકો
- વડોદરા જિલ્લાના પાદરાના રણુ ગામનો આદિલ
- આજવા રોડ પર રહેતો મહમંદ વસીમ
- તાંદલજામાં રહેતો મહંમદ અર્શિલ
સરેઆમ દ્વારકા પોલીસની આબરુના ધજાગરા ઉડ્યા! ચોર પોલીસની જ જીપ લઈ ગયો
ઓપ્ટિકલ હાઉસના માલિકને ગેરમાર્ગે દોરી ઈન્ટરનેટ રાઉટરનો ઉપયોગ કરાયો
મુંબઈ ATS ની તપાસ મામલે સમગ્ર વિસ્તારમાં ભારે તંગદિલી ફેલાઈ હતી. જેમાં સામે આવ્યું કે, મેમણ જમાતખાનાની ઓફિસ અને એક ઓપ્ટિકલ હાઉસમાં તપાસ કરાઈ હતી. ઓપ્ટિકલ હાઉસના ઈન્ટરનેટ રાઉટરનો ઉપયોગ કરી તાંદલજાના મોહંમદ અર્શીલે મેલ કર્યો હોવાની આશંકાએ મુંબઈ ATS દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું. ઈન્ટરનેટ રાઉટર તથા CCTV ફૂટેજ કબ્જે કરાયા છે. ઓપ્ટિકલ હાઉસના માલિકને ગેરમાર્ગે દોરી ઈન્ટરનેટ રાઉટરનો દુરુપયોગ કરાયો હોવાનું ખુલ્યું છે. હાલ મુંબઈ એટીએસએ ઈન્ટરનેટ રાઉટર અને CCTV ફૂટેજ કબજે કરાયા હતા.
ત્રણેયની ધરપકડ
આરબીઆઈને મોકલવામાં આવેલા મેલમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરૂ કરી છે. બીજી તરફ, વડોદરા શહેરમાંથી ત્રણ યુવકોની ધરપકડ કરાઈ છે. આ ત્રણેય એકબીજાના સંબંધી હોવાનું ખૂલ્યું છે. ધરપકડ કરાયેલા યુવકોની ઓળખ આદિલ રફીક અને બાકીના બે તેના મિત્રો છે.
અમારી ધમકીને નજરઅંદાજ ન કરો
ધમકીભર્યા મેલમાં મોકલનારાએ આકરા શબ્દોનો પ્રયોગ કર્યો હતો. તેમણે લખ્યુ હતું કે, અમારી લખેલી વાતને જરા પણ નજરઅંદાજ ન કરતા. ઈમેલમાં 11 જગ્યાએ બોમ્બ રાખવાની વાત કરાઈ હતી. સાથે જ ધમાકાના ટાઈમિંગનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમાં કહેવાયુ હતું કે, આ ધમાકો મંગળવારે બપોરે લગભગ દોઢ વાગે થવાનો છે. તેના બાદ હડકંપ મચી ગયો હતો. મુંબઈ પોલીસ દોડતી થઈ હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે