વડોદરા ટ્રક ડ્રાઇવર પર ચોરીનો આરોપ લગાવીને હત્યા, ઘટનાથી ચકચાર મચી
શહેર નજીક નંદેસરી GIDC માં ટ્રક ડ્રાઇવર તરીકે કામ કરતા એક 38 વર્ષીય ઇસમને ચોરી કરી હોવાvr શંકાએ કેમિકલ કંપનીના સિક્યુરિટી ગાર્ડ દ્વારા ઢોર માર મારવામાં આવતા ગંભીર રીતે ઘવાયેલા ડ્રાઇવરને સયાજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. પોલીસે હુમલો કરનાર ખાનગી કંપનીના સિક્યુરિટી ગાર્ડ વિરુદ્ધ હત્યાનો ગુન્હો નોંધવાની તજવીજ હાથ ધરી છે.
Trending Photos
જયંતિ સોલંકી/વડોદરા : શહેર નજીક નંદેસરી GIDC માં ટ્રક ડ્રાઇવર તરીકે કામ કરતા એક 38 વર્ષીય ઇસમને ચોરી કરી હોવાvr શંકાએ કેમિકલ કંપનીના સિક્યુરિટી ગાર્ડ દ્વારા ઢોર માર મારવામાં આવતા ગંભીર રીતે ઘવાયેલા ડ્રાઇવરને સયાજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. પોલીસે હુમલો કરનાર ખાનગી કંપનીના સિક્યુરિટી ગાર્ડ વિરુદ્ધ હત્યાનો ગુન્હો નોંધવાની તજવીજ હાથ ધરી છે.
પ્રાથમિક માહિતી અનુસાર નંદેસરી GIDCની પાનોલી કંપનીમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા 38 વર્ષીય બલજીન્દર સિંઘને પાનોલી કંપનીના સિક્યુરિટી ગાર્ડ દ્વારા ટ્રકમાં ભંગાર ભરી જતો હોવાની શંકાએ પકડવામાં આવ્યો હતો. તેને પકડી લીધા બાદ કંપનીના ખાનગી માણસો અને સિક્યુરિટી ગાર્ડે બલજીન્દર સિંઘને ઢોર માર માર્યો હતો. દશરથ ગામ હાઇવે ઉપર સર્વિસ રસ્તા પર જ તેને ફટકાર્યા હતો. સમગ્ર મામલે વિડિયો પણ વાઇરલ થયા હતા. આખરે ગંભીર રીતે ઇજાગ્રસ્ત બલજીન્દરને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. ત્યાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
ચાર દિવસની સારવાર બાદ આજે બલજીન્દર સિંઘનું મોત નિપજતા પરિવારજનોએ કંપનીના સિક્યુરિટી ગાર્ડ વિરુદ્ધ હત્યાનો ગુન્હો નોંધવાની માંગણી કરી છે. જ્યારે નંદેસરી પોલીસે તમામ પુરાવાઓ એકત્રિત કરી ડ્રાઈવરને ઢોર માર મારનાર ખાનગી સિક્યુરિટી ગાર્ડ અને અન્ય માણસોની ઓળખ કરી ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે. ત્યારે બે નાના બાળકોના પિતા ગુમાવતા પરિવારે પાનોલી કંપની પાસે વળતરની માંગણી કરવામાં આવી હતી ત્યારે બીજી તરફ કંપનીના સિક્યુરિટીઓ વિરૂદ્ધ રોષ વ્યક્ત કર્યો હતો. ગુનો કર્યો હોય તો પોલીસ બેઠી છેસજા આપવા માટે આવી રીતે ઢોર માર મારવો કેટલો યોગ્ય ગણાય કે યુવકનું મોત નીપજ્યું હતું. સમગ્ર મામલે હાલ તો નંદેસરી પોલીસે ચાર જેટલા વ્યક્તિઓને અટકાયત કરવામાં આવી છે પરંતુ એ પણ સવાલ ઉઠી રહ્યો છે કે ખરેખર બલજીન્દ્રસિંહ ચોરી કરી છે કે નહીં તે પણ પોલીસ તપાસ બાદ જ બહાર આવશે. ત્યારે જોવાનું એ રહ્યું કે નંદેશરી પોલીસની કાર્યવાહીમાં મામલે શું તથ્ય સામે આવે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે