Navratri 2023: ગુજરાતમાં અહીં ચાર દાયકાથી યુવતીઓ તલવાર, અંગારા અને મશાલથી રમે છે રાસ ગરબા
Navratri 2023: નવરાત્રિ આવી ગઈ છે. યુવા હૈયાઓમાં થનગનાટ પણ જોવા મળી રહ્યો છે. પણ શું તમે જાણો છોકે, ગુજરાતમાં એક એવી પણ જગ્યા છે જ્યાં ડાંડિયાથી નહીં પણ મશાલથી રમાય છે રાસ...
શક્તિ ચોકમાં છેલ્લા 40 વર્ષોથી પ્રાચીન ગરબીનું આયોજન
પરંપરાગત ગરબીમાં યુવતીઓ રમે છે રાસ
આ વખતે યુવતીઓ દ્વારા રજૂ કરાયો મશાલ રાસ
Trending Photos
Navratri 2023: આધ્યશક્તિની આરાધનાનો પર્વ એટલે નવરાત્રિ. નવરાત્રિનો પ્રારંભ થઈ ચુક્યો છે. આજે માતાજીનું બીજું નોરતું છે. ત્યારે આ આર્ટિકલમાં વાત કરીશું એક એવી જગ્યાની જ્યાં વર્ષોથી કંઈક અલગ જ અંદાજમાં કંઈક અલગ જ રીતભાત સાથે યોજાય છે નવરાત્રિ અને થાય છે અનોખા ગરબા. મોરબીના શક્તિ ચોકમાં 40 વર્ષોથી પ્રાચીન ગરબીનું આયોજન, નવરાત્રીના પહેલા નોરતે બાળાઓએ રજૂ કર્યો મશાલ-અંગારા રાસ, જોઇને લોકો મંત્રમુગ્ધ થઇ ગયા લોકો. ઉલ્લેખનીય છેકે, મોરબીના શક્તિ ચોકમાં છેલ્લા 40 વર્ષોથી પ્રાચીન ગરબીનું આયોજન કરવામાં આવે છે. યુવતીઓ દ્વારા બન્દીશ રાસ, તલવાર રાસ સહિતના અવનવા રાસ ગરબા રજૂ કરવામાં આવે છે. રાસ જોવા મોરબી સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી લોકો આવે છે. આ વખતે નવરાત્રીના પહેલા નોરતે પ્રથમ વખત યુવતીઓ દ્વારા મશાલ-અંગારા રાસ રજૂ કરવામાં આવ્યો હતો. અદભૂત રાસ જોવા મોરબી-માળીયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય કાંતિ અમૃતિયા પણ પહોંચ્યા હતા.
મોરબી શહેરના ખાટકીવાસ વિસ્તારની બાજુમાં જ ગેસ્ટ હાઉસ રોડના ખૂણે શક્તિ ચોક ગરબીનું છેલ્લા 40 વર્ષથી આયોજન કરવામાં આવે છે, જેમાં માત્ર હિન્દુ જ નહીં પરંતુ મુસ્લિમ બાળાઓ પણ માતાજીના ગરબા પર અવનવા રાસ રજૂ કરતી હોય છે, જેથી આ ગરબી મોરબીના લોકો માટે આકર્ષણનું કેન્દ્ર છે, તેમાં શંકાને કોઈ સ્થાન નથી. અહીં માતાજીની આરાધના કરતી બાળાઓ દ્વારા નવરાત્રી દરમિયાન માડી તારા અધોર નગર, ટીપ્પણી રાસ, બન્દીસ રાસ, તલવાર રાસ સહિતના રાસ ગરબા લોકો સમક્ષ રજૂ કરવામાં આવે છે. જેમાં આ વખતે મોરબીમાં પ્રથમ વખત બાળાઓ દ્વારા મશાલ-અંગારા રાસ રજૂ કરવામાં આવ્યો હતો, જેને જોઇને લોકો મંત્રમુગ્ધ થઇ ગયા હતા. ધારાસભ્ય કાંતિભાઇ અમૃતિયા પણ તેમના પત્ની જ્યોત્સનાબેન સાથે અહીં હાજર રહ્યા હતા અને તેમણે દિકરીઓની મહેનતને બિરદાવી હતી.
આ વર્ષે શક્તિ ચોક ગરબી મંડળની બાળાઓ દ્વારા પ્રાચીન ગરબામાં જ થોડી આધુનિકતા લાવીને અવનવા રાસ દોઢ મહિના સુધી પ્રેક્ટિસ કરીને તૈયાર કરવામાં આવ્યા છે અને હવે નવરાત્રીમાં “માઁ શક્તિના ચાચર ચોક”માં બાળાઓ દ્વારા તેને લોકોની સમક્ષ રજૂ કરવામાં આવી રહ્યા છે. અહીં નવરાત્રી દરમિયાન જે રાસ ગરબા રજૂ કરવામાં આવે છે, તેને જોઇને લોકો પણ મંત્રમુગ્ધ થઇ જાય છે. અહીં માત્ર હિન્દુ જ નહીં મુસ્લિમ પરિવારની બાળાઓ પણ ગરબા ગાવા માટે આવે છે. આ ગરબી જોવા માત્ર મોરબી જ નહીં પરંતુ બહારથી પણ લોકો આવે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે