ખેલૈયાઓ વેક્સિન નથી લીધી તો લઇ લેજો, દરેક સોસાયટીમાં પોલીસ જવાનો રહેશે હાજર અને...
Trending Photos
જાવેદ સૈયદ/અમદાવાદ : નવરાત્રીને લઈને ગઈકાલે જ સરકાર દ્વારા જાહેરનામું બહાર પાડીને ખેલાયાઓને જાણ કરી દેવામાં આવી છૅ, ત્યારે ક્રાઇમ બ્રાન્ચના સ્પેશિયલ સી પી પ્રેમવીર સિંઘે પત્રકાર પરિસદ યોજી જણાવ્યુ હતુ કે જયાં પણ સોસાયટીમાં ગરબા રમવામાં આવશે ત્યાં પોલીસની ટીમ હાજર રહેશે. આવતા મહિને ગુજરાતમાં સરકારની ગાઈડલાઈન મુજબ નવરાત્રી થવા જઈ રહી છે. ત્યારે ક્રાઇમ બ્રાન્ચના સ્પેશિયલ સીપીએ એક પત્રકાર પરિષદ યોજી જણાવ્યું હતું કે, સરકાર દ્વારા નવરાત્રી દરમિયાન જે છૂટછાટ આપવામા આવી છે તેના સ્થાનીક પોલીસ સહિત શહેર ક્રાઇમ બ્રાન્ચની પણ બાઝ નજર રહેશે.
ગરબા રમનાર દેરક વ્યક્તિએ કોરોનાની ગાઈડ લાઈનનું પણ પાલન કરવાનું રહેશે. જે સોસાયટીમાં ગરબા યોજાશે ત્યાં સ્થાનિક પોલીસની સાથે સાથે ક્રાઇમ બ્રાન્ચની ટીમો પણ તૈનાત કરવામાં આવશે. દરેકે દરેક વ્યક્તિ પર નજર રાખવા ઉપરાંત વેક્સિનેશનના મુદ્દે પણ ધ્યાન આપવામાં આવશે. અત્રે નોંધનીય છે કે, આ વખતે કેટલાક હિન્દુત્વ વાદી સંગઠનો દ્વારા પણ લઘુમતીના યુવકો મુદ્દે કેટલીક જાહેરાતો કરવામાં આવી છે. જેના કારણે કોઇ ઘર્ષણ કે અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ પણ સતર્ક છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ વખતે સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી ગાઇડ લાઇન અનુસાર ક્યાંય પાર્ટી પ્લોટ, ફાર્મ હાઉસ કે અન્ય કોઇ જાહેર સ્થળ પર ગરબાનું આયોજન થવાનું નથી. તેવામાં દરેક શેરી સ્તરે જ ગરબાનું આયોજન થશે. તેવામાં કોઇ કોઇ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ પહેલાથી જ તૈયારીઓ આરંભી દીધી છે. આવી ઘટનાઓ નિવારવા માટે અત્યારથી જ પોલીસે તમામ પ્રકારની તૈયારીઓ આરંભી દીધી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે