શરમજનક! ગૃહમંત્રી હર્ષ સંઘવીના સુશાસનમાં ગુજરાતને કલંક, પોલીસ કસ્ટડીમાં મોતમાં ગુજરાત મોખરે
Police Custody Death : એક સમયે એન્કાઉન્ટર મામલો દેશભરમાં ગાજ્યો હતો. હવે પોલીસ કસ્ટડીમાં મોતનો મામલો ગુજરાતના ગૃહમંત્રાલય અને ગુજરાતની પોલીસ સામે સીધી આંગળી ચિંધી રહ્યો છે
Trending Photos
Police Custody Death : ગુજરાત એ વિકાસશીલ રાજ્ય કહેવાય છે. રાજ્યને મોડેલ રાજ્ય ગણાવાય છે અને અહીંના પાયલોટ પ્રોજેક્ટ દેશભરમાં અમલમાં આવે છે. ગુજરાતના પીએમ મોદી અને અમિત શાહ દિલ્હીમાં હોવાથી ગુજરાતને સૌથી વધારે પ્રધાન્ય મળે છે. મોદી અને અમિત શાહના કારણે આજે ગુજરાત એ વિશ્વભરમાં ફેમસ છે. 157 સીટો જીતાડીને ગુજરાતે એ સાબિત કરી દીધું છે કે આ મોદી અને અમિત શાહનું હોમ ટાઉન છે. જ્યાં માત્ર ભાજપનો જ દબદબો છે પણ હાલમાં એક જાહેર થયેલા રિપોર્ટે ગુજરાતમાં હર્ષ સંઘવીના સુશાસનને કાળી ટિલ્લી લગાવી છે. ગુજરાત એ દેશભરમાં મોખરે આવ્યું છે એ પણ ખરાબ બાબતોમાં.... એક સમયે એન્કાઉન્ટર મામલો દેશભરમાં ગાજ્યો હતો. હવે પોલીસ કસ્ટડીમાં મોતનો મામલો ગુજરાતના ગૃહમંત્રાલય અને ગુજરાતની પોલીસ સામે સીધી આંગળી ચિંધી રહ્યો છે. ગુજરાતમાં પાંચ વર્ષમાં 80 ના પોલીસ કસ્ટડીમાં મૃત્યુ થયા છે. પાંચ વર્ષના આ સમયગાળામાં પોલીસ કસ્ટડીમાં સૌથી વધુ મૃત્યુ થવાને મામલે ગુજરાત ટોચ પર છે. પોલીસ કસ્ટડીમાં મૃત્યુ મામલે મહારાષ્ટ્ર બીજા, ઉત્તર પ્રદેશ ત્રીજા સ્થાને છે.
નેશનલ હ્યુમન રાઇટ્સ મિશન દ્વારા જાહેર કરવામાં આવેલા અહેવાલ અનુસાર ગુજરાતમાં વર્ષ ૨૦૧૭-૧૮માં ૧૪, ૨૦૧૮-૧૯માં ૧૩, ૨૦૧૯- ૨૦માં ૧૨, ૨૦૨૦-૨૧માં ૧૭ અને ૨૦૨૧-૨૨માં ૨૪ કેદીના પોલીસ કસ્ટડીમાં મૃત્યુ થયા હતા. નેશનલ હ્યુમન રાઈટ્સ કમિશનના અહેવાલ પ્રમાણે કસ્ટડી હેઠળ લેવામાં આવેલા સાક્ષીના મોતને પણ કસ્ટોડિયલ ડેથ ગણવામાં આવે છે. ૨૦૨૦- ૨૧માં ૯૯ અને ૨૦૨૧-૨૨માં ૧૨૬ એમ કુલ ૨૨૫ના કસ્ટોડિયલ ડેથ થયાનું સામે આવ્યું છે. ખરેખર આ આંકડાઓ સાચા હોય તો ગુજરાત પોલીસ માટે સૌથી મોટા સવાલો ઉભા કરે છે. રાજ્ય સરકાર અને ગૃહમંત્રાલય સામે સીધી આંગળી ચિંધાઈ શકે છે. ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની દુહાઈ અપાય છે. ખરેખર આ મામલે સરકારે પણ ખુલાસો કરવાની જરૂર છે કે વાસ્તવિકતા શું છે. આ આંકડાઓએ પ્રશ્નાર્થ સર્જ્યો છે.
આ પણ વાંચો :
લોકસભામાં સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા અહેવાલ અનુસાર પોલીસ કસ્ટડીમાં મૃત્યુ થયું હોય તેમના પરિવારને રૂપિયા ૫.૮ કરોડનું વળતર પણ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત એક કેસમાં શિક્ષાત્મક પગલાં પણ લેવામાં આવનાર છે. ૨૦૧૭-૧૮થી વર્ષ 2021-22માં મહારાષ્ટ્રમાં પોલીસ કસ્ટડીમાં દીધી ૭૬, ઉત્તર પ્રદેશમાં ૪૧, તામિલનાડુમાં ૪૦, બિહારમાં ૩૮ના મૃત્યુ થયા છે. પાંચ વર્ષમાં પોલીસ કસ્ટડીમાં સૌથી ઓછું ૧-૧ મૃત્યુ સિક્કીમ-ગોવામાં નોંધાયું છે. વર્ષ ૨૦૨૧-૨૨માં પોલીસ કસ્ટડીમાં સૌથી વધુ મૃત્યુ મામલે મહારાષ્ટ્ર 30 સાથે મોખરે છે અને ગુજરાત 24 સાથે બીજા ક્રમે છે.
5 વર્ષમાં પોલીસ કસ્ટડીમાં મોત
વર્ષ મોત
ગુજરાત 80
મહારાષ્ટ્ર 76
ઉત્તર પ્રદેશ 41
તામિલનાડુ 40
બિહાર 38
કુલ 669
રાજ્યમાં વધી રહેલા કસ્ટોડિયલ ડેથ મુદ્દે હર્ષ સંઘવીએ પહેલા નિવેદન આપતા કહ્યું છે કે કસ્ટોડિયલ ડેથ અંગે પોલીસ સ્ટેશનમાંથી માહિતી મંગાવીએ છીએ, ઘટનામાં પોલીસ અધિકારી, કર્મચારી સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. આવા બનાવમાં મૃત્યુના કારણની તપાસ કરવામાં આવે છે. વિભાગની ક્ષતિ હોય તો તેમાં તપાસ કરી કાર્યવાહી કરીએ છીએ.
આ પણ વાંચો :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે