ગેરકાયદેસર સિંહદર્શનનો વધારે એક વીડિયો વાયરલ, કડક કાર્યવાહીની માંગ
Trending Photos
રજની કોટેચા/ઉના : ગીરના જંગલમાં બિનકાયદેસર સિંહ દર્શનની હાટડીઓ હજી પણ ધમધમી રહી છે. આવો જ એક વીડિયો હાલ વાયરલ થઇ રહ્યા છે. ઉનાના અમોદ્રા ગામના ખારા વિસ્તારનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક ભુંડને દોરડાથી બાંધી દીધું હતું. ત્યાર બાદ જંગલ વિસ્તારમાંથી એક સિંહણ આવીને ભૂંડનો શિકાર કરીને લઇ જાય છે. વીડિયોમાં એક વ્યક્તિ બોલતા પણ દેખાય છે કે, હમણા સિંહ આવશે અને લઇ જશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ મરઘીઓ દ્વારા સિંહ દર્શનનો એક વીડિયો વાઇરલ થયો હતો. ત્યાર બાદ આ મુદ્દે ભારે હોબાળો થતા વન વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. જો કે બિનકાયદેસર રીતે સિંહ દર્શન કરાવનારા લોકો હજી પણ પોતાની પ્રવૃતિ યથાવત્ત રીતે કરી રહ્યા છે. સ્થાનિક લોકો આ હિન કૃત્ય મુદ્દે ખુબ જ રોષ જોવા મળી રહ્યો છે. ઝડપથી આ મુદ્દે કડકમાં કાર્યવાહી વન વિભાગ દ્વારા કરવામાં આવે તે જરૂરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, લોકો સિંહ દર્શન માટે લોકો મોમાંગ્યા પૈસા આપતા હોય છે. સિંહને ખુબ જ નજીકથી જોવા માટે લોકો પૈસા ખર્ચતા હોય છે. જેના કારણે સ્થાનિકો સિંહ સાથે આ પ્રકારનાં હિન કૃત્યો કરતા અચકાતા નથી. આવામાં આ પ્રવૃતી ડામવા માટે વન વિભાગ દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે