આંધ્ર પ્રદેશમાં દુર્ઘટના, હાઈ ટેન્શન વાયરની ઝપેટમાં આવ્યું ટ્રેક્ટર, 9 મજૂરોના મોત


પ્રકાશમ જિલ્લામાં આ દુર્ઘટના સર્જાઈ છે. અહીં 30 મજૂરોને લઈ જઈ રહેલ ટ્રેક્ટર હાઈ ટેન્શન વાયરની ઝપેટમાં આવી ગયું હતું. તેમાં 9 લોકોના મોત થયા છે. 
 

આંધ્ર પ્રદેશમાં દુર્ઘટના, હાઈ ટેન્શન વાયરની ઝપેટમાં આવ્યું ટ્રેક્ટર, 9 મજૂરોના મોત

નવી દિલ્હીઃ આંધ્ર પ્રદેશના પ્રકાશમ જિલ્લામાં એક મોટી દુર્ઘટના સર્જાઇ છે. અહીં 30 મજૂરોને લઈ જઈ રહેલું ટ્રેક્ટર હાઈ ટેન્શન વાયરની ઝપેટમાં આવી ગયું હતું. આ ઘટનામાં9 મજૂરોના મોત થયા છે, જ્યારે અન્યને ઈજા પહોંચી છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં વરિષ્ઠ અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયા છે. 

આ દુર્ઘટના પર આંધ્ર પ્રદેશના રાજ્યપાલે દુખ વ્યક્ત કર્યુ છે. રાજ્યપાલ બિશ્વભૂષણ હરિચંદનને માહિતી આપવામાં આવી કે જિલ્લા વહીવટી તંત્રએ ઈજાગ્રસ્ત લોકોને હોસ્પિટલમાં દાખલ કરાવ્યા, જ્યાં તેની સારવાર થઈ રહી છે. રાજ્યપાલે શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરી છે. 

મહત્વનું છે કે આ પહેલા ત્રણ અલગ-અલગ દુર્ઘટનામાં ઘણા મજૂરોના મોત થયા હતા. મધ્યપ્રદેશના ગુનામાં બુધવારે મોડી રાત્રે 60થી વધુ મજૂરોની બસનો અકસ્માત થયો હતો. જેમાં 8 મજૂરોના મોત થયા હતા. તો ઉત્તરપ્રદેશમાં બસે મજૂરોને કચડી નાખ્યા જેમાં 6 લોકોના મોત થયા હતા. તો બિહારમાં એક દુર્ઘટનામાં બે મજૂરોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news