હવે માત્ર 1 SMS કરો અને તમારા ખેતરમાં લાગી જશે ટપક સિંચાઇની તમામ સિસ્ટમ
Trending Photos
ગાંધીનગર : રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને આધુનિક ખેતી તરફ વાળવા માટે સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે આજે ગાંધીનગર ખાતે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ દ્વારા GGRC દ્વારા એક અનોખી સેવાનો આરંભ કરાવાયો હતો. જેના માટે khedut.ggrc.co નામનાં ખેડૂત પોર્ટલને લોન્ચ કરવામાં આવ્યું છે. નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ દ્વારા આ પોર્ટલન લોન્ચ કરવામાં આવ્યું. તેમણે કહ્યું કે, રાજ્યમાં ખેડૂતો મોર ડ્રોપ મોર ક્રોપ હેઠળ ડ્રીપ ઇરિગેશનનો મહત્તમ ફાયદો ઉઠાવે તેવું સરકાર ઇચ્છે છે. ગ્રીન રિવોલ્યુશન કંપની દ્વારા ઓછા પાણીએ વધુ ખેતી થાય તે માટે આ સુવિધા પુરી પાડવામાં આવી રહી છે.
ગુજરાતમાં અત્યાર સુધીમાં 11 લાખથી વધારે ખેડૂતોને 18.50 લાખ જેટલા હેક્ટરમાં સુક્ષ્મ સિંચાઇ પદ્ધતી વસાવીને આ યોજનાને લાભ પુરો પાડવામાં આવી ચુક્યો છે. ખેડૂતો ખુબ જ ઓછી કિંમતે ટપક સિંચાઇ પદ્ધતી માટેની સમગ્ર સિસ્ટમ લગાવી શકે તે માટે રાજ્ય સરકાર અત્યાર સુધીમાં 6090 કરોડની મોટી રકમની સબસિડી પુરી પાડી ચુકી છે. હજી પણ ખેડૂતો ડ્રિપ ઇરિગેશન તરફ વળે તેવા પ્રયાસો સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે.
નિત્યાનંદ આશ્રમ વિવાદમાં: નિત્યાનંદના ટ્વિટ પણ ઘણું બધુ કહી રહ્યા છે !!
નીતિન પટેલે વધારેમાં ઉમેર્યું કે, સુક્ષ્મ સિંચાઇ પદ્ધતીનો લાભ મેળવવા માટે ખેડૂતો માટેના પોર્ટલમાં અથવા મોબાઇલ નંબર પર પોતાની વિગતો, નામ, જિલ્લો, તાલુકો, ગામ અને જમીનનો સર્વે નંબર જેવી વિગતો ભરીને પોતાનું એકાઉન્ટ બનાવી શકશે. ત્યાર બાદ જીજીઆરસી દ્વારા સામેથી ખેડૂતનો સંપર્ક કરવામાં આવશે અને સિંચાઇ પદ્ધતી લગાવવા માટેની કામગીરી હાથ ધરવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે