VIDEO સમાજની સૌથી વિકટ સમસ્યા એ યુવાઓની બેરોજગારી-અલ્પેશ કથીરિયા

પાટીદાર અનામત આંદોલનનો મુખ્ય ચહેરો ગણાતા અલ્પેશ કથિરીયા હાલ ઝી 24 કલાક સાથે ખાસ વાતચીત કરી. તેમણે અનામત, પાટીદાર સમાજ, હાર્દિક પટેલ, ગુજરાત સરકાર, ભાજપ અંગે ખાસ વાત કરી. જાણો તેમની વાતચીતના મુખ્ય અંશો...

VIDEO સમાજની સૌથી વિકટ સમસ્યા એ યુવાઓની બેરોજગારી-અલ્પેશ કથીરિયા

અમદાવાદ: પાટીદાર અનામત આંદોલનનો નવો ચહેરો ગણાતા અલ્પેશ કથીરિયાએ જેલ મુક્તિ બાદ પહેલીવાર ZEE 24 કલાકના સ્ટુડિયોમાં અનેક મુદ્દાઓ પર ખુલીને વાત કરી. હવે આગળ કેવી રહેશે રણનીતિ અને કેવી રીતે અનામત અપાવશે અલ્પેશ કથીરિયા?...તેમણે અનામત, પાટીદાર સમાજ, હાર્દિક પટેલ, ગુજરાત સરકાર, ભાજપ અંગે ખાસ વાત કરી. જાણો તેમની વાતચીતના મુખ્ય અંશો...

  • અલ્પેશ કથીરિયાને પૂછવામાં આવ્યું કે હવે આગળની રણનીતિ શું? તો તેમણે જવાબ આપ્યો કે, પહેલા પણ કહ્યું અને આજે ફરીથી ઝીના સ્ટુડિયોમાં કહું છું કે આવનારા દિવસોમાં પાસની અમારી ગુજરાતની કોર કમિટી, સમાજના આગેવાનો.. સૌને મળીશું અને ત્યારબાદ આગળની વ્યુહરચના અને રણનીતિ નક્કી થશે અને તેના આધારે અમે આગળ વધીશું. 
  • અલ્પેશ કથીરિયાએ એમ પણ કહ્યું કે હાર્દિક હોય કે અલ્પેશ હોય.. આંદોલનનો ચહેરો કોઈ પણ હોય પરંતુ સમાજનું જે આંદોલન ચાલી રહ્યું છે તે સરદાર અને મા ઉમા ખોડલના આશીર્વાદથી ચાલી રહ્યું છે. 
  • આંદોલનનો પ્રણેતા હાર્દિક જ છે, મારા અને હાર્દિકમાં ફરક કરવા જેવું કઈ નથી. 
  • અલ્પેશ કથિરીયાએ કહ્યું કે એ મોટો કે હું નાનો એવું નથી. બંને ભાઈ  તરીકે આગળ વધીએ છીએ અને આગળ વધતા રહીશું. 
  • પાટીદાર સમાજની સમસ્યા શું છે તેના જવાબમાં કથીરિયાએ કહ્યું કે પાટીદાર સમાજની સૌથી વિકટ સમસ્યા યુવાઓની બેરોજગારી છે. તેના કારણે જ અમે અનામત માટે આગળ વધ્યા છીએ. આ સિવાય પણ અનેક મુદ્દાઓ છે. પરંતુ પાટીદાર સમાજને અનામત મળે એ અમારો મુખ્ય મુદ્દો છે. 
  • આવનારા દિવસોમાં સરદાર પટેલ અને મા ખોડલના આશીર્વાદથી આંદોલન ચાલતુ જ રહેશે
  • હાર્દિક પટેલ જ અનામતનો અને સંઘર્ષનો મુખ્ય ચહેરો, જેટલો મારો ભાગ હશે તેટલો જ તેનો ભાગ રહેશે.
  • હાલની સરકાર અનામત મામલે પાટીદાર સમાજને બેવકૂફ બનાવી રહી છે. 
  • આવનારા દિવસોમાં અમે અનામત મજબુત કરીને સમાજને અનામત આપવા માટે મજબુર કરીશું. 
  • હવે જે પણ થશે તે કોર કમિટી નક્કી કરશે. 
  • છેલ્લા સાડા ત્રણ વર્ષથી આંદોલન થાય છે, કોર કમિટીમાં નક્કી થાય છે અને પછી મીડિયાને જાણ કરવામાં આવે છે. હાર્દિકે જે જાહેરાત કરી છે તે સારું છે પરંતુ જ્યાં સુધી કમિટીમાં વિશ્વાસ ઊભો કરીને જે નિર્ણય લેવાશે તે જાહેર કરાશે. 
  • આવનારા દિવસમાં પાટીદારોની અનામતની માગણી બુલંદ કરીશું. સરકાર નહીં માને તો આક્રમકતાથી પણ આંદોલન ચલાવીશું. તમામ માર્ગ ખુલ્લા
  • હાર્દિકને અચાનક કેમ ખેડૂતો યાદ આવ્યા?  જવાબમાં અલ્પેશે કહ્યું કે હાર્દિક કે અમે બધા ખેડૂતપુત્રો છીએ. તેમના આંદોલનોમાં સામેલ થવું તે ગુનો નથી. 
  • એસપીજીના લાલજી પટેલ સાથે પણ વાત કરી, જ્યાં સુધી સંગઠન, સમાજ સાથે મળીને જે નિર્ણયો લેવાશે તે પ્રમાણે આગળ વધીશું.
  • હું એક કાર્યકર્તા તરીકે ઉભર્યો છું, ચહેરો એક વ્યક્તિગત બાબત હોઈ શકે, પરંતુ આવનારા દિવસોમાં સમાજને અનામત મળે તેના ઉપર કામ કરવું એ અમારો ધ્યેય છે.
  • જ્યારે સમાજની લડાઈ લડાતી હોય છે ત્યારે કોઈક  કારણોસર મનદુખ થતા હોય છે પરંતુ મુખ્ય ઉદ્દેશને આગળ રાખીને સાથે વધીશું તો સમાજ માટે કામ થશે.
  • હાર્દિક પટેલે ઉપવાસનો નિર્ણય લીધો તે કોર કમિટીમાં નક્કી થયો હતો. તે નિર્ણય એ કોઈ વ્યક્તિગત નિર્ણય નહતો. ટીમનો નિર્ણય હતો. 
  • હાર્દિકના ઉપવાસની વાત કોઈ સ્ટન્ટ ન કહી શકાય
  • હાર્દિક હોય કે અલ્પેશ ... બંનેની અન્ડરસ્ટેન્ડિંગ સારી છે. બંને સાથે મળીને કામ કરશે અને આવનારા દિવસોમાં સમાજને અનામત મળે તે માટે કામ કરીશું. 
  • હાર્દિકના ચૂંટણી લડવા પર તેમણે કહ્યું કે જ્યારે પણ તેઓ લડશે ત્યારે સ્પષ્ટતા સાથે લડશે. સમાજના દુરઉપયોગની વાત જ નથી. કોઈ પણ પદે હશે.. અમારો મુખ્ય ઉદ્દેશ એ હશે કે  કઈ રીતે પાટીદાર સમાજને અનામત મળશે.
  • હાર્દિક ચૂંટણી લડશે તો કોણ સપોર્ટ કરશે? અલ્પેશે જવાબ આપતા કહ્યું કે એ તો ભવિષ્ય જણાવશે.
  • સંગઠનમાં ભાગલાની કોઈ વાત નથી, બધા સાથે બેસીને નિર્ણય લઈશું.
  • હાર્દિકના પરિવારને લઈને ખુબ સવાલો થયા હતાં, અલ્પેશ અંગે પણ થઈ શકે. જવાબમાં તેમણે કહ્યું કે કોઈ પણ વ્યક્તિ જાહેર જીવનમાં આવે ત્યારે આરોપ- પ્રત્યારોપ લાગતા હોય છે. 
  • સમાજની કોઈ પણ લડાઈ હું એક સૈનિક તરીકે લડતો રહીશ.
  • હાર્દિક જ્યારે પણ ચૂંટણી લડશે ત્યારે જાહેર થઈ જ જશે, છૂપાવવાનો કોઈ પ્રશ્ન નથી.
  • સમાજની પ્રાથમિકતા અનામત, એ જ મુદ્દા પર હું આગળ વધીશ-અલ્પેશ કથીરિયા
  • ભાજપના કંગાળ પ્રદર્શન પર કથીરિયાએ કોઈ જ ટિપ્પણી કરી નહીં. 
  • અલ્પેશને પૂછવામાં આવ્યું કે તેઓ શાંત છે પરંતુ બંધ મુઠ્ઠી ખુલશે ત્યારે બધુ બહાર આવશે તો જવાબમાં તેમણે કહ્યું કે આવનારા સમયમાં મુઠ્ઠી ખુલશે ત્યારે બધુ જાણવા મળશે.
     

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news