પાટીદારો પાવર મોડમાં: 6 માર્ચ સુધીમાં કેસ પાછા ખેંચો નહી તો ગુજરાતની સરકાર ઉથલી જશે
Trending Photos
રાજકોટ : ગુજરાતમાં ચૂંટણીની સીઝન આવી રહી છે. જેના પગલે તમામ પક્ષો પણ તૈયારીઓ આરંભી દીધી છે. તો બીજી તરફ વિવિધ સમાજ દ્વારા પણ પોતાની વિવિધ માંગણીઓ સાથે હવે વિવિધ પક્ષો અને સરકાર પાસે માંગણીઓ કરી રહી છે. ત્યારે ગુજરાતમાં સૌથી વધારે દબદબો ધરાવતો સમાજ પાટીદાર સમાજ પણ સરકાર સામે બાંયો ચઢાવી છે. પોતાના યુવાનો સામે પાટીદાર અનામત આંદોલન સમયે થયેલા કેસ પરત ખેંચવા માટેની માંગણી કરી રહ્યા છે. આ અંગે હવે વિવિધ પાટીદાર આંદોલનોએ પણ ખોંખારા ખાવાનું શરૂ કર્યું છે.
રાજકોટ જિલ્લાના ખોડલધામ, કાગવડ ખાતે પાસના આગેવાન અલ્પેશ કથીરિયા, દિનેશ બાંભણીયા અને ધાર્મિક માલવીયા સહિતના આગેવાનો પહોંચ્યા હતા. અહીં નરેશ પટેલ સાથે બંધબારણે બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં નિર્ણય લેવાયો કે પાટીદાર યુવાનો વિરુદ્ધના કેસો પરત નહી ખેંચવામાં આવે તો 6 માર્ચથી ફરી એકવાર પાટીદારો રણભેરી ફૂંકશે. આ વાતને સમર્થન કરતા દિનેશ બાંભણીયાએ સરકારને ચિમકી પણ ઉચ્ચારી હતી. હાલ તો પાસના આગેવાનો જસદણ મીટિંગ માટે રવાના થયા હતા.
આમ આદમી પાર્ટીના યુવા નેતા પ્રવીણ રામ અને નિખીલ સવાણીએ ખોડલધામના ચેરમેન સાથે મુલાકાત યોજાઇ હતી. આ નેતાઓ વચ્ચે પણ એક કલાક સુધી બંધબારણે બેઠક ચાલી હતી. આ ઉપરાંત પ્રવિણ રામે કહ્યું કે, નરેશ પટેલ જો અમારી પાર્ટીમાં જોડાય તો અમારા માટે ગર્વની બાબત છે. અત્રે ઉલ્લેખનીય છે કે, નરેશ પટેલ પણ અગાઉ પણવ રાજકારણમાં ઉતરવા અંગેની વાત કરી ચુક્યા છે. ગુજરાતને પાટીદાર મુખ્યમંત્રી મળે તેવી પણ તેઓ માંગ કરી ચુક્યાં છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે