ગુજરાતની ધરતીથી પ્રધાનમંત્રીનો હુંકાર, જાણો લવજેહાદ પછી વોટ જેહાદ પર શું બોલ્યા PM મોદી?
Loksabha Election 2024: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં ઝંઝાવાતી પ્રચાર કરી ભાજપ તરફી માહોલ બનાવવાનો પ્રયાસ કર્યો. ગઈકાલે બનાસકાંઠા અને સાબરકાંઠા પછી આજે વધુ 4 જનસભાઓ સંબોધી હતી. વિપક્ષ પર પ્રહારો કરતાં તેમણે મુસ્લિમ વોટ જેહાદનો મોટો આક્ષેપ લગાવ્યો હતો.
Trending Photos
Loksabha Election 2024: ગુજરાતમાં લોકસભા ચૂંટણીનો માહોલ બરાબર જામ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં ઝંઝાવાતી પ્રચાર કરી ભાજપ તરફી માહોલ બનાવવાનો પ્રયાસ કર્યો. ગઈકાલે બનાસકાંઠા અને સાબરકાંઠા પછી આજે વધુ 4 જનસભાઓ સંબોધી હતી. વિપક્ષ પર પ્રહારો કરતાં તેમણે મુસ્લિમ વોટ જેહાદનો મોટો આક્ષેપ લગાવ્યો હતો. ગુજરાતની રણભૂમિથી પ્રધાનમંત્રીએ શું કર્યા આકરા પ્રહારો?
- 'ઈન્ડિ ગઠબંધન કહે છે મુસ્લિમો વોટ જેહાદ કરો'
- 'પક્ષનો ઈરાદો કેટલો ખતરનાક છે?'
- 'લવજેહાદ સાભળ્યું હતું, પણ હવે વિપક્ષ વોટ જેહાદ લાવ્યા'
- 'અમે આંતકીઓને ઘરમાં ઘુસીને માર્યા'
- ગુજરાતની ધરતીથી પ્રધાનમંત્રીના વિપક્ષ પર આકરા પ્રહાર
બાપ રે...ગુજરાતમાં એક જ દિવસમાં 3 લોકોના હાર્ટએટેકથી મોત, ડરામણો છે WHOનો આ રિપોર્ટ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતની 25 બેઠક જીતવા માટે કમરકસી લીધી છે, બીજી મેએ ગુજરાતમાં ચાર જનસભાઓ સંબોધી વિપક્ષ પર આકરા વાર કર્યા હતા. પ્રધાનમંત્રીની સભામાં હજારો લોકો ઉમટ્યા હતા. પ્રધાનમંત્રીની એક ઝલક મેળવવા રીતસરની પડાપડી જોવા મળી હતી. પ્રધાનમંત્રીએ વિપક્ષના વોટ જેહાદ પર આકરા પ્રહાર કર્યા.
પ્રધાનમંત્રી મોદીએ અનામત પર કોંગ્રેસના જુઠ્ઠાણા પર આકરા પ્રહાર કર્યા હતા. કોંગ્રેસને ચેલેન્જ આપી કે તમે લેખિતમાં આપો કે OBC, SC, STની અનામત છીનવી મુસ્લિમોને નહીં આપો. તમારામાં હિંમત હોય તો આ ચેલેન્જ સ્વીકારો. પ્રધાનમંત્રી મોદીએ પાકિસ્તાન પર પ્રહાર કરતાં કોંગ્રેસને આડેહાથ લીધી અને કહ્યું કે, ભારતમાં કોંગ્રેસની જીત માટે પાકિસ્તાનમાં દુવાઓ થઈ રહી છે.
- ગુજરાતની ધરતીથી પ્રધાનમંત્રીનો હુંકાર
- 'ઈન્ડિ ગઠબંધન કહે છે મુસ્લિમો વોટ જેહાદ કરો'
- 'લવજેહાદ સાભળ્યું હતું, પણ હવે વિપક્ષ વોટ જેહાદ લાવ્યા'
- 'અમે આંતકીઓને ઘરમાં ઘુસીને માર્યા'
- 'આતંકની ફેક્ટરી આટા માટે મારે છે ફાંફાં'
- કોંગ્રેસને અનામત મામલે PMની મોટી ચેલેન્જ
ક્ષત્રિય આંદોલન વચ્ચે કોંગ્રેસને અહીં ચમત્કારની આશા: ભાજપ-કોંગ્રેસ વચ્ચે જબરદસ્ત...
પાકિસ્તાન મામલે કોંગ્રેસને આડે હાથ લેતાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, દેશમાં જ્યારે આતંકી હુમલો થતો ત્યારે કોંગ્રેસ ડોઝિયર મોકલતી હતી. પરંતુ મોદી સરકાર ડોઝિયર નહીં પણ ઘરમાં ઘૂસીને આતંકીઓનો સફાયો કરે છે. પ્રધાનમંત્રીએ પાકિસ્તાનને પણ આડેહાથ લીધું. જે દેશ પહેલા આતંકીઓ એક્સપોર્ટ કરતો હતો તે આજે લોટ માટે તડફી રહ્યો છે.
ગુજરાતમાં પ્રધાનમંત્રી મોદીએ જનસભાઓ સંબોધી વિપક્ષ ભાજપની તરફેણમાં મજબૂત માહોલ બનાવવાનો પ્રયાસ કર્યો છે. બીજી મેએ ચાર સભાઓ કરી, તો પહેલી મેએ બે જનસભાઓ કરી હતી. તો પહેલી મેએ ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમની પણ મુલાકાત લઈ કાર્યકરોનો ઉત્સાહ વધાર્યો હતો. વિધાનસભા ચૂંટણી સમયે પણ પ્રધાનમંત્રી કમલમ પહોંચ્યા હતા. હવે જોવાનું રહેશે કે ગુજરાતની જનતા આ વખતે ફરી તમામ સીટો ભાજપને આપે છે કે પછી કોંગ્રેસને 2009ની માફક કોઈ ચાન્સ આપવા માગે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે