કોકિલ કંઠી ગીતા રબારીના ભજનની પીએમ મોદીએ કરી પ્રશંસા, કહ્યું-આ ભજને ભાવવિભોર કર્યાં

PM Modi praises singer Geeta Rabari : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતની લોકગાયિકા ગીતા રબારીનું ગીત કર્યું શેયર... અયોધ્યામાં રામલલાના આગમનની તૈયારી વચ્ચે PMએ લખ્યુ- ગીતા બેનનું ભજન ભાવવિભોર કરનારું છે

કોકિલ કંઠી ગીતા રબારીના ભજનની પીએમ મોદીએ કરી પ્રશંસા, કહ્યું-આ ભજને ભાવવિભોર કર્યાં

Shree Ram Ghar Aaye : અયોધ્યાના રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઘડી હવે નજીક આવી રહી છે. ત્યારે હવે દેશના ખૂણે ખૂણેથી લોકો પોતાનું યોગદાન આપી રહ્યાં છે. ત્યારે પીએમ મોદીએ ગુજરાતની લોકગાયિકા ગીતા રબારીના રામભકિત ગીતને સોશિયલ મીડિયામા શેર કર્યુ છે. લોકગાયિકા ગીતા રબારીનું ‘શ્રીરામ ઘર આયેંગે’ ગીત પીએમ મોદીએ શેર કર્યુ છે. સાથે જ પ્રધાનમંત્રીએ તેમના આ ગીતના વખાણ પણ કર્યાં છે.

ટ્વીટમાં કર્યાં વખાણ 
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ગાયિકા ગીતા રબારીના ભગવાન રામ અને અયોધ્યા પર આધારિત તેમના ભજન 'શ્રી રામ ઘર આયે' માટે પ્રશંસા કરી. પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે, અયોધ્યામાં ભગવાન શ્રી રામના દિવ્ય ભવ્ય મંદિરમાં રામ લલ્લાના આગમનની પ્રતીક્ષાનો અંત આવવાનો છે. સમગ્ર દેશમાં મારા પરિવારના સભ્યો રામ લલ્લાના પ્રાણ-પ્રતિષ્ઠા સમારોહની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. અયોધ્યામાં. ગીતાબેન રબારીજીનું સ્વાગત કરવા માટેનું આ ભજન ખૂબ જ ભાવુક છે.

 

— Narendra Modi (@narendramodi) January 7, 2024

 

અગાઉ 'મન કી બાત'ના 108 માં એપિસોડ દરમિયાન દેશવાસીઓને સંબોધતા પીએમ મોદીએ કહ્યું હતું કે અયોધ્યામાં રામ મંદિરના અભિષેકને લઈને સમગ્ર દેશમાં ખૂબ જ ઉત્સાહ અને ઉત્સાહ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news