PM મોદીને થયો હતો ગણેશજીની હાજરીનો અહેસાસ! ખાસ છે કૈલાશ માનસરોવરનો આ કિસ્સો...
PM Modi Bhakti : PM મોદીને જ્યારે પણ તક મળે ત્યારે એ શિવજીના મંદિરમાં જાય છે. તેઓ 24,000 ફૂટની ઊંચાઈએ આવેલા કૈલાશ માનસરોવર પણ જઈ આવ્યા છે. ત્યારે એમને સવાલમાં પૂછાયું કે ત્યાં શિવ-પાર્વતીને મળ્યા કે નહીં? તો જવાબ શું આપ્યો તમે જ સાંભળો
Trending Photos
ચિતંન ભોગાયતા/અમદાવાદ :નરેન્દ્ર મોદી કોના ભક્ત છે? કોની પૂજા કરે છે? શું ક્યારેય નરેન્દ્ર મોદીને ભગવાનનો સાક્ષાત્કાર થયો છે? આ એ સમયની વાત છે જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે એક મુલાકાત દરમિયાન એમને પૂછવામાં આવેલું કે એ કોઈ ખાસ ભગવાનને પૂજે છે. એમણે નકારમાં જવાબ વાળ્યો, પરંતુ એટલું ઉમેર્યું કે એમને જ્યારે પણ તક મળે ત્યારે એ શિવજીના મંદિરમાં જાય છે. તેઓ 24,000 ફૂટની ઊંચાઈએ આવેલા કૈલાશ માનસરોવર પણ જઈ આવ્યા છે. ત્યારે એમને સવાલમાં પૂછાયું કે ત્યાં શિવ-પાર્વતીને મળ્યા કે નહીં? તો જવાબ શું આપ્યો તમે જ સાંભળો.
પ્રશ્ન - તમે શિવ-પાર્વતીને મળ્યા કે નહીં?
જવાબ - હું ગણેશજીને મળ્યો.
પ્રશ્ન - એવું તમે કઈ રીતે કહો છો?
જવાબ - એ બહુ રસપ્રદ ઘટના છે. મારા માટે એ કહેવી અઘરી છે.
પ્રશ્ન - આર યૂ સિરિયસ?
જવાબ - હા. હું સિરિયસ છું. આ કૈલાશ માનસરોવર વિસ્તારમાં તમને એક મચ્છર સુદ્ધાં ના મળે. ત્યાં સજીવ સૃષ્ટિ જ નથી. કંઈ જ નથી ત્યાં અચાનક 24,000 ફૂટની ઊંચાઈએ મેં એક ઊંદર જોયો.
પ્રશ્ન - શું? ઊંદર જોયો?
જવાબ - હા, ઊંદર અને એ ઘડીએ મને થયું કે અહીં ક્યાંક જરૂર ગણેશજી હશે! એટલે હું આ વાત ગંભીરતાથી કહી રહ્યો છું.
હિન્દુત્વ વિશે નરેન્દ્ર મોદીનો મત
નરેન્દ્ર મોદીને એ સમયે હિન્દુત્વ વિશે પણ સવાલ પૂછાયો હતો, કે તમારે મન હિન્દુત્વનો શું અર્થ છે. તો એમનો ઉત્તર સીધો અને મુદ્દાસર હતો. હું માનું છું હિન્દુત્વ એ જીવનશૈલી છે, જીવન જીવવાની એક પદ્ધતિ છે. દરેક પ્રકારના હુમલાઓ ઝીલી એ જીવિત છે. છેલ્લાં 10,000 વર્ષોમાં ઘણી વિચારધારાઓને એક યા બીજી રીતે આંચ પહોંચી છે, પરંતુ હિન્દુત્વને કંઈ નથી થયું. હિન્દુત્વ સમયની સાથે જીવે છે. હિન્દુત્વ આગળ વધે છે. હિન્દુત્વ સમય સાથે કદમ મિલાવે છે. હિન્દુત્વ આપણા સમયને અનુરૂપ છે. હિન્દુત્વ સમય સાથે સુસંગત છે. હિન્દુત્વ શીખવે છે સંયમ-આત્મસંયમ. હિન્દુત્વ સમાજને બોજારૂપ ન બનવાની સલાહ આપે છે અને સામાજિક જવાબદારીનું ભાન કરાવે છે. હિન્દુત્વ વૈજ્ઞાનિક છે. પુરાણકાળમાં સંસ્કૃતમાં હિન્દુત્વને સનાતન ઘર્મ તરીકે અથવા તો અનાદિ જીવનશૈલી તરીકે ઓળખાવાયું છે. હિન્દુત્વમાં જડતા નથી. હિન્દુત્વ ઉદાર છે. હિન્દુત્વ સુમેળ સાધી શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે