સેનાની તાકાત થશે મજબૂત, દુશ્મનોનો ખાત્મો કરે તેવી K-9 વજ્ર ટેન્કની PMએ આપી ભેટ
પ્રધાનમંત્રી મોદી ગુજરાત પ્રવાસનાં ત્રીજા દિવસે આજે સુરતમાં પહોંચ્યા હતા. તેમણે દેશમાં બનેલી K-9 વજ્ર ટેન્ક સૈન્યને અર્પણ કરી હતી. સુરતનાં હજીરામાં K-9 વજ્ર ટેન્ક તૈયાર કરાઇ છે. જે માત્ર 15 સેકન્ડમાં જ ત્રણ ફાયરથી દુશ્મનને ધ્વસ્ત કરી શકશે. આ 'સેલ્ફ પ્રોપેલલ્ડ હૉવીત્ઝર K9 વજ્ર ટી ગન'ને તેઓએ સેનાને અર્પણ કરી
Trending Photos
તેજશ મોદી/સુરત : પ્રધાનમંત્રી મોદી ગુજરાત પ્રવાસનાં ત્રીજા દિવસે આજે સુરતમાં પહોંચ્યા હતા. તેમણે દેશમાં બનેલી K-9 વજ્ર ટેન્ક સૈન્યને અર્પણ કરી હતી. સુરતનાં હજીરામાં K-9 વજ્ર ટેન્ક તૈયાર કરાઇ છે. જે માત્ર 15 સેકન્ડમાં જ ત્રણ ફાયરથી દુશ્મનને ધ્વસ્ત કરી શકશે. આ 'સેલ્ફ પ્રોપેલલ્ડ હૉવીત્ઝર K9 વજ્ર ટી ગન'ને તેમણે સેનાને અર્પણ કરી. હજીરાના એલએન્ડટી કંપનીમાં યુદ્ધ ટેન્ક બનાવતી ફેક્ટરીનું રાષ્ટ્રાર્પણ આજે પીએમ મોદીના હસ્તે થયું છે. આ કંપનીને યુદ્ધ ટેન્ક બનાવવાની કામગીરી મેક ઈન ઈન્ડિયા પ્રોજેક્ટ અંતર્ગત સોંપાઈ હતી. આ પ્રસંગે રક્ષા મંત્રી નિર્મલા સીતારમણ પણ હાજર રહ્યાં હતા. સેનાને આજે એવું શક્તિશાળી અને દુશ્મનોનો ક્ષણભરમાં ખાત્મો બોલાવે તેવું હથિયાર મળ્યું છે, જેની તેઓ વર્ષોથી માંગ કરી રહ્યા હતા.
- સિનીયર વાઈસ પ્રેસિડન્ટ જે.ડી.પાટીલે જણાવ્યું કે, આ પહેલી ગન છે જે ઈન્ડિયામાં 52 કેલીબરની ઈન્ડક્ટ થઈ છે, તે હિન્દુસ્તાનમાં બની છે. આ પ્રોજેક્ટ ઈન્ડિયા અને કોરિયાનો હતો. 47 કિલોનો ગોળો તે ગન 43 કિલોમીટર સુધી સારી એક્યુરિસી સાથે નાખી શકે છે. પહેલી 10 ગનને અમે ડિલીવરી કરી હતી. 11મી ગન આજે પીએમ મોદીએ નિહાળી. ફેબ્રુઆરીના મધ્યમાં બાકીની ડિલીવરીની શરૂઆત થશે. આગામી 18 મહિનામાં 90 ગન આપીશું. આ ગનની ટેકનોલોજી 3 જનરેશન આગળ છે.
- બેટરી ઓપરેટેડ કારમાં બેસીને તેઓ જ્યાં ફેક્ટરી છે ત્યાં પહોંચશે. તેમનો કાફલો પણ તેમની સાથે છે. એલએન્ડી ટીના ચેરમેન અજય નાયક તેમને ફેક્ટરી અંગેની માહિતી આપી રહ્યાં છે. પીએમ મોદીએ ફેક્ટરી તથા અહીંનું કામકાજ અને ટેન્ક કેવી રીતે કામ કરશે તે વિશે માહિતી મેળવી.
- કોરિયા સાથે મળીને આ ટેન્ક બનાવવામાં આવી છે. ત્યારે હવે કોરિયાથી આવેલા ડેલિગેટ્સ, તથા ડિફેન્સ અને આર્મ્ડ ફોર્સિસ સાથે જોડાયેલા લોકો પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા.
- પીએમ મોદીએ હજીરા ખાતે આવેલ લાર્સન એન્ડ ટુબ્રોના શસ્ત્ર સિસ્ટમ કોમ્પ્લેક્સનું ઉદઘાટન કર્યું.
- કાર્યક્રમ સ્થળ પર ટેન્ક કેવી રીતે કામ કરે છે અને કેવી રીતે દુશ્મનોનો સામનો કરે છે તે અંગેનો વીડિયો બતાવાઈ રહ્યો છે.
Surat: Prime Minister Narendra Modi inaugurates Larsen & Toubro Armoured Systems Complex in Hazira. Defence Minister Nirmala Sitharaman also present. pic.twitter.com/GkmQLeXDgT
— ANI (@ANI) January 19, 2019
ટેન્કની ખાસિયત
- K9 વજ્ર 155 mm એટલે કે 52 કેલિબરની ગન છે. તેની 40 કિમી સુધીની પ્રહાર ક્ષમતા છે, જેને વધારીને 75 કિમી સુધી કરી શકાય છે. તે સેલ્ફ પ્રોપેલ્ડ એટલે કે ઓટોમેટિક લોડ થવાની ક્ષમતા ધરાવે છે. આ કારણે ઘણાં ઓછા સમયમાં વધારે ફાયર કરી શકે છે. તે ફાયર કરીને ઝડપથી બીજી જગ્યાએ પણ પહોંચી શકે છે. આથી દુશ્મન દેશને તેના લોકેશનની માહિતી મળી શકશે નહીં.
- K9 વજ્ર ટી સેલ્ફ પ્રોપેલલ્ડ હૉવીત્ઝર ગન બોફોર્સ ગન જેવી જ છે. જોકે તે બોફોર્સને પણ ટક્કર મારે એવી છે. કારણ કે બોફોર્સને લઇ જવા માટે ધક્કો મારવો પડે છે, એટલે કે સૈનિકોએ તેને ખસેડવી પડે છે. જ્યારે K9 વજ્ર ટેન્કમાં 1000 હોર્સપાવરનું એન્જીન ફીટ કરેલું હોવાથી તેને ચલાવીને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જઈ શકાય છે.
- K9 વજ્ર્ ટેન્કમાંથી એકસાથે અસંખ્ય તોપગોળા પણ ફાયર કરી શકાય છે. જે એકસાથે એક ટાર્ગેટને નિશાન બનાવીને મોટો વિનાશ સર્જી શકે છે. આ ટેન્ક કેમિકલ, બાયોલોજિકલ, રેડિયોલોજિકલ અને ન્યુક્લિયર રેંજ પ્રુફ છે. હજીરામાં આવેલી ફેકટરીમાં આખો ઓર્ડર પૂર્ણ કરવામાં આવશે.
- K9 વજ્ર ટેન્ક ગત ઓગસ્ટ 2018માં સેનાને પરીક્ષણ માટે સોંપવામાં આવી હતી. સેના તરફથી લીલી ઝંડી મળ્યા બાદ તેણે કરેલા સુચનો મુજબ જરૂરી ફેરફાર કરીને આ ટેન્કનું વ્યવસાયિક ધોરણે ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું હતું. હવે
- આ ટેન્ક સંપૂર્ણપણે તૈયાર થઈ જતાં તેને દેશને અર્પણ કરાશે.
- નવી પોલીસીમાં 'મેક ઇન ઇન્ડિયા' હેઠળ ભારતની જ કંપનીઓ સાથે સરકારે સુરક્ષાના સાધનો બનાવવાના કરાર કર્યા હતા. સુરતના હજીરા ખાતે આવેલી લાર્સન એન્ડ ટુબ્રોને સંરક્ષણ મંત્રાલય તરફથી માર્ચ, 2018માં આ ટેન્કના
- નિર્માણનો ઓર્ડર આપવામાં આવ્યો હતો. જે ખાનગી ક્ષેત્રને આપવામાં આવેલા સૌથી મોટો ઓર્ડર છે.
હવે દુશ્મનોના દાંત ખાટા કરશે દેશમાં જ બનેલી 'K9 વજ્ર ટેન્ક'
K9 વજ્ર ટેન્કની વિશેષતાઓ
- રેન્જઃ 42 કિમી (વધારીને 75 કિમી કરી શકાય)
- ઓપરેશનલ રેન્જઃ 100 કિમી
- સંચાલનઃ 155 mm/ 52 કેલિબર ટ્રેક ધરાવતી સ્વયંસંચાલિત સિસ્ટમ
- પ્રકારઃ સેલ્ફ પ્રોપેલ્ડ હોવિત્ઝર ગન
- બોફોર્સથી અલગઃ બોફોર્સ ફાયર થયા બાદ પાછળ ખસી જાય છે, આ ઓટોમેટિક ટેન્ક છે.
- ફાયરઃ મલ્ટીપલ રાઉન્ડ્સ યુમેલ્ટિનેશનલ ઈમ્પેક્ટ (MRVI) મોડમાં 9-15 સેકન્ડમાં 3 શેલ
- ફાયર રેટઃ 12 રાઉન્ટ પ્રતિ મિનિટ અને કુલ 104 રાઉન્ડ
- K10 એમોનિશન રીસપ્લાય વેહિકલ (ARV) : K9 વજ્ર ટેન્ક K10 સિસ્ટમ સાથે આવે છે. K10 એક ઓટોમેટિક ડિસ્પ્લે વ્હિકલ છે જે K9ની ગતિશીલતાને જાળવી રાખે છે,અને પાછળનાં મુખ્ય આર્ટિલરી બેટરીનું અનુસરણ કરી શકે છે.
વ્યસ્તતા વચ્ચે PM મોદીએ હીરાબાના લીધા આર્શીવાદ, ત્યાર બાદનું આવું છે તેમનું શિડ્યુલ
રાજસ્થાનમાં કરાયું પરીક્ષણ
ઓગષ્ટ 2018માં એલ એન્ડ ટી દ્વારા ત્રણ જટલી K9 ગન સેનાને પરીક્ષણ માટે રાજસ્થાન મોકલવામાં આવી હતી, અહીં રણમાં તેનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. ટેસ્ટિંગ દરમિયાન જે કોઈ ખામી જોવા મળી તે અંગેના સુધારા કરવાની સુચના સેના દ્વારા એલએન્ડટીને આપવામાં આવી હતી. આ સુધારા કર્યા બાદ હવે K9 વજ્ર ટેન્ક દુશ્મના દાંત ખાટા કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.
સેલવાસમાં સભા સંબોધશે
સુરતમાં K-9 વજ્ર ટેન્ક સૈન્યને અર્પણ કર્યા બાદ 12.25 મિનિટે સેલવાસ જવા નીકળશે, જ્યાં મેડિકલ કોલેજનું ખાતમુહૂર્ત કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બીજી વખત સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીની મુલાકાત લેશે. જેમાં તેઓ દમણ અને દાદરાનગર હવેલીમાં 200 કરોડોના વિકાસ કામોનું લોકાર્પણ કરવાના છે. પ્રધાનમંત્રી સેલવાસના સાયલી ખાતે પોલીસ ટ્રેનિંગ કેમ્પસની બાજુમાં એક વિશાળ જાહેર સભાને સંબોધન કરશે. ત્યારે તેને લઈને લોકોમાં પણ ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. પીએમ મોદી દાદરા નગર હવેલીમાં જે કામગીરીનું લોકાર્પણ કરશે, તેમાં ઝરી કચી ગામ સેતુ, મોટા દમણની પ્રોટેક્શન વોલ, દમણનો સિવરેજ પ્લાન્ટ, મોટા દમણનું ઓફિસ કોમ્પલેક્સ અને પ્રધાનમંત્રી આવાસ યોજના જેવી અનેક યોજનાઓનું લોકાર્પણ કરશે. તો આ તરફ દાદરાનગર હવેલીમાં નરોલી અને સામાર વરણી વોટર સપ્લાય યોજના, અંતરિયાળ વિસ્તારોમાં હેલ્થ અને વેલનેસ સેન્ટર, દમણગંગા રિવર ફ્રન્ટ યોજના, સેલવાસનો સિવરેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ તેમજ સેલવાસ નગરપાલિકા ભવનનું લોકાર્પણ કરશે. જ્યારે કે, ત્રણેય પ્રદેશ માટે સાયલીમાં બનનારી 150 બેડની આધુનિક મેડિકલ કોલેજનો શિલાન્યાસ કરશે.
ગુજરાત સાથે મહારાષ્ટ્ર પોલીસ પણ બંદોબસ્તમાં
પીએમ મોદીના આગમનને પગલે દાદરા નગર હવેલીમાં ગુજરાત અને મહારાષ્ટ્ર પોલીસનો કાફલો તૈનાત કરાયો છે. જ્યારે 12 પેરામિલિટ્રી ફોર્સ, 7 SP, 21 DySP છે. મહારાષ્ટ્રના 350 અને ગુજરાતના 250 પોલીસ કર્મચારીઓ ખડેપગે રહેશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે